૧૬ ઓક્ટોમ્બરના રોજ શાહરૂખ, કાજોલ અને રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ના ૨૦ વર્ષ પુરા થયા હતા. પરંતુ આ સમાચાર તેમના વિષે ન હતા. આ સમાચાર તે ફિલ્મની લીડીંગ લેડી રહેલી કાજોલ વિષે હતા, થોડા સમય પહેલા કાજોલની ફિલ્મ ‘હેલીકોપ્ટર ઈલા’ રીલીઝ થઇ હતી. તેના પ્રમોશનની કામગીરીમાં સતત મીડિયા ઈન્ટરેકશન થઇ રહ્યા હતા.
તે દરમિયાન તે નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ માં પહોંચી. પોતાના અંગત જીવનને લઈને હંમેશા ચુપ રહેવા વાળી કાજોલએ અહિયાં ખુલ્લા મોં એ વાત કરી. તેમણે જણાવ્યું કે અજય દેવગન સાથે તેના લગ્ન કેવી રીતે થયા. છેલ્લા દિવસોમાં સિનેમા જગતની ઘણી નવી-જૂની જોડીઓ તૂટી રહી છે. તેવામાં તેના લગ્નને આમ પણ મજબુત રહેવા પાછળનું શું કારણ છે. વગેરે વગેરે.
કાજોલના પપ્પાએ તેની સાથે એક અઠવાડિયા વાત જ ન કરી :
કાજોલે જણાવ્યું, કે તેના અને અજયના લગ્નમાં પણ એ તકલીફ હતી, જે સામાન્ય લોકોના લગ્નમાં થાય છે. બે પરિવાર વચ્ચે થતી વાતચીત, તણાવ, અનિશ્ચિતતા એ બધું તેમના લગ્નમાં પણ હતું. જ્યારે કાજોલે પોતાના પપ્પાને જણાવ્યું કે તે લગ્ન કરવાના છે, એ વાતથી એના પપ્પા નારાજ થઇ ગયા. તેને તકલીફ એ વાતથી ન હતી કે તે કોની સાથે લગ્ન કરી રહી છે, પરંતુ તેને કાજોલના એ સમયે લગ્ન કરવામાં તકલીફ હતી. તે નહોતા ઇચ્છતા હતા કે તે પોતાના કેરિયરના પીક ઉપર તેની દીકરી લગ્ન કરીને પોતાનું કામ-કાજ છોડી દે. એ કારણથી તેમણે કાજોલ સાથે એક અઠવાડિયું વાત ન કરી.
જયારે કાજોલના લગ્નના સમાચાર મીડિયાને મળ્યા, ત્યારે એક ઈન્ટરવ્યું દરમિયાન કાજોલને પૂછવામાં આવ્યું કે તે અત્યારે લગ્ન કેમ કરવા માંગે છે? તેમણે તેનો જવાબ આપ્યો, કે તે લગભગ આઠ-નવ વર્ષથી કામ કરી રહી છે. દર વર્ષે તે ચાર-પાંચ ફિલ્મોમાં કામ કરે છે. હવે તે સ્લો ડાઉન થવા માંગે છે. એક બે ફિલ્મ દર વર્ષેના હિસાબે કામ કરવા માંગે છે. થોડું રીલેક્સ થવા માંગે છે.
બીજી તરફ અજય અને કાજોલ બન્ને પરિવારમાં એક અવઢવ હતી. શું થશે, કેવી રીતે થશે, કેટલું લાંબુ ચાલી શકશે, જેવી વસ્તુ લોકોના મગજમાં પોતાનું સ્થાન બનાવી રહી હતી. કાજોલના મિત્રોને લાગતું હતી કે અજય અને કાજોલ સાથે કેવા લાગશે. તેમના સંબંધ કેવા હશે. એવું એટલા માટે હતું કેમ કે અજય અને કાજોલની ફિલ્મો ઉપરાંત તેમને સાથે જોયા ન હતા. પરંતુ અજય અને કાજોલ ચોક્કસ હતા કે શું અને શા માટે કરવા જઈ રહ્યા છે.
બેડરૂમ માંથી નીકળીને લગ્ન કરી ફરી બેડરૂમમાં જતા રહ્યા :
અને અજયએ પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું, કે તેમના લગ્ન કાંઈ ફિલ્મી ન હતા. એકદમ સામાન્ય રીતે પ્રેમ થયો અને લગ્ન થઇ ગયા. ન કોઈની સામે નમીને પોતાના પ્રેમની રજૂઆત કરવી પડી, કે ન આઈ લવ યુ જેવી વાતો કહેવાની જરૂર પડી. બન્ને પહેલી વખત એક ફિલ્મ ‘ગુંડારાજ’ ના સેટ ઉપર મળ્યા હતા. ત્યારે અજય ઘણા રીઝર્વ રહેતા હતા, એટલા માટે લોકો તેને હંમેશા ઘમંડી સમજતા હતા.
પરંતુ કાજોલ સાથે તેની સારી વાત થવા લાગી. મુલાકાતો વધવા લાગી. સાથે જ વધુ સમય પસાર કરવા લાગ્યા. ત્યાર પછી બન્નેએ નક્કી કર્યું કે તેને લગ્ન કરી લેવા જોઈએ. અજયએ એ પણ જણાવ્યું, કે તેમના લગ્ન તેના ઘરના ધાબા ઉપર થયા હતા. તે બેડરૂમ માંથી નીકળીને ધાબા ઉપર ગયા. લગ્ન પછી ફરીથી બેડરૂમમાં આવી ગયા. બાબત એટલી સાદગી પૂર્વક થઇ.
કઈ વસ્તુ એ તે બન્નેને હજુ સુધી સાથે બાંધીને રાખ્યા છે?
આ પ્રશ્નના જવાબમાં કાજોલએ જણાવ્યું, કે તે અને અજય દેવગન ઘણા અલગ માણસ છે. પરંતુ ક્યારેય જુદા જેવું અનુભવ્યું નથી હોતું. બે શરીર એક જીવ ટાઈપની થીયરીને તેમણે માથા ઉપરથી પસાર કરી દીધું. તેમની પોતાની થીયરી છે કે તે અને અજય મળીને એક માણસ બને છે. જેના બન્ને હાથ તેમના સંતાન યુગ બીજો ન્યાસા છે. કાજોલ જ્યાં વધુ બોલકણી છે, ત્યાં અજય ચુપ ચુપ રહેવાનું પસંદ કરે છે.
કાજોલની ઘણી વાતો તેના બાળકોને પસંદ નથી આવતી. તેની દીકરી તેની ફિલ્મો પણ પસંદ નથી કરતી. જયારે તે સાથે ફિલ્મો જુવે છે, તો કાજોલને હસવા, રડવા અને તાળીઓ વગાડવાનું ચાલુ રહે છે. અને ન્યાસા એકદમ શાંત રીતે ફિલ્મ જુવે છે. કદાચ એ કારણ છે, જેથી બન્નેને દરેક સ્થિતિમાં સાથે બાંધી રાખ્યા છે.