મખાના કે લાવનો ફક્ત એક સ્નેક્સ તરીકે જ ઉપયોગ કરવામાં આવતો નથી. આનો ઉપયોગ પ્રાચીન કાળમાં વ્રત અને પર્વમાં ખાવાના રૂપમાં પણ કરવામાં આવતો હતો. સફેદ રંગના આ મખાના દેખાવમાં અને ખાવામાં હવાથી પણ હલકા હોય છે. પરંતુ આની અસર પેટ પર ખુબ સારી જોવા મળે છે, અને આ વસ્તુ બજારમાં પણ ખુબ સરળતાથી મળી જાય છે.
આને મીઠામાં હળવા સેકીને અને ખીરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આને નમકીન તરીકે સેકીને પણ ખાવામાં આવે છે. મખાના ફક્ત ખાવામાં જ ટેસ્ટી નથી હોતા પણ આના ઘણા ઔષધિય ગુણ પણ હોય છે. તો ચાલો આજે જાણી લઈએ કે શું છે મખાનાના ઔષધીય ગુણ.
બનાવે સ્વસ્થ શરીર :
મખાનામાં કોલેસ્ટ્રોલ, ચરબી અને સોડિયમની માત્ર ખુબ ઓછી હોય છે. તમે મખાનાને સ્નેક્સ તરીકે પણ ખાઈ શકો છો. અને આનાથી તમારું વજન પણ વધતું નથી. મખાનામાં મેગ્નીશિયમ વધારે હોય છે અને સોડિયમ ઓછું હોય છે. જો તમને બ્લડ પ્રેશર, હ્ર્દય રોગ કે મોટાપાની બીમારી હોય તો મખાનાનું સેવન કરો. એ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. સાથે જ ડાયાબિટીસ થયેલ લોકો માટે મખાનાનો ઉપયોગ કરવો સારું માનવામાં આવે છે.
ઊંઘમાં અસરદાર :
જો તમને રાત્રે સારી ઊંઘ આવતી ન હોય કે વારંવાર ઊંઘવામાં તકલીફ થતી હોય, તો મખાનાનું સેવન તમારા માટે ખુબ સારું રહેશે. મખાનાનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે. આનાથી બ્લડનો ફ્લો પણ સારો રહે છે જેનાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે. આનું સેવન કરવાથી રાત્રે તમને સારી ઊંઘ આવશે.
ઝાડામાં ફાયદાકારક :
ઘણી વખત ઠંડીના કારણે કે પેટમાં સમસ્યા હોવાના કારણે ઝાડા થઇ જાય છે. એવામાં મખાના એકદમ દેશી ઈલાજ છે. મખાનાને થોડાક ઘી માં સેકી લેવા અને પછી આનું સેવન કરો. તમારા ઝાડા બંધ થઇ જશે અને પેટ સારું થઇ જશે. આ ઝાડામાં તો આરામ દાયક છે સાથે જ ભૂખ વધારે છે જેનાથી તમે ભોજનને આનંદ લઈને સેવન કરી શકો છો.
પ્રેગ્નેન્સી દરમિયાન :
જો તમે મખાનાનો ઉપયોગ પ્રેગ્નેન્સી દરમિયાન કરો છો તો આ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે. આ માં અને પેટમાં રહેલ બાળક બંને માટે લાભદાયક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન એક માં ની ભૂખ ખુબ વધારે વધી જાય છે સાથે જ ઘણી તકલીફોને કારણે શરીરમાં નબળાઈ પણ થાય છે. મખાનામાં જબરજસ્ત પ્રોટીન અને ચરબી હોય છે જે તે શરીરની ભૂખને શાંત કરે છે અને શરીરમાં શક્તિ આપે છે.
કરચલીઓમાં ફાયદાકારક :
મખાનામાં ફ્લોવોનોઈન્ડ્સ એન્ટી ઓક્સીડેન્ટ જોવા મળે છે. આ ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને સ્વાસ્થ્યમાં સુધારો લાગે છે. આના સેવનથી કરચલીઓથી છુટકારો મળે છે. જો તમને લાગી રહ્યું છે કે તમારી ત્વચા ઢીલી થતી જઈ રહી છે, કે વાળ ઉંમરના પહેલા જ સફેદ થઇ રહ્યા છે. તો આજથી જ મખાનાનું સેવન કરવાનું શરુ કરી નાખો. સાથે જ આ વજન ઓછું કરવામાં પણ લાભદાયક છે. આને ખાવાથી પેટ ભરાઈ જાય છે, પરંતુ વજન વધતું નથી અને શરીરમાં પ્રોટીન મળે છે.