99% લોકો નથી જાણતા ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનું અંતર હતું, શું તમે જાણો છો?

ભગવાન રામ અને સીતાનું જીવન આજે પણ લોકો માટે ઉદાહરણ છે. લોકોને રામની જેમ જીવવાની સલાહ આપવામાં આવે છે. ભગવાન રામ અને સીતા કરોડો લોકોના આરાધ્ય દેવ છે. બાળપણથી લઇને ઘડપણ સુધી દરેક રામયણ જુવે કે સાંભળે જરૂર છે. રામાયણમાં ભગવાન રામ અને સીતાના જીવનની વ્યાખ્યા કરવામાં આવી છે. રામાયણ એક ધાર્મિક પુસ્તક છે, જેના આધાર ઉપર લોકો ભગવાન રામ અને સીતાના જીવનની મુશ્કેલીથી માહિતગાર થાય છે. એટલે આજે અમે તમારા માટે રામાયણ સાથે જોડાયેલા એક એવા રહસ્ય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે આજ સુધી અજાણ હશો. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ઘણી વખત રામાયણ વાંચવા કે જોયા પછી તમારા લોકોના મનમાં એક પ્રશ્ન જરૂર આવ્યો હશે, કે ખરેખર ભગવાન રામ અને સીતા વચ્ચે ઉંમરનો તફાવત શું હશે? આમ તો ભગવાન રામ અને સીતાની ઉંમરનું વર્ણન ખાસ કરીને બીજે ક્યાંય પણ નથી કરવામાં આવ્યું, પરંતુ રામાયણમાં તેનું વર્ણન થયું છે. રામાયણમાં એ જણાવવામાં આવ્યું છે, કે ભગવાન રામ અને સીતા વચ્ચે ઉંમરનું અંતર કેટલું છે? તમે પણ આખી રામાયણ વાંચી લીધી હશે, પરંતુ ક્યારે પણ એ રહસ્ય ઉપર તમારું ધ્યાન જ નહિ ગયું હોય.

ભગવાન રામ અને સીતા વચ્ચે ઉંમરનું આટલું અંતર છે :

રામાયણમાં ભગવાન રામ અને સીતા વચ્ચેના ઉંમરના તફાવતની વાત કરવામાં આવે છે. જયારે રામાયણનું પ્રસારણ કરવામાં આવે છે, ત્યારે ઉંમર વિષે નથી જણાવવામાં આવતું. પરંતુ રામાયણમાં લખવામાં આવેલા એક દોહાથી ખબર પડે છે, કે ખરેખર ભગવાન રામ અને સીતા વચ્ચે ઉંમરનું કેટલું અંતર હતું. હિંદુ ધર્મમાં છોકરા અને છોકરીના જયારે લગ્ન થાય છે, સૌથી પહેલા ઉંમર જોવામાં આવે છે અને પછી તે ગણતરીએ વાત આગળ વધે છે.

દોહો : ‘वर्ष अठारह की सिया, सत्ताइस के राम। कीन्हों मन अभिलाष तब, करनो है सुर काम॥’

દોહાનો અર્થ : આ દોહાનો અર્થ છે કે ભગવાન રામ અને સીતા વચ્ચે ૯ વર્ષનું અંતર હતું. હાં, વાલ્મીકી રામાયણ મુજબ ભગવાન રામ અને સીતા વચ્ચે ૯ વર્ષનું અંતર હતું. ભગવાન રામની ઉંમર તે સમયે ૨૭ વર્ષ હતી, તો તે સીતા મૈયાની ઉંમર ૧૮ વર્ષની હતી. એટલે ભગવાન રામ તે સમયે સીતા મૈયાથી ૯ વર્ષ એક મહિનો મોટા હતા. ભગવાન રામને પ્રસન્ન કરવા માટે દેવી સીતાએ વ્રત કર્યુ હતું, જો કે સ્ત્રીઓ માટે એક ઉદાહરણ છે.

સ્ત્રીઓ માટે ઉદાહરણ છે માતા સીતા :

માતા સીતાનું જીવન સ્ત્રીઓ માટે ઉદાહરણ છે. માતા સીતાએ ભગવાન રામને પ્રસન્ન કરવા માટે વ્રત કર્યુ હતું. એ વ્રતને મહિલાઓ સીતા નોમના દિવસે કરે છે. એ વ્રતને જે પણ સ્ત્રી કરે છે, તેનું ઘર પરિવાર હંમેશા માટે જળવાઈ રહે છે. એટલું જ નહિ, તે વ્રતથી ઘરમાં સુખ શાંતિ પણ આવે છે, અને કોઈ પ્રકારનો કલેશ થતો નથી.