આજે પણ રિલીઝ નહીં થયેલી આ ફિલ્મમાંથી વાયરલ થયો એશ્વર્યા રાયનો વિડીયો, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ઐશ્વર્યા રાય અને સુનિલ શેટ્ટીની એક એવી ફિલ્મ જે આજ સુધી રિલીઝ નથી થઈ શકી, 27 વર્ષ પછી તેનો વિડીયો થયો વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય આજકાલ ફિલ્મોથી દૂર જરૂર છે, છતાં પણ એશ્વર્યા રાયના ફેન્સ ઓછા નથી થયા. બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાયના દીવાના આજે પણ એટલા જ છે, જેટલા પહેલા હતા. હાલના દિવસોમાં એશ્વર્યા રાયનો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે લહેંગો પહેરેલી જોવા મળે છે. સાથે જ તે ડાંસ કરવાનો અભ્યાસ કરી રહી છે.

એશ્વર્યા રાય જે ડાંસ કરી રહી છે, તેના સ્ટેપને એક કેમેરો સતત કેદ પણ કરી રહ્યો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે એશ્વર્યા રાયનો આ વિડીયો છે, તે 23 વર્ષ જૂનો છે. એવામાં તમારા મનમાં એ પ્રશ્ન જરૂર ઉભો થઈ રહ્યો હશે કે, છેવટે 23 વર્ષ પહેલાના વિડીયોને હમણાં શા માટે જોવામાં આવી રહ્યો છે? તો હકીકતમાં તેનું કારણ એ છે કે, આજ સુધી એશ્વર્યા રાયની આ ફિલ્મ રિલીઝ જ નથી થઈ.

આ ફિલ્મનો વિડીયો છે :

એશ્વર્યા રાયનો જે વિડીયો જોવા મળી રહ્યો છે, તે એક બિહાઇન્ડ ધ સીન વિડીયો છે. રાધેશ્યામ સીતારામ ફિલ્મ માટે એશ્વર્યા રાય આ ડાંસ કરી રહી હતી. બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગતું સંભળાઈ રહ્યું છે, અને તેના પર એશ્વર્યા રાય ડાંસ પણ કરી રહી છે. એશ્વર્યા રાયે જાંબલી રંગનો લહેંગો પહેર્યો છે. સાથે જ તેમણે ભારે-ભરખમ દાગીના પણ પહેરેલા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોને શેયર કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ તે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ :

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 1997 ની હતી. અને કોઈ એવું કારણ રહ્યું કે, આજ સુધી આ ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. આ ફિલ્મ અટકી ગઈ અને અધૂરી જ રહી ગઈ. આ ફિલ્મમાં એશ્વર્યા રાય સાથે સુનિલ શેટ્ટી પણ હતા, જેની તે જમાનામાં ઘણી બધી ફિલ્મો સામે આવી રહી હતી.

સાથે જ પોતાની કોમેડીથી દર્શકોના દિલો પર રાજ કરવા વાળા પરેશ રાવલ પણ આ ફિલ્મમાં હતા. હકીકતમાં ફિલ્મ આખી બની શકી ન હતી. જી હાં, તેનું શૂટિંગ અધૂરું રહી ગયું હતું. હવે આટલા વર્ષો પછી આ ફિલ્મનો બિહાઇન્ડ ધ સીન વિડીયો ખુબ વાયરલ થતો દેખાઈ રહ્યો છે.

તેમની સાથે હોત પહેલી ફિલ્મ :

જો આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોત તો સુનિલ શેટ્ટી સાથે એશ્વર્યા રાયની આ પહેલી ફિલ્મ પણ હોત. જો કે, એવું બની શક્યું નહિ, પછી એશ્વર્યા રાયે વર્ષ 2004 માં સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ ‘ક્યોં હો ગયા ના’ માં કામ કર્યું હતું, અને ત્યારબાદ તે સુનિલ શેટ્ટી સાથે વર્ષ 2006 માં ફિલ્મ ‘ઉમરાવ જાન’ માં જોવા મળી હતી.

આ વિડીયોના વાયરલ થવા પહેલા એશ્વર્યા રાયના ફોટોશૂટના પણ ઘણા ફોટા સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. આ ફોટાને ડિઝાઈનર એશ્લે રેબેલો (Ashley Rebello) તરફથી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યા હતા. એશ્લે સલમાન ખાનના પણ સ્ટાઇલિસ્ટ છે અને તેમની ગણતરી બોલીવુડના મોટા ડિઝાઇનર્સમાં પણ થાય છે.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.