બોલીવુડમાં સંબંધ બનતા રહે છે અને ખરાબ પણ થતા રહે છે. અહીં સંબંધનું કેટલું મહત્વ છે એ કોઈનાથી છુપાયેલું નથી. આજે તેમનો એકબીજા સાથે સંબંધ તો છે પણ બીજા જ ક્ષણે એમને પારકા થતા વધારે સમય લાગતો નથી. આજે જે સ્ટાર્સ એકસાથે દેખાઈ રહ્યા છે તે ક્યારે અને કેવી રીતે એકબીજાના દુશ્મન બની જાય તે ક્યારે કહી શકાય નહિ.
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં મિત્રતા અને દુશ્મની ચાલતી જ રહે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત ઇન્ડસ્ટ્રીમાં જ નહિ પણ પોતાના ખાનગી જીવનમાં પણ કેટલાક સ્ટારનું પોતાના ઘરવાળાઓ સાથે બનતું નથી. કે એમ કહીએ કે આ સ્ટાર સફળ થયા પછી પોતાના ઘર વાળાઓને ભૂલી ગયા અને તેમને દગો આપી દીધો. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા બોલીવુડના એવા 10 સેલેબ્રીટીસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમને સફળતાનો નશો કંઈક એવો ચડ્યો કે પોતાના ઘરવાળાઓને દગો આપતા દેખાઈ ચુક્યા છે.
અમિષા પટેલ :
બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે પોતાના ઘરવાળા પર માનસિક ત્રાસ અને એકાઉન્ટમાં પૈસાની સાથે હેરા ફેરીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ તેમણે “કહો ના પ્યાર હૈ” અને “ગદર” જેવી હિટ ફિલ્મો આપ્યા પછી લગાવ્યા હતા.
મંદના કરીમી :
મંદના કરીમીએ પોતાના પતિ અને સસરા પક્ષ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પર એક્ટિંગ લાઈનને છોડવા માટે દબાણ અપાયું હતું.
કૃષ્ણા અભિષેક :
કૃષ્ણા અભિષેક બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદના ભત્રીજા તરીકે ઓળખાય છે. ગોવિંદના નામના કારણે પોતાના કરિયરને સફળ કરનારા કૃષ્ણા અભિષેક રિયલ લાઈફમાં તેમના પરિવાર સાથે વાત પણ કરતો નથી. સફળ થવાના પહેલા તે તેમની સાથે જ રહેતો હતો.
અરશદ વારસી :
બોલીવુડના સર્કીટ એટલે કે અરશદ વરસીમાં પણ પ્રસિદ્ધ થયા પછી ધમંડ આવી ગયો હતો. જાણકારી અનુસાર જાણવામાં આવ્યું હતું કે પ્રખ્યાત થયા પછી તેમણે પોતાના સંબંધીઓ અને પિતરાઈ ભાઈ અનવર હુસૈનથી અંતર બનાવી લીધુ હતું.
પ્રતીક બબ્બર :
પ્રતીક બબ્બર પ્રખ્યાત એક્ટર રાજ બબ્બર અને સ્મિતા પાટીલનો દીકરો છે. બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કર્યા પછી તેમણે પોતાના પિતા પર આરોપ લગાવ્યો હતો, કે તે પોતાના બીજા પરિવારની સાથે વધારે સમય પસાર કરે છે. આરોપ લગાડતા જ તેમણે પોતાના પિતા સાથે અંતર બનાવી લીધુ હતું.
કંગના રનૌત :
બોલીવુડની કવિન ભલે આજે પોતાના પરિવાર પર જીવ નાખે છે, પરંતુ સફળ થયા પછી એક સમય એવો પણ હતો જયારે તેણે પોતાના પરિવાર પર આરોપ લગાડ્યો હતો, કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે ઘરવાળાઓ તરફથી તેમને કોઈ પ્રકારનો સપોર્ટ મળ્યો નહોતો. અને એના કારણે તેણે તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
રોહિત શેટ્ટી :
બોલીવુડમાં ગોલમાલ કરીને પૈસા કમાનારા એટલે કે ગોલમાલ જેવી ફિલ્મો કરીને પૈસા કમાનારા રોહિત શેટ્ટી આજે બોલીવુડના ટોપ એક્સન ડાયરેક્ટરમાંથી એક છે. પરંતુ તેમના સંબંધ તેમના ઘરવાળાઓ સાથે કંઈક ખાસ નથી. મીડિયા રિપોર્ટના મુજબ સફળ થયા પછી તેમને પોતાના ભાઈ હ્રિદય શેટ્ટી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
સિદ્ધાર્થ સાગર :
પ્રખ્યાત કોમેડિયન સિદ્ધાર્થ સાગરે પણ પોતાની માં પર મેન્ટલ ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે તેમની માં તેમને પાગલ સાબિત કરીને પાગલખાનામાં મોકલવા માંગતી હતી. અને તેમના જોડેથી બધા પૈસા લઇ લેવા માંગતી હતી.