આજના સમયમાં બીમારીઓ ઘણા પ્રકારની હોય છે. તેમાં એક એવી પણ બીમારી હોય છે જે થવાના કોઈ જ કારણ નથી હોતા, પરંતુ તે વ્યક્તિની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે અને તે છે એલર્જી. આજે અમે તેના વિષેની વિસ્તૃત જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
એલર્જી સામાન્ય રીતે નાક, ગળા, કાન, ફેફસા અને ત્વચાને અસર કરે છે. એલર્જી થવા ઉપર નાક વહેવું, ત્વચામાં ખંજવાળ, આંખો માંથી પાણી આવવું, ત્વચા ઉપર નિશાન પડવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. તો આવો અમે તમને એલર્જીથી બચવા માટે ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ.
એલર્જી એ સ્થિતિ છે, જેમાં આપણું રોગપ્રતિકારક તંત્ર ઘણું સંવેદનશિલ બની જાય છે, અને કોઈપણ સામાન્ય બાબત પ્રત્યે ઘણું ઝડપી શારીરિક પ્રતિક્રિયા ઉત્પન કરે છે. તે રોગનું રૂપ લઇ લે છે.
શું છે લક્ષણ?
એલર્જીમાં સામાન્ય રીતે શરદી જેવા જ લક્ષણો મળી આવે છે. તેમાં નાકનું વહેવું, ગળામાં ઉઝરડા, આંખો માંથી પાણી વહેવું, ત્વચા ઉપર દાણા આવવા વગેરે લક્ષણ દેખાય છે. ઘણા લોકોમાં મરડાનો રોગ અને ઝાડાની પણ સમસ્યા જોવા મળે છે અને હ્રદયના ધબકારા પણ અસંતુલિત થઇ શકે છે.
શું છે ઉપચાર?
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને એલર્જીનો સામનો કરી શકાય છે.
હળદર, લીમડો, તુલસી, કાળા મરી, લવિંગ, આદુ અને બીજી ઘરેલું રીતે રહેલી વસ્તુઓ ઘણું આરોગ્યપ્રદ હોય છે. તેનો નિયમિત ઉપયોગ થવો જોઈએ. આ મસાલાને ભોજનમાં સમાવેશ કરવો તેના ઉપયોગની સૌથી સારી રીત છે. ચ્યવનપ્રાશ, આંબળા વગેરેનું સેવન કરો, જે શરીરમાં આયરન, કેલ્શિયમ અને બીજા વિટામીનોની કમી પૂરી કરે છે.
વાત અને કફને સંતુલિત કરવા માટે એક ખાસ મિશ્રણનો ઉપયોગ કરો, આ મિશ્રણમાં ૨૦ મીલીગ્રામ ત્રીકટુ ચૂર્ણ (સુંઠ, પીપળી, કાળા મરી), ૨૫૦ મીલીગ્રામ તુલસીના પાંદડા, ૧૦ મીલીગ્રામ લવિંગ, કપૂર અને સુકા ધાણા સારી રીતે વાટી લો. આ મિશ્રણ સાથે થોડા થોડા મધ સાથે રોજ સેવન કરો, ઘણો ફાયદો થશે.
આપણા ઘરમાં જ આ બધી રહેલી હોય છે જે આપણને એલર્જીથી બચાવે છે, પણ આપણે એની પર ધ્યાન નથી આપતા. અને પછી એનું નુકશાન ભોગવીએ છીએ.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.