કરિશ્મા કપૂર સાથે અફેયરથી લઈને કાજોલ સાથે લગ્ન તુટવાની સ્થિતિ સુધી, જાણો અજય દેવગનના 5 રહસ્ય

અજય દેવગન બોલીવુડના ટોપ કલાકારના ગણવામાં આવે છે, લાંબા, કાળી સ્કીન ટોન વાળા અજય પોતાના ઉત્તમ અભિનય માટે ઓળખવામાં આવે છે. ખાસ કરીને અજય પોતાની આંખોથી જ ઘણું બધું વર્ણન કરી દે છે લોકો તેના દીવાના છે. ૧૯૯૧માં ‘ફૂલ ઓર કાંટે’ ફિલ્મથી કારકિર્દીની શરુઆત કરવાવાળા અજયે હવે બોલીવુડમાં પોતાનો વટ સારો જમાવી લીધો છે. આજે અમે અજયના અંગત જીવન સાથે જોડાયેલા પાંચ એવા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે તમે કદાચ જ જાણતા હશો.

બે વખત જેલ : તમને જાણીને નવાઈ થશે કે અજય બે વખત જેલ પણ જઈ આવ્યા છે. એક ઈન્ટરવ્યુંમાં તેમણે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે જયારે તે કોલેજના દિવસોમાં હતા ત્યારે બે વખત જેલના સળિયા પાછળ ગયા હતા. તે પોતાની જાતને કોલેજનો ‘ગુંડો’ કહે છે. તે દિવસોમાં અજયે માત્ર મસ્તી માટે પોતાના પિતાની ગન પણ ચોરી લીધી હતી જે ગેરકાયદેસર હતું.

લગ્ન તૂટવાની સ્થિતિ : આમ તો કાજોલ અને અજયને બોલીવુડમાં ઘણા પસંદ કરવામાં આવતા અને તે સુંદર મેરીડ કપલ છે પરંતુ બંનેના લગ્નમાં એક પળ એવી પણ આવી ગઈ હતી જયારે તે સંબંધ તુટવાની સ્થિતિ ઉપર આવી ગયા હતા. જેનું કારણ અજયનું અને કંગના રાનૌટ સાથેનું લવ અફેયર હતું. થોડા વર્ષ પહેલાની વાત છે જયારે કાજોલને અજય અને કંગનાના સંબંધ વિષે ખબર પડી હતી.

તેવામાં કાજોલ પોતાના બાળક યુગ અને નાઈશાને લઈને ઘર છોડવા સુધી તૈયાર થઇ ગઈ હતી. આમ તો પાછળથી અજયે પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધી હતી અને કંગના સાથે તમામ સંબંધ તોડી દીધા હતા. આમ તો આ એક ઉડતા સમાચાર હતા જેમાં કેટલું સત્ય છે તેની જાણકારી નથી.

અજય અને રવિના ટંડનના અફેયર : ૯૦ના દશકમાં અજયનું દિલ રવિના ઉપર આવી ગયું હતું. તે બંનેની જોડી બોલીવુડમાં ઘણી ફેમસ પણ થવા લાગી હતી. આમ તો થોડા સમય પછી અજયને કરિશ્મા કપૂર પસંદ આવી ગઈ અને તેમણે રવિના સાથે બ્રેકઅપ કરી લીધુ. બ્રેકઅપ પછી અજયે અને રવિનાએ એક બીજાને માટે આડા અવળા નિવેદન પણ આપ્યા હતા.

અજય અને કરિશ્મા કપૂરનો લવ : કરિશ્મા અને અજય ‘સુહાગ’ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક બીજાની નજીક આવી ગયા. રવિના સાથે બ્રેકઅપની વાતને લીધે અજય કરિશ્મા કપૂરને ડેટ કરવા લાગ્યા. બંનેએ સાથે પાંચ ફિલ્મો કરી. દર્શકોને બંનેની જોડી પસંદ આવવા લાગી. તેવામાં અજયના જીવનમાં કાજોલ આવી અને તેણે કરિશ્માને છોડી દીધી.

નામ અને બીજી વાતો : અજયનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે. આમ તો તે ઘણું લાંબુ નામ છે એટલા માટે તેમણે પોતાનું ઓનસ્ક્રીન નામ બદલીને અજય દેવગન કરી લીધુ જેથી લોકોને સરળતાથી યાદ રહી જાય. અજય જયારે પણ મુસાફરી કરે છે ત્યારે પોતાના પ્રાઈવેટ જેટનો જ ઉપયોગ કરે છે. તેની આ વાત બીજા કલાકારોથી ઘણી અલગ છે જે નોર્મલ ફ્લાઈટ લે છે. અજયની ડેબ્યુ ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ માનવામાં આવે છે. પણ ખરેખર તો તેના પહેલા ૧૯૮૫માં ‘પ્યારી બહના’ ફિલ્મમાં તે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે મિથુન ચક્રવર્તીના પાત્રમાં કાલીચરણનો નાનપણનો રોલ કર્યો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.