આ 10 જાતના લોકોએ પીવું જોઈએ અજમાનું પાણી જાણો કયા-કયા લોકોને ફાયદો આપશે આ પાણી

પેટ સાથે જોડાયેલી ઘણી જાતની બીમારીઓમાં અજમા નું પાણી ખુબ જ ફાયદો કરે છે. ગુરુકુળ કાંગડી આયુર્વેદ વિશ્વવિદ્યાલય ના વડા ડૉ. અવધેશ મિશ્રા નું કહેવું છે કે આયુર્વેદમાં અજમાનો ઉપયોગ ગૈસ્ટ્રીક તકલીફ, ઇનડાઈજેશન જેવી તકલીફો દુર કરવા માટે કરવામાં આવે છે..

કેવી રીતે બનાવવું અજમા નું પાણી ?

આવી રીતે બનશે નુસખો .. અજમાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ ચોખ્ખા પાણીમાં એક ચમચી અજમો નાખી દો. પછી તે પાણીનો રંગ ઘાટો ભૂરો થાય ત્યાં સુધી ઉકાળો. તે પાણીને ઠંડુ કરીને હુંફાળું પીવો.

જેમને મોટાપા ની તકલીફ હોય : અજમાનું પાણી મેટાબોલિજ્મ સારું કરીને શરીરમાં જામેલ ચરબી ઝડપથી ઓગળવામાં મદદ કરે છે.

જેમને પાચન ની તકલીફ હોય : અજમાનું પાણી ડાઈજેસ્ટીવ એન્જાઈમ ને એક્ટીવ કરીને ડાઈજેશન સારું કરે છે.

જેમના દાંતમાં દુઃખાવો હોય : અજમાના પાણીથી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.

જેમને ગૈસ્ટ્રીક તકલીફ હોય : અજમાનું પાણી પીવાથી પેટમાં અટકેલ ગેસ રિલીજ થાય છે. ગૈસ્ટ્રીક તકલીફમાં ફાયદો થાય છે.

જેમના પેટમાં જીવાત હોય : સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી પેટમાં રહેલ જીવાત મરી જાય છે.

જેમને કફ ની તકલીફ હોય : અજમાના પાણીની વરાળ લેવાથી કફની તકલીફમાં રાહત મળે છે. હુંફાળું પાણી પી પણ શકાય છે.

જેમને ઉલટી થાય છે : ગેસ કે ઇનડાઈજેશન ને લીધે થતી ઉલટી ની તકલીફ માં પણ અજમાનું પાણી પીવાથી ઠીક થઈ જાય છે.

જેમને સ્કીન ની તકલીફ હોય : અજમાના પાણીમાં એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી હોય છે. તે પીવાથી ખંજવાળ, રૈસહેજ જેવી તકલીફમાં રાહત મળે છે.

જેમને મસલ્સ કે હાડકા માં દુઃખાવો હોય : અજમાના પાણીમાં એન્ટી ઇન્ફલેમેટરી હોય છે, તેનો શેક કરવાથી સાંધા અને મસલ્સના દુઃખાવા માં રાહત મળે છે.

જેમના વાળ અકાળે સફેદ થઇ રહ્યા હોય : અજમાનું પાણી નિયમિત પીવાથી અકાળે સફેદ થતા વાળની તકલીફ ઓછી થાય છે.