કોઈ પણ પિતા માટે એનાથી મોટી બીજી કોઈ ખુશી નથી હોઈ શકતી, કે તેની દીકરી સફળતામાં તેનાથી એક ડગલું આગળ નીકળી જાય. એવું જ કાંઈક કરી બતાવ્યું છે રાયસેનના બેગમગંજની બે જજ બહેનોએ. રાયસેન જીલ્લામાં બેગમગંજમાં રહેતા એડવોકેટ રાજકુમાર ગુપ્તાની દીકરી રૂપલ ગુપ્તાએ, સિવિલ જજની પરીક્ષામાં મધ્યપ્રદેશમાં પાસ થનારની યાદીમાં આઠમો નંબર પ્રાપ્ત કરી ટોપ કર્યુ છે. જેનાથી તેમના પરિવાર સહીત નગરમાં આનંદનું વાતાવરણ ઉભું થઇ ગયું છે.
નગરના લોકો ઘરે અભિનંદન આપવા માટે પહીંચી રહ્યા છે. તે પહેલા રૂપલની મોટી બહેન સોનલ ગુપ્તા પણ સિવિલ જજ પરીક્ષામાં ટોપ કરી ચુકી છે. તે હાલમાં વિદિશા જીલ્લામાં કાર્યરત છે. રૂપલ ડૉ. હરિસિંહ ગોર વિશ્વવિદ્યાલય માંથી કાયદા વિભાગની વિદ્યાર્થીની છે. એમણે જબલપુર હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવ્યા પછી જ એડવોકેટ રાજકુમાર ગુપ્તાનું ઘર હવે બે જજ દીકરીઓના નામથી ઓળખવામાં આવવા લાગ્યું છે.
રૂપલે સિવિલ જજના અભ્યાસ માટે ઇન્દોરમાં પૂર્વ જજ રહેમાન સરના માર્ગદર્શનમાં કાયદા વિષય માંથી કોચિંગ કર્યુ અને મધ્યપ્રદેશમાં રાયસેન જીલ્લાનું નામ રોશન કર્યુ. જજ રૂપલ ગુપ્તાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા, નાના ભાઈ અને ટીચરને આપ્યો. રૂપલે દેશની બીજી દીકરીઓ અને તમામ વિદ્યાર્થીનીઓને સંદેશ આપ્યો, કે તે તેમના લક્ષ્ય ઉપર ધ્યાન આપે અને સખ્ત મહેનત કરે. કેમ કે પોતાનું બેસ્ટ આપવાથી જ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો.
દીકરી દીકરામાં ક્યારે પણ ફરક ન કર્યો : એડવોકેટ રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું કે મારી બન્ને દીકરીઓ જજ બની ગઈ. મેં દીકરી દીકરામાં ક્યારે પણ ફરક નથી કર્યો, જેનું પરિણામ આજે આપણા બધાની સામે છે. હું ખાસ કરીને એડવોકેટ બનીને જ લડતો રહીશ, પરંતુ મારી બન્ને દીકરીઓ જ્યાં પણ જજ બનીને જશે, ત્યાં તટસ્થ નિર્ણય સંભળાવશે. દીકરીઓની સફળતા મારા માટે ગર્વની વાત છે.
આ રીતે દેશની આપણા દેશની ઘણી બધી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજમાં પોતાનું નામ કાયમ કરી રહી છે. ઘરેખર દેશ માટે આ ઘણી મોટી વાત છે. ધન્ય છે આવી દીકરીઓને અને એમના માં બાપને. આજ સિલસિલો સતત ચાલતો રહે અને આપણા દેશના થોડા લોકોમાં જે છોકરીઓને લઈને ખોટી ધારણા છે એ દુર થઇ જાય એવી પ્રભુને પ્રાથના.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેરથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.