લગ્નના 15 દિવસ પછી પતિએ તરછોડી, પછી આ રીતે IAS બની ગઈ આ છોકરી.

એક સ્ત્રીનું જીવન, આખું જીવન પોતાના પતિની આજુ બાજુ ફરતા રહેવામાં તો નથી ફરી પસાર કરી શકાતું, તેનો પણ હક્ક છે, પોતાના સપના પુરા કરવાનો. એવું કહેવું છે કોમલ ગણાત્રાનું, જેણે પોતાની હિમાત ઉપર યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે, તેના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ ન હતી, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી કોમલ IAS બની છે. આવો જાણીએ તેની કહાની.

કોમલ ગણાત્રાના લગ્ન ૨૬ વર્ષની ઉંમરમાં થયા હતા. લગ્ન પછી એક છોકરી જે સપના જુવે છે, કોમલે તેવી જ રીતે પોતાના માટે જોયા હતા. પરંતુ જરૂરી નથી દરેક સપના પુરા થાય. લગ્નના બે અઠવાડિયા પછી પતિ તેને છોડીને જતો રહ્યો.

નવી નવોઢા વહુ બનેલી કોમલના પતિએ તેને ન્યુઝીલેન્ડ માટે છોડી દીધી હતી. ત્યાર પછી તે ક્યારે પણ પાછો ન આવ્યો. તેના લગ્ન એક NRI સાથે થયા હતા. પતિના છોડીને જતા રહેવાથી કોઈ પણ માણસ તૂટી જાય છે. પરંતુ કોમલે હિંમત ન હારી. ત્યાર પછી તેણે યુપીએસસીની તૈયારી શરુ કરી દીધી હતી.

કોમલે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું, આપણે વિચારીએ છીએ કે લગ્ન આપણેને પરિપૂર્ણ બનાવે છે, હું પણ એવું જ વિચારતી હતી, જ્યાં સુધી મારા લગ્ન ન થયા હતા, પતિના છોડીને જતા રહ્યા પછી મને સમજાઈ ગયું હતું કે જીવનમાં એક છોકરી માટે લગ્ન જ બધું નથી. તેનું જીવન તેનાથી પણ આગળ છે.

કોમલે યુપીએસસીની તૈયારી કરવા વિષે વિચાર્યું, તે જાણી ગઈ હતી એક છોકરી માટે કારકિર્દી સૌથી વધુ જરૂરી છે.

કોમલે પૂરી ધગશ સાથે પરીક્ષાની તૈયારી કરી અને સફળ રહી. વર્તમાનમાં તે રક્ષા વિભાગમાં એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર તરીકે કામ કરી રહી છે.

કોમલનો અભ્યાસ ગુજરાતી મીડીયમમાં થયો છે. જે વર્ષે તેણે યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી, તે વર્ષે તે ગુજરાતી લિટરેચરની ટોપર હતી. તેણે જણાવ્યું શરુઆતથી જ મારા પપ્પાએ અમને આગળ વધતા શીખવાડ્યું છે. જયારે હું નાની હતી, ત્યારથી પિતા કહેતા હતા કે તું મોટી થઈને IAS બનજે. પરંતુ તે સમયે અણસમજ હતી, યુપીએસસી વિષે વધુ જાણકારી ન હતી.

કોમલે જણાવ્યું મારા પિતાએ હંમેશા મને હિંમત આપી છે. તેમણે મને સમજાવ્યું તું શ્રેષ્ઠ છે, તેણે ઓપન યુનીવર્સીટી માંથી ગ્રેજયુએશન કર્યું છે, ત્યાર પછી તેણે ત્રણ ભાષાઓમાં અલગ અલગ યુનીવર્સીટી માંથી ગ્રેજયુએશન કર્યું.

લગ્ન પહેલા કોમલે ૧૦૦૦ના પગારમાં પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. તે સ્કુલમાં ભણાવવા જતી હતી, તેણે ગુજરાત લોક સેવા આયોગ (GPSC) ને મેંસમાં ક્લીયર કરી લીધી હતી. તેવામાં મારા લગ્ન એક NRI સાથે થયા. તેને ન્યુઝીલેન્ડ રહેવું હતું. મેં સ્થિતિ સાથે સમાધાન કર્યું અને પતિની વાત માની લીધી.

મારી ઈચ્છા ઈન્ટરવ્યું આપવાની હતી, પરંતુ ન આપ્યું. કેમ કે હું તેની સાથે પ્રેમ કરતી હતી. તેવામાં તેની વાત માની લીધી. કોમલે જણાવ્યું, હું એ જાણતી હતી કે જેની સાથે હું પ્રેમ કરતી હતી, તે મને છોડીને જતો રહેશે, તે પણ લગ્નના ૧૫ દિવસ પછી.

જયારે મારા એક્સ-પતિ ન્યુઝીલેન્ડ ગયા, તો ત્યાંથી તેણે મને કોઈ કોલ ન કર્યો, જયારે મને ખબર પડી કે તે જતા રહ્યા છે, તો મેં વિચાર્યું કે હું તેની પાછળ ન્યુઝીલેન્ડ જઈશ અને તેને પાછો લઈને આવીશ, કેમ કે તે સમયે મારી દુનિયા અટકી ગઈ હતી, મારા જીવનનો એ એટલો મોટો ઝટકો હતો, જેને સમજાવી નથી શકતી.

થોડા સમય પછી મને અહેસાસ થયો કે કોઈ પણ માણસને બળજબરી પૂર્વક પોતાના જીવનમાં નથી લાવી શકાતા, સાથે જ કોઈ પણ માણસની પાછળ ભાગવું જીવનનો હેતુ નથી હોઈ શકતો, જેથી મને મારા જીવનનું ધ્યેય સ્પષ્ટ દેખાવા લાગ્યું. કોમલને લોકોએ તેને પોતાના પતિ સાથે છુટાછેડા લઈને ફરી વખત લગ્ન કરવાની સલાહ આપી, પરંતુ કોમલે નક્કી કરી લીધું હતું કે હવે તેને પિતાની કારકિર્દી બનાવવી છે. તેણે યુપીએસસીની તૈયારી કરવાનું નક્કી કરી લીધું.

તે દરમિયાન કોમલને ૫૦૦૦ રૂપિયાની ટીચરની નોકરી મળી, પોતાના માતા પિતા અને સાસરિયાથી દુર કોમલ એક એવા ગામમાં જઈને રહેવા લાગી હતી જ્યાં, ન તો ઈન્ટરનેટ હતું અને ન તો મેગેઝીન અને ન તો અંગ્રેજી સમાચાર પત્ર, પરંતુ છતાં પણ તેણે યુપીએસસી પરીક્ષાની તૈયારી ચાલુ રાખી.

યુપીએસસીની તૈયારી દરમિયાન પણ કોમલે એક પણ રજા લીધી ન હતી. મેંસ પરીક્ષા દરમિયાન કોમલ મુંબઈ પરીક્ષા આપવા જતી. રાત આખી ટ્રેનમાં બેસીને મુંબઈ જતી અને રવિવારની સાંજે ગામમાં પાછી આવતી. પછી સોમવારે સ્કુલ જતી. ઈન્ટરવ્યું દરમિયાન તેને દિલ્હી આવવાનું હતું. ત્યારે પણ તેણે એક પણ રજા ન લીધી હતી. આજે તે ઘણી મહિલાઓ માટે પ્રેરણા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.