ટૉપ પહેરીને મંદિરમાં ગઈ અજય દેવગનની દીકરી, લોકોએ કરી વાહિયાત કમેન્ટ, કહ્યું – મંદિર જઈ રહી છે કે….

અજય દેવગન બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેમણે એકથી એક ચઢીયાતી હિટ ફિલ્મો આપી છે. અભિનેતા અજય દેવગન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘તાનાજી અનસંગ વોરિયર’ માટે ચર્ચામાં રહે છે. અજય દેવગન હાલમાં તેમની આગામી ફિલ્મ તાનાજીનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અજય તેમની પુત્રી ન્યાસા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે ગયા હતાં.

અજય દેવગનની તેમની પુત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. કેટલાક સોશિયલ  મીડિયાના યુઝર્સને ન્યાસાના કપડાં પસંદ નથી આવી રહ્યાં. અજય દેવગન અને તેની પુત્રી ન્યાસાની તસવીરો ફોટો જર્નાલિસ્ટ માનવ મંગલાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

તસવીરમાં ન્યાસા ભગવાનના દર્શન કરીને મંદિરની બહાર નીકળતી નજરે પડે છે. આ તસવીરમાં, અજયે પોલો શર્ટ પહેર્યો છે, જયારે ન્યાસાએ પીળા ક્રોપ ટોપ સાથે નેવી બ્લુ કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું ર્છે. કેટલાક સોશિયલ મીડિયાના યૂઝર્સને ન્યાસાનું ક્રોપ ટોપ પહેરીને મંદિરમાં જવું જરાય પસંદ આવી રહ્યું નથી. જેના કારણે યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જોકે, કેટલાક લોકો એવા પણ છે જેમણે આવા ટ્રોલ કરતા લોકોનો વિરોધ પણ કર્યો હતો. વપરાશકર્તાઓએ ટિપ્પણી કરી છે કે કયા પુસ્તકમાં લખ્યું છે કે મંદિરમાં ફક્ત સાડી અને સૂટ પહેરીને જ જવું જોઈએ.

જો આપણે અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ વિશે વાત કરીએ તો તે એક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય સાથે કાજોલ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાનાજી ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરી 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. અજય દેવગન અને સૈફ અલી ખાનની કેમિસ્ટ્રી ફરી એકવાર થિયેટરોમાં છવાઈ જવા તૈયાર છે. તાનાજીનું ટ્રેલર રિલીઝ થયું છે.

આ ફિલ્મમાં અજય દેવગન સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા નિભાવી રહ્યાં છે, અને સૈફ અલી ખાન ઉદય ભાન રાઠોડની ભૂમિકામાં જોવા મળશે. કાજોલ તાનાજીમાં સાવિત્રીબાઈ મસૂરેની ભૂમિકા નિભાવી રહી છે.

તાનાજીના ટ્રેલરમાં અજય દેવગને પોતાની આગવી સ્ટાઇલમાં એન્ટ્રી કરતાં નજરે પડી રહ્યા છે અને પોતાની અભિવ્યક્તિથી દરેકના દિલ જીતી લીધા છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો અભિનય પણ ખૂબ જોરદાર લાગે છે. આ સિવાય, કાજોલે પણ તેના પાત્રને ખૂબ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મના ડાયલોગ ખૂબ જ સારાં છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સરસ છે.

તાનાજી ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત એક્શન ની સાથે જબરદસ્ત ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં અજય દેવગન અને સૈફ અલી ખાનનું પાત્ર એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યું છે. આપને જણાવી દઈએ કે અજય દેવગન આગામી ફિલ્મ તાનાજી એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 17મી સદીની પૃષ્ઠભૂમિ પર આધારિત, આ ફિલ્મ તાનાજી માલસુરેના જીવન પર આધારિત છે, જેમણે ભારતીય ઇતિહાસના યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની સેનાનું નેતૃત્વ કર્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.