લાંબા સમય પછી અનુષ્કા શર્માએ તોડ્યું મૌન, કહ્યું – ‘ફિલ્મોથી એટલા માટે દૂર છું…’

અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. ફિલ્મોથી દુર રહેવા છતાં પણ સમાચારોએ તેનો સાથ ક્યારે પણ નથી છોડ્યો. આમ તો તેણે હાલમાં જ એક પ્રોજેક્ટ સાઇન કરી લીધો છે. જેને લઈને તે થોડા દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય પણ બનેલી હતી. તેણે ઝૂલવ ગોસ્વામીની બાયોપિક ઉપર કામ કરવાનું શરુ કર્યું છે. આમ તો આ ફિલ્મને લઈને હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. પરંતુ અનુષ્કા સાથે ઝૂલનના ફોટા થોડા દિવસોથી સામે આવ્યા હતા. તેથી એ અનુમાન લગાવી શકાય છે કે તેણે તે પ્રોજેક્ટને સાઇન કરી લીધો છે.

અનુષ્કા થોડા લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દુર છે. તેની છેલ્લી ફિલ્મ ઝીરો અને સુઈ ધાગા હતી. તે બંને ફિલ્મોમાં અનુષ્કાએ એક સાથે કામ કર્યું હતું. ત્યાર પછી થી જ અનુષ્કાની કોઈ ફિલ્મ મોટા પડદા ઉપર નથી આવી. તેનું કારણ જયારે તેને પૂછવામાં આવે છે, તો તે તેનો જવાબ આપે છે.

અનુષ્કા જણાવે છે કે હાલના દિવસોમાં ફિલ્મોમાં એક સાથે કામ કરવાથી તે ઓટોપાયલટમાં જતી રહી હતી. અને તે શારીરિક માનસિક રીતે ઘણી થાકી ગઈ હતી. તે જણાવે છે કે જયારે તે એક જ સમયમાં બે ફિલ્મોનું શુટિંગ કરી રહી હતી તો તે આ સિચુએશનને કેવી રીતે હેન્ડલ કરતી હતી. અનુષ્કા જણાવે છે કે તેણે તે બંને ફિલ્મોને હેંડલ તો જરૂર કરી પરંતુ તે તેના આરોગ્યને લઈને સારું ન હતું.

અનુષ્કા પોતાના વીતેલા દિવસોને યાદ કરતા જણાવે છે કે તે સમયે તેની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ હતી. અને તે સ્થિતિ તેના શેડ્યુલની ગણતરીએ ફીટ થઇ ન હતી. અનુષ્કા માને છે કે ક્યારે ક્યારે પોતાના કામ માંથી બ્રેક લેવો જોઈએ. થોડા સમય માટે આ બધી વસ્તુથી દુર રહેવું જોઈએ.

અનુષ્કા શર્મા જણાવે છે કે કામ માંથી બ્રેક લેવાનો કોઈ સૌથી સારો સમય નથી હોતો. જયારે તમને લાગે કે આ વસ્તુ તમારી મુજબ નથી ચાલી રહી, તો બ્રેક લઇ લેવો જોઈએ અને મેં એવું જ કર્યું. અનુષ્કા જણાવે છે કે તે જીવનમાં આગળ વધવા માગતી હતી, અને પોતાને બ્રેક આપીને પોતાને પડકાર પણ આપવા માગતી હતી. તેનાથી તમે સ્થતિને જાણી શકો છો અને તે તમામ સ્થિતિ માંથી થોડા બહાર રહો છો.

જયારે અનુષ્કાને પૂછવામાં આવ્યું કે લાંબા સમયથી મોટા પડદા ઉપરથી ગુમ કેમ છો? તો તેમણે જણાવ્યું કે તે પોતાની ફિલ્મોની સ્પીડને ધીમી કરવા માંગે છે. અને પોતાના જીવન ઉપર ધ્યાન આપી રહી છે. અનુષ્કાએ આગળ જણાવ્યું કે તે હાલમાં પોતાના ક્લોથીંગ બ્રાંડ નુશને વધુ આગળ વધારવા માંગે છે અને તે હાલમાં તેમાં વ્યસ્ત છે. તેની સાથે જ તે અંગત જીવનને આગળ વધારવામાં વ્યસ્ત છે.

અનુષ્કા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે પણ હાલમાં ઘણો આનંદમય સમય પસાર કરતી જોવા મળે છે. ભલે હાલ અનુષ્કા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહાર હોય, પરંતુ તેણે પોતાને બોલીવુડમાં સારી રીતે સ્થાપિત કરી છે. તે વાત પણ તેને વધુ સમજપૂર્વક સારી રીતે સાબિત કરે છે કે તેણે થોડા દિવસો માટે ફિલ્મી દુનિયા માંથી બ્રેક લીધો અને પોતાના માટે સમય કાઢ્યો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.