વિમાનમાં મુસાફરી કરવી દરેક મધ્યમ વર્ગના માણસોનું સપનું હોય છે. પણ હવાઈ મુસાફરીના ભાડા એટલા મોંઘા હોય છે સામાન્ય માણસને પોસાઈ શકતા નથી. માટે લોકો એને છોડીને બીજા વિકલ્પ જેવા કે ટ્રેન, બસ પસંદ કરે છે. પણ અમે તમને જણાવીએ કે માત્ર 999 રૂપિયાના શરૂઆતના ભાડા સાથે તમે વિમાનમાં મુસાફરી કરી શકો છો, તો કદાચ તમે વિશ્વાસ નહિ કરો. પણ આ વાત સત્ય છે. જાણીતી એયર લાઈન્સ કંપની એયર એશિયા (AirAsia) ફેસ્ટીવલ ઓફર લાવી છે. અને આ ઓફર અંતર્ગત તમે આ લાભ ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ શું છે આ ઓફર અને ક્યાં સુધી છે આ ઓફર.
જો તમે શિયાળામાં ક્યાંક ફરવાનો પ્લાંનિંગ બનાવી રહ્યા છો, તો તમારા માટે એક ખાસ ઓફર છે. આ ઓફર એયરલાઇન્સ કંપની એયર એશિયા (AirAsia) ની તરફથી આપવામાં આવી રહી છે. એના અંતર્ગત તમે ફક્ત 999 રૂપિયાના શરૂઆતી ભાડામાં વિમાનની ટિકિટ ખરીદી શકો છો.
હકીકતમાં એયર એશિયાએ ફેસ્ટિવલ સેલ નામથી એક ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત આ કંપની ફક્ત 999 રૂપિયામાં હવાઈ યાત્રાનો આનંદ ઉઠાવી શકવાનો અવસર આપી રહી છે. 7 જાન્યુઆરીથી શરુ થયેલી આ ઓફર અંતર્ગત 20 જાન્યુઆરી 2019 સુધી ટિકિટ બુકીંગ કરાવી શકાય છે. અને યાત્રા 21 જાન્યુઆરીથી જુલાઈ 2019 વચ્ચે કરી શકાય છે.
આ ઓફર એયર એશિયાની ઓફિશિયલ વેબસાઈટ અને એયર એશિયા મોબાઈલ એપથી બુક થયેલી બધી ટિકિટ પર લાગુ થશે. એયર એશિયા બિગ મેમ્બર્સ પણ પોતાના એયર એશિયા બિગ પોઈન્ટનો ઉપયોગ કરીને આ સેલનો ફાયદો ઉઠાવી શકે છે. જણાવી દઈએ કે 999 રૂપિયાનું શરૂઆતનું ભાડુ ઘરેલુ ફ્લાઇટ માટે છે, અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે ભાડું 2999 રૂપિયાથી શરુ થાય છે.
આ સેલ અંતર્ગત ભારતમાં એયર એશિયાની સર્વિસ ઉપલબ્ધ હોય એવી 19 જગ્યાઓ માટે ટિકિટ બુક કરાવી શકાય છે. એમાં દિલ્લી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, શ્રીનગર, કોચીન, ગોવા, જયપુર, ગુવાહાટી, ઇંફાલ, ચંદીગઢ, પુણે, વિશાખાપટ્ટનમ, બાગડોગરા, રાંચી, ભુવનેશ્વર, ઇન્દોર અને ચેન્નાઇ છે.
તેમજ ઓસ્ટ્રેલિયા, એશિયા અને એની બહારની 130 થી વધારે જગ્યાઓ આવરી લેવામાં આવશે. એમાં કુઆલાલંપુર, બેંકોક, ક્રૈબ્રી, સિડની, ઓકલેન્ડ, મેલબર્ન, સિંગાપુર અને બાલી શામેલ છે. આ ઓફર વિષેની વિસ્તૃત જાણકારી માટે તમે https://newsroom.airasia ડોટ com/news/2019/1/7/airasia-announces-festive-sale લિંક પર જઈને મેળવી શકો છો. જોકે આ ઓફર ફક્ત એક તરફના રૂટ માટે હશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.