જજ બનતા જ છોકરી એ BF ને કહ્યું – હવે તું મારા લેવલ પ્રમાણે નથી, છોકરા ને મન ઉપર લાગી ગઈ વાત અને તે પણ બની ગયો જજ

આપણા વડવાઓ હંમેશાથી જ આપણને શિખામણ આપતા રહે છે, કે ક્યારે પણ કોઈને પોતાથી નાના સમજવાની ભૂલ ન કરવી જોઈએ, અને ન તો કોઈને નીચા દેખાડવાનો પ્રયાસ કરવો જોઈએ. કેમ કે સમય વિષે કહેવામાં આવે છે કે સમયને બદલાતા વાર નથી લગતી. એવી જ એક ઘટના આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને વિશ્વાસ રાખો કે તેને સાંભળીને તમે દંગ રહી જશો.

હાલમાં જ ૧૩ ઓક્ટોમ્બરના રોજ યુપી લોક સેવા આયોગ દ્વારા સિવિલ જજ એન્ટ્રેન્સ પરીક્ષા PCS-j ૨૦૧૬ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ગાજીપુરના ઔડીહારના રહેવાસી અમિત વર્મા નામના એક છોકરાએ ૧૫૨ મો નંબર મેળવીને દુનિયાને એક વિશેષ ઓળખ આપી દીધી. તેની ઉપર જ્યારે મિત્રએ અમિતને જે કહ્યું તે ઘણું લાગણીશીલ હતું. અમિતે કવિતાના અંદાજમાં કહ્યું ‘મજધાર વચ્ચે છોડ્યો હતો મારો સાથ તે બેવફાએ, સમયનો ચમત્કાર કાંઈક એવો થયો કે તે ડૂબ્યો અને અમે પાર નીકળી ગયા છીએ.’

વેસ્ટ બંગાળના પીસીએસ (જે) વર્ષ ૨૦૧૨ માં કર્યુ હતું પાસ : વાતચીતમાં અમિત વર્માએ જણાવ્યું, કે તેમની માં એક સામાન્ય એવી હાઉસ વાઈફ છે, અને પપ્પાનું વર્ષ ૨૦૧૧ માં કેન્સરને લીધે અવસાન થઇ ગયું. તેવામાં ભાઈએ નાના મોટા ધંધાથી જ ઘર ખર્ચ ચલાવ્યું. પપ્પાનું હંમેશાથી સપનું હતું કે હું મોટો થઈને જજ બનું, પરંતુ હવે મેં તેમનું સપનું પૂરું કર્યુ તો તે પાસે નથી.

૧૮ મો નંબર મેળવીને પણ ન થયું સિલેકશન : અમિતએ ૨૦૦૪ માં અલ્હાબાદ યુનીવર્સીટીમાં લો માટે એડમીશન લીધું હતી. પરંતુ ત્યાં તેને ગમ્યું નહી. પછી સીલીગુડી માંથી લો કરી બીએચયુ માંથી LLM પૂરું કર્યુ. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૧૨ માં વેસ્ટ બંગાળમાં રહીને તેણે PCS-j ક્લિયર કર્યુ હતું. જેમાં અમિતએ ૧૮ મો નંબર મેળવ્યો હતો. પરંતુ સિલેકશન માત્ર ૧૪ નંબર વાળા સુધી જ થયું. તે હવે અલ્હાબાદ યુનીવર્સીટી માંથી પીએચડી કરી રહ્યા છે. અમિતની એપીઓ ૨૦૧૫ નું પરિણામ આ વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યું હતું, જેમાં તેનું સિલેકશન પણ થઇ ગયું હતું. પરંતુ તે પોતાની PCS-j ની રાહ જોઈ રહ્યા હતા.

જજ બનેલી ગર્લફ્રેન્ડએ કરી લીધો બ્રેકઅપ : અમિતએ પોતાની સફળતાની વાત સંભળાવતા જણાવ્યું કે ૨૦૧૨ માં વેસ્ટ બંગાળના PCS-j નું પરિણામ આવ્યું, જેમાં તેને ૧૮ મો નંબર આવ્યો હતો. તે વખતમાં એક છોકરી પણ હતી, જેણે અમિત સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી. બન્નેની મિત્રતા ધીમે ધીમે વધવા લાગી અને જોત જોતામાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

ગર્લફ્રેન્ડને લઈને પ્રાઈવેટ જોબ પણ કરવી પડી : વાત લગ્ન સુધી પહોંચી, પરંતુ છોકરી હંમેશા અમિતની બેરોજગારીને લઈને કટાક્ષ કરતી હતી. ગર્લફ્રેન્ડને ખુશ કરવા અમિત દિલ્હીમાં પ્રાઈવેટ જોબ પણ કરવા લાગ્યો. જોબ કરતા-કરતા તેની સામે તેના પિતાનું જજ બનવાનું સપનું હંમેશા તેને દુ:ખી કરતું હતું. એટલા માટે એક દિવસ ૨૦૧૫ માં LLM કરવા માટે તેને બીએચયુમાં એડમીશન લઇ લીધું.

જજ બનતા જ છોકરીએ છોડ્યો સાથ : તે વાતની જાણ ગર્લફ્રેન્ડને મળતા જ બન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું અને એક વખત ફરી બેરોજગારીને કારણે જ આ મીઠા સંબંધમાં કડવાશ આવી ગઈ. થોડા દિવસો પછી અમિતને જાણ થઇ કે છોકરીના લગ્ન થઇ ગયા છે. લગ્નના સમાચારે અમિતને અંદરથી ભાંગી નાખ્યો અને તે ડીપ્રેશનમાં જતો રહ્યો. જે કારણે તેનું અભ્યાસમાં ક્યારે પણ મન લાગતું ન હતું.

તે દરમિયાન ઘરવાળા લગ્નની ઘણી ઓફર લાવતા હતા પરંતુ અમિત બધા માટે ના કહી દેતો હતો. કેમ કે હજુ સુધી તેને પિતાજીનું સપનું પૂરું કરવાનું હતું. આ સપનાએ તેને ધીમે ધીમે ડીપ્રેશન માંથી બહાર કાઢ્યો અને આજે પરિણામ સૌની સામે છે.

નોંધ : ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રયત્ન કરવા વાળાની ક્યારે પણ હાર નથી થતી. તમને સમાચાર કેવી લાગી અમને જરૂર કમેન્ટ કરી જણાવશો અને તેને શેર પણ કરો.