એશ્વર્યાને આજે પણ ખૂંચે છે ઇમરાન હાશમીના એ શબ્દ, કહ્યું – આ હતી તેની સૌથી ખરાબ કમેન્ટ

એશ્વર્યા રાય બચ્ચન એક એવી કલાકાર છે જેના અભિનયના કદાચ જ કોઈ વખાણ ન કરે. પરંતુ તેની સુંદરતાના તો દરેક ઘાયલ છે. પોતાની વાદળી આંખોનો જાદુ ચલાવનારી એશના ફેંસની કોઈ કમી નથી. એશએ પણ જમીનથી આસમાનની સફર પોતાના બળ ઉપર જ સિદ્ધ કરી છે. આમ તો પોતાના આટલા લાંબા બોલીવુડ કેરિયરમાં એક એવી વાત છે જે તેને ઘણી વધુ ખુંચે છે. એશ માટે કોઈએ એવી ટીપ્પણીનો ઉપયોગ કર્યો હતો જે આજ સુધી તેના દિલને દર્દ આપી જાય છે. એશએ પોતે તેના વિષે જણાવ્યું કે તેને આપવામાં આવેલી અત્યાર સુધીની સૌથી વધુ ખૂંચતી ટીપ્પણી કઈ હતી.

એશને ખુંચે છે આ શબ્દ :

ખાસ કરીને એશને પૂછવામાં આવ્યું, કે હજુ સુધી તેમણે પોતાના વિષે ઘણી એવી વાતો સાંભળી હશે. પરંતુ એવી કઈ ટીપ્પણી હતી જે તમને સૌથી વધુ ખરાબ લાગી. તેના ઉપર એશએ તરત કહ્યું, પ્લાસ્ટિક. તેમણે કહ્યું એ શબ્દ છે જે આજે પણ તેને ખુંચે છે. આ ટીપ્પણીની પાછળ કોનું નામ છે તેમણે ન બતાવ્યું. જો તમે એવું માની રહ્યા હશો કે કોઈ સામાન્ય માણસ કે સ્ટ્રગલના દિવસોમાં કોઈ ડાયરેક્ટરએ તેને કહ્યું હતું તો તમે ખોટું વિચારી રહ્યા છો.

ખાસ કરીને એ વાત નીકળી હતી ઇમરાન હાશમીના મોઢામાંથી, જે આજ સુધી એશના કાનોમાં તીરની જેમ ખુંચે છે. ખાસ કરીને કોફી વિથ કરનની સીઝન ૪ માં કરણ જોહરએ ઇમરાન અને મહેશ ભટ્ટને એક સાથે કાઉચ ઉપર ઈન્ટરવ્યું માટે બોલાવ્યા હતા. ત્યાર પછી તેમણે ઇમરાન સાથે રેપીડ ફાયર રાઉંડ રમ્યો હતો. જેમાં તેમણે ઘણા બોલ્ડ અને ખુલીને જવાબ આપ્યા હતા. તેમાં કરણએ એશ ઉપર ઇમરાનને ટીપ્પણી કરવાનું કહ્યું હતું, અને ઇમરાનએ ત્યારે એશને પ્લાસ્ટિક એટલે નકલી ગણાવી દીધી હતી. એ સમયે તો લોકો હસી ગયા અને એશ તરફથી કોઈ રીએક્શન ન આવ્યું હતું.

ઇમરાનએ માફી માગી :

હવે ખબર પડે છે કે એટલી જૂની વાત એશ ભૂલી નથી. ઇમરાનને એ વાતની ખબર પડતા જ તેમણે કહ્યું કે એશ માટે તે શબ્દ તેમણે માત્ર મજાકમાં કહ્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે તે હેંપર જીતવાના હેતુથી એવો જવાબ આપી દીધો હતો. તેમણે કહ્યું કે એશ્વર્યા સાથે મારે કોઈ વાંધો નથી અને તે તેના મોટા ફેન છે. સાથે જ ઇમરાનએ કહ્યું કે જો ક્યારેક તેમની એશ સાથે મુલાકાત થાય છે તો પોતાની આ ભૂલ માટે તે માફી માગી લેશે. માત્ર એશ ઉપર જ નહિ બીજી પણ ઘણી હિરોઈનો ઉપર ઇમરાન ઘણા બોલ્ડ ઓપીનિયન આપ્યા હતા.

મલ્લિકા શેરાવત માટે તેમણે કહ્યું હતું, કે જો તે તેના રૂમમાં ગયા તો કોઈ મુર્ખ જેવું પુસ્તક તેને મળશે, જેની ઉપર લખ્યું હશે હોલીવુડમાં સફળ કેરિયર બનાવવાના નુસખા. તેની ઉપર કરણ અને મહેશ ભટ્ટ બન્નેના મોઢા ખુલ્લા રહી ગયા હતા. સાથે જ શ્રદ્ધા કપૂરને તેને ખાવાની સલાહ આપી દીધી હતી. તેમના કહેવા મુજબ શ્રદ્ધા કાંઈક વધુ જ પાતળી લાગે છે. એટલું જ નહિ મલ્લિકા સાથે તેની ખુન્નસ પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે સૌથી ખરાબ કિસ કરવા માટે મલ્લિકાનું નામ લીધું હતું. હજુ તો એશની વાત આટલા વર્ષ પછી સામે આવી છે, જોવાનું રહેશે કે બીજા કેટલા લોકો પાસે ઇમરાન માફી માગશે.