જયારે અજય દેવગનને કારણે અભિષેક બચ્ચને ઓસ્ટ્રેલિયામાં રસ્તા પર પસાર કરી હતી રાત, સૂવું પડ્યું ફૂટપાથ પર.

એવું તે શું થયું કે જુનિયર બચ્ચનને ઓસ્ટ્રેલિયામાં ફૂટપાથ પર સૂવું પડ્યું, જાણો મજેદાર કિસ્સો.

હિન્દી સિનેમાના મહાન અભિનેતા અજય દેવગન આજે પોતાનો 52 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત કરવા વાળા અજય દેવગને પોતાના ઉત્તમ અભિનયથી બોલીવુડમાં સુપરસ્ટારનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અજય દેવગન આ વર્ષે બોલીવુડમાં એમના 30 વર્ષ પુરા કરવા જઈ રહ્યા છે.

અજય દેવગનનો જન્મ 2 એપ્રિલ 1969 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતા વીરુ દેવગન બોલીવુડમાં એક જાણીતા સ્ટંટમેન હતા. ઘરમાં ફિલ્મી વાતાવરણ હોવાને કારણે અજયે પણ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો. અજય દેવગને તેમની પહેલી જ ફિલ્મથી દર્શકોને પોતાના ફેન બનાવી લીધા હતા. તેમની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટે જોરદાર હીટ રહી હતી. આ ફિલ્મમાં તેમના દ્વારા કરવામાં આવેલા બાઈક સ્ટંટ પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા અને આજે પણ તે ઘણા ચર્ચિત છે.

અજય દેવગન બોલીવુડના એક ઉત્તમ કલાકાર તરીકે ઓળખાય છે. તેમનો ઉત્તમ અભિનય આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અજય ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા વિશાલ દેવગન નામથી ઓળખાતા હતા, અને તેમણે પાછળથી માં ના કહેવાથી પોતાનું નામ અજય રાખી લીધું હતું, અને આજે તે નામ આખી દુનિયામાં લોકપ્રિય છે.

અજય દેવગન બોલીવુડમાં પોતાની દોસ્તી માટે પણ ઘણા પ્રસિદ્ધ છે. અક્ષય કુમાર, સંજય દત્ત, અભિષેક બચ્ચન જેવા કલાકારો સાથે અજય દેવગન ગાઢ મિત્રતા ધરાવે છે. તેમાંથી અજય અને અભિષેકની મિત્રતાના કિસ્સા જયારે તમે સાંભળશો તો તમે વિશ્વાસ નહિ કરી શકો કે આ બંને વચ્ચે ક્યારેક આવું પણ બન્યું હશે.

જયારે અભિષેક બચ્ચને ફિલ્મોમાં એન્ટ્રી પણ લીધી ન હતી, તેના ઘણા પહેલા જ અજય દેવગન પોતાને એક મોટા સ્ટાર તરીકે સાબિત કરી ચુક્યા હતા. એક અભિનેતા તરીકે અભિષેક બચ્ચને પોતાની કારકિર્દીની શરુઆત કરતા પહેલા અજય દેવગનની વર્ષ 1998 માં આવેલી ફિલ્મ ‘મેજર સાબ’ માં પ્રોડક્શન બોય તરીકે કામ કર્યું હતું.

ફિલ્મ મેજર સાબ સાથે જોડાયેલા મજાના અને ઘણા જ રોચક કિસ્સા છે જેના વિષે અભિષેક અને અજય દેવગને એક વખત ટીવી શો ‘યારો કી બારાત’ માં કહ્યું હતું. આ શો માં અજય અને અભિષેક સાથે સંજય દત્ત પણ મહેમાન તરીકે પહોંચ્યા હતા. તે દરમિયાન બધા કલાકારોએ ઘણી બધી વાતો શેર કરી હતી. અને અજય અને અભિષેકે ફિલ્મ મેજર સાબ સાથે જોડાયેલા કિસ્સા શેર કરી દરેકને ચોંકાવી દીધા હતા.

આ ફિલ્મના એક ગીતનું શુટિંગ ઓસ્ટ્રેલીયામાં થવાનું હતું. તેથી પ્રોડક્શન બોય તરીકે કામ સંભાળી રહેલા અભિષેકે અજયને લેવા માટે એયરપોર્ટ પર જવાનું હતું અને હોટલમાં તેમના રોકાવાની વ્યવસ્થા પણ કરવાની હતી. તે દરમિયાન અભિષેકે અજય દેવગન સાથે ડ્રીંક પણ પીધું હતું.

હોટલમાં ચેક-ઇન કર્યા પછી અજય, અભિષેક સાથે ડ્રીંક લેવા માટે નીચે જતા રહ્યા. અજયે અભિષેકને ડ્રીંકની ઓફર કરી પણ અભિષેકે પીવાની ના પાડી દીધી. પછી રાત્રે પણ અજયે જુનીયર બચ્ચનને ડ્રીંકની ઓફર કરી પણ અભિષેકનો જવાબ ફરીથી ના માં જ મળ્યો. પણ બીજા દિવસે કાંઈક એવું બન્યું કે અભિષેકે અજય સાથે બેસીને ડ્રીંક પીધું. જયારે બીજા દિવસે ફરીથી અજય દેવગને અભિષેક બચ્ચનને ડ્રીંક વિષે પૂછ્યું તો અભિષેકે કહ્યું કે, જો તમે પપ્પાને ન જણાવો તો હું પી લઈશ. ત્યાર પછી અભિષેકે વો ડકા પીઘી હતી.

સાથે જ અભિષેકે એ પણ જણાવ્યું હતું કે, એકવાર તે અજય માટે એયરપોર્ટથી હોટલ સુધી જવાની વ્યવસ્થા કરવા માટે ગાડી બુક કરાવવાનું ભૂલી ગયા હતા. પછી જેમ તેમ હોટલ પહોંચ્યા તો યાદ આવ્યું કે હોટલમાં રૂમ પણ બુક નથી કરાવ્યો. તેથી અભિષેક બચ્ચનને પોતાનો રૂમ અજયને આપી દીધો હતો અને તે આખી રાત ઓસ્ટ્રેલિયામાં ફૂટપાથ ઉપર સુતા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.