લગભગ બધાજ ઘરો માં અગરબત્તી ઉપયોગમાં લેવાતી જ હશે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજકાલ બજારમાં જે સુગંધિત અગરબત્તી મળે છે તેમાં 95% માં ઝેરી કેમિકલ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા ઝેરી તત્વો ન ફક્ત હવા ને પ્રદુષિત કરે છે ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે. કેટલાક તત્વો જેમકે benzene, carbonyls એ સિગારેટ થી પણ વધારે નુકશાન કરે છે કેટલાક તો કેન્સર ને પણ નોતરે છે. આ હું નથી કહી રહ્યો રિસર્ચ કહી રહ્યું છે જે ગુગલ પર મળી જશે.
અગરબત્તી નો ઉલ્લેખ ભારતીય પ્રાચિન પુસ્તકો માં ક્યાંય પણ નથી. આપણે ત્યાં દીવો, હવન અને ધૂપ નો ઉલ્લેખ છે. આયુર્વેદ માં માં ધૂપ દ્વારા ચિકિત્સા નું આખું ચેપટર છે. પ્રસુતિ, જ્વર ના રોગો થી લઈને બહુચર્ચિત મ્યુકરમાઇકોસિસ ના ઉપચારમાં ધૂપ નો ઉપયોગ થાય છે. બે રિસર્ચર એ વેદો ના અભ્યાસ કરીને ધુપકર્મ ઉપર પુસ્તક લખ્યું છે.
આપણે પર્યાવરણ પ્રેમી તરીકે હવામાં ઝેર ફેલાવતી અગરબત્તી ન વાપરીએ. અગરબત્તી ના અવેજમાં ધૂપબત્તી વાપરી શકીએ છીએ. (બેશક વિજ્ઞાન પ્રમાણે કઈ પણ સળગે એટલે કાર્બન ઉત્પન્ન કરે પણ ધુપકર્મ માં દર્શાવેલ ઔષધિઓ ના ઉપયોગથી બનેલ ધૂપબત્તી દ્વારા હવા શુદ્ધ પણ થઇ શકે છે.) ધૂપબત્તી ના ઘેર ઘેર વપરાશથી પૈસો ખેડૂતો ને રોજગાર પણ આપશે ને ગાયમાતા દ્વારા થતા આર્થિક ઉપાર્જન માં વધુ એક વસ્તુ ઉમેરાશે.
– ઉદય પટેલ (વન વગડો ગ્રુપ)
ધૂપકર્મ પુસ્તક ઓનલાઇન વાંચવા માટે ગુગલમાં dhoopana karma pdf લખી સર્ચ કરો મળી જશે.