ભિખારીના મૃત્યુ પછી એની ઝૂંપડીમાંથી મળ્યા એટલા પૈસા કે ગણવામાં જ 8 કલાક લાગ્યા

આજકાલના સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે, લોકોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. એવામાં લોકો તેને પહોંચી વળવા માટે અનેક પ્રકારની ટ્રીક અજમાવી રહ્યા છે. અમુક લોકો સખત મહેનત કરીને ગુજરાન ચલાવે છે, તો અમુક લોકો ખોટા ધંધા કરીને પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને ઘણા લોકો ભીખ માંગીને પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

અને ઘણા ભીખારીઓ તો એટલા બધા પૈસાદાર હોય છે કે, તેના વિષે આપણે વિશ્વાસ પણ ન કરી શકીએ. અને આજે અમે તમને આવા જ એક ભિખારીની વાત કરવા જઈ રહ્યા છીએ, જેની પાસે એટલી મિલકત નીકળી કે જેના અંગે આપણે વિચારી પણ નહિ શકીએ.

મુંબઈમાં ગોવંડી રેલ્વે સ્ટેશન ઉપર એક ભિખારીને લોકલ ટ્રેનની ટક્કર લાગતા શુક્રવારના રોજ તેનું મૃત્યુ થઇ ગયું હતું. રેલ્વે પોલીસ જયારે કુટુંબીજનોની શોધમાં ભિખારીના ઘરે પહોંચી તો તેમના હોંશ ઉડી ગયા.

ખાસ કરીને રેલ્વે પોલોસને ઝુપડીમાં પૈસા ભરેલી ગુણો અને થેલીઓ મળી જેમાં લગભગ બે લાખ રૂપિયાના સિક્કા અને રોકડ હતી. જે ગણવામાં પોલીસને ૮ કલાક લાગી ગયા.

એટલું જ નહિ ભિખારીના ઘરેથી બેંક પાસબુક પણ મળી છે. જેમાં કુલ ૮ લાખ ૭૭ હજાર રૂપિયા જમાની રસીદ મળી છે. ભિખારીની ઓળખ બીરંદી ચંદ આઝાદ તરીકે થઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આઝાદ મુંબઈની લોકલ ટ્રેનમાં ભીખ માંગતો હતો.

શુક્રવારે રેલ્વે લાઈન ક્રોસ કરતી વખતે તેનું ટ્રેનની ટક્કરથી મૃત્યુ થઇ ગયું હતું. રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝુપડીમાંથી આધાર કાર્ડ, પેન કાર્ડ અને સીનીયર સીટીઝન કાર્ડ મળ્યું છે, જેની ઉપર રાજસ્થાનનું સરનામું લખેલું છે.

ભિખારીના પાડોશીઓએ જણાવ્યું કે, પહેલા બીરભીચંદ આઝાદ સાથે તેનું કુટુંબ પણ રહેતું હતું, પરંતુ પાછળથી તેનું આખું કુટુંબ જતું રહ્યું અને તે એકલો રહેવા લાગ્યો. ભરણપોષણ માટે તે ભીખ માંગવા લાગ્યો.

હાલમાં ભિખારીના ઘરેથી મળેલા પૈસા જપ્ત કરી લેવામાં આવ્યા છે, અને આધાર કાર્ડ ઉપર આપવામાં આવેલા સરનામાં ઉપર તેના કુટુંબીજનોને શોધવા માટે જીઆરપી રવાના થઇ ગઈ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.