આ કેવો દેશ છે મારો : માં બાપના મૃત્ય પછી એક એક રોટલી માટે ભીખ માંગી રહી છે 3 અનાથ છોકરીઓ

આજે અમે એક કરુણ કિસ્સો લઈને આવ્યા છીએ, જેમાં ત્રણ અનાથ દીકરીઓ કેવી રીતે પોતાનું જીવન જીવે છે એની વાત છે. થોડા સમય પહેલા હર્યુ ભર્યુ પરિવાર હતું, પરંતુ નસીબનો એવો કરુણ મારો થયો કે પિતાના મૃત્યુ પછી જ માતાનું પણ મૃત્યુ થઇ ગયું. તે સમયે ત્રણ દીકરીઓ અનાથ થઇ ગઈ. જીવન નિર્વાહનો કોઈ આશરો ન હોવાને કારણે રોજ ત્રણે બહેનો દિવસની ભૂખ તો સ્કુલમાં આંગણવાડીનું ખાઈને પૂરી કરતી હતી, પરંતુ સાંજે આજુબાજુના ઘરો માંથી રોટલી માંગીને એક વર્ષથી પોતાના પેટની આગ શાંત કરી રહી છે.

કમલેશ કુમાર શર્મા, અણત રામ, કૈલાશ શર્માએ જણાવ્યું, કે ગ્રામ પંચાયત ગોઠડાના બ્રાહ્મણોના વાસ વેરવા ઢાણીના રહેવાસી શ્રવણલાલ વેરવાનું ટીબીની બીમારીથી દોઢ વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું. તેમની પત્ની લલીતા દેવી પણ ટીબીથી પીડિત હતી. ગરીબીને કારણે બાળકીની દેખભાળ કરવામાં અસમર્થ હોવાને કારણે તેણે ચાકુથી પોતાનું ગળું કાપીને જીવન લીલા સમાપ્ત કરી લીધી. તમામ સમાજના લોકો જનસેવાના મોટા દાવા કરે છે, પરંતુ આજ સુધી આ અનાથ દીકરીઓની કોઈએ ભાળ પણ નથી લીધી. ગામના લોકો જ જે કાંઈ સહાયતા થઇ શકે એટલી કરી લે છે.

ચિંતા : માતા-પિતાના મૃત્યુ પછી સગા સંબંધિઓએ પણ મોઢું ફેરવી લીધું. મોટી દીકરી રેખાએ જણાવ્યું, કે માં-બાપ જીવતા હતા ત્યારે તો મામા-મામી સગા સંબંધિઓ બધા આવતા જતા રહેતા હતા. માં-બાપના મૃત્યુ થયાના દિવસથી આજ સુધી ન તો મામા-મામી આવ્યા અને ન તો કોઈ સંબંધી. રહેવા માટે એક રૂમ તો છે પરંતુ ખાવા પીવા માટે કોઈ સહારો નથી.

અભ્યાસ માટે નહિ, ભૂખ શાંત કરવા માટે જઈએ છીએ ત્રણે બહેનો સ્કુલ : ગરીબીમાં અભ્યાસ તો ન થઇ શકે, પરંતુ શું કરીએ પેટ ભરવા માટે રોજ ત્રણે બહેનો સ્કુલ જઈએ છીએ. દિવસમાં ત્યાં બનતા મીડડે મિલથી ભૂખ મટાડી લઈએ છીએ અને સાંજે આડોસ પડોશમાં જઈને રોટલી માંગીને લઇ આવીએ છીએ. તે ખાઈને રાત પસાર કરી લઈએ છીએ.

સ્કુલમાં રજા હોય તો દિવસે રહેવું પડે છે ભૂખ્યું : રેખા (૧૨ વર્ષ) અનીતા (૮ વર્ષ) અને પ્રીતિ (૪ વર્ષ) એ જણાવ્યું કે સ્કુલમાં અભ્યાસ કરવા વાળા દરેક બાળક રજાઓ આવવાની રાહમાં આનંદ અનુભવે છે. પરંતુ અને ત્રણે બહેનોને એક જ ચિંતા સતાવે છે, કે સ્કુલમાં રજા હશે તો ભૂખમાં જ દિવસ પસાર કરવો પડશે.

બીજા બાળકોને જોઈને જ મનને કરી લઇએ છીએ ખુશ : ત્રણે બહેનોએ જણાવ્યું કે ગામના બધા બાળકો તહેવાર ઉપર નવા કપડા પહેરે છે. અમારે પાડોશીઓએ આપેલા જુના કપડા પહેરીને જ સંતોષ માનવો પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.