ઈશિતા દત્તા જે ઓનસ્ક્રીન અજય દેવગનની દીકરીનું પાત્ર નિભાવી ચુકી છે, હાલમાં તેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા ફોટામાં ઈશિતા વાદળી રંગની સાડીમાં જોવા મળે છે. તે ભીંજાયેલી છે અને ઘણી જ સુંદર જોવા મળી રહી છે.
ઈશિતાએ પોતાની સુંદર તસ્વીરો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે. વર્ષ ૨૦૧૫ માં રીલીઝ થયેલી ફિલ્મ દ્રશ્યમમાં ઈશિતાએ અજય દેવગનની દીકરી અંજુ સલગાંવકરનું પાત્ર ભજવ્યું હતું. ઈશિતા દત્તા અભિનેત્રી તનુશ્રીની નાની બહેન છે.
ઈશિતાએ પોતાના બાળપણનો અભ્યાસ જમશેદપુરની ડીબીએમ સ્કુલમાંથી કર્યો છે. સ્કુલનો અભ્યાસ પૂરો કર્યા પછી ઈશિતાએ પોતાનો આગળનો અભ્યાસ મુંબઈમાંથી પૂરો કર્યો. ઈશિતાને અભિનયની સાથે સાથે ટ્રાવેલિંગ અને કુકિંગનો શોખ છે. તે ઉપરાંત ઈશિતાને પુસ્તક વાંચવાનો પણ ઘણો શોખ છે. ૧૨ મું ધોરણ પૂરું કર્યા પછી ઈશિતાએ પોતાનો આગળનો અભ્યાસ તેની બહેન પાસે રહીને પૂરો કર્યો.
મુંબઈ આવીને તેણે બાંબે સોપાયા કોલેજમાંથી માસ કમ્યુનિકેશનમાં ડીગ્રી પ્રાપ્ત કરી. ગ્રેજયુએશન પૂરું કર્યા પછી ઈશિતાએ અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું વિચાર્યું, અને પછી અનુપમ ખેરની એક્ટિંગ ઇન્સ્ટીટયુટમાં એડમીશન લઈને પોતાની તાલીમ પૂરી કરી.
ઈશિતાએ વર્ષ ૨૦૧૭ માં ૨૮ નવેમ્બરના રોજ પોતાના બોયફ્રેન્ડ અને બોલીવુડ અભિનેતા વત્સલ શેઠ સાથે છાનામાના મંદિરમાં લગ્ન કરી લીધા હતા. તેના લગ્નની વિધિ મુંબઈમાં રહેલા જુહુ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શીયસનેસ (ઇસ્કોન) મંદિરમાં પૂરી થઈ હતી. ઈશિતાના લગ્નમાં અજય દેવગન પોતાની દીકરી ન્યાસા, દીકરા યુગ અને પત્ની કાજોલ સાથે આવ્યા હતા.
ઝારખંડના જમશેદપુરની રહેવાસી ઈશિતા દત્તા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તે ઉપરાંત ઈશિતા એક ટીવી ચેનલની ધારાવાહિક ‘રિશ્તો કા સૌદાગર – બાજીગર’ માં મુખ્ય ભૂમિકા ભજવતા પણ જોવા મળી ચુકી છે. આ ધારાવાહિકમાં ઈશિતાએ તેમાં અરુંધતિ ત્રિવેદીની ભૂમિકા ભજવી હતી.
ઈશિતા દત્તા ફિલ્મ ‘દ્રશ્યમ’ માં કામ કરવા ઉપરાંત કપિલ શર્મા સ્ટારર ફિલ્મ ‘ફિરંગી’ માં પણ જોવા મળી ચુકી છે. હાલમાં ઈશિતા દત્તા કલર્સ ચેનલ ઉપર પ્રસારિત થવા જઈ રહેલી ધારાવાહિક ‘બેપનાહ પ્યાર’ માં જોવા મળી રહી છે.
ઈશિતા દત્તાના પતિ વત્સલ શેઠ ફિલ્મ ‘ટારઝન : ધ વંડર કાર’ માં જોવા મળ્યા હતા. જેમાં વત્સલ શેઠે અજય દેવગનના દીકરાનું પાત્ર ભજવ્યું હતું ‘ટારઝન : ધ વંડર કાર’ ફિલ્મમાં કામ કર્યા પછી વત્સલે ‘હીરોજ’, ‘પેઈંગ ગેસ્ટ’ અને ‘જય હો’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. વત્સલ શેઠ ટેલીવિઝન ઉપર પ્રસારિત થનારી ધારાવાહિક ‘રિશ્તો કે સૌદાગર : બાજીગર અને ‘હાસિલ’ જેવા શો માં કામ કરી ચુક્યા છે.
૨૦૧૬ માં ટીવી ધારાવાહિક ‘રિશ્તો કા સૌદાગર બાજીગર’ ના શુટિંગ વખતે વત્સલ અને ઈશિતાના સંબંધ આગળ વધવા લાગ્યા હતા. તે ધારાવાહિકમાં કામ કરતી વખતે બંનેની પ્રેમ કહાની શરુ થઇ હતી.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.