પેશાબ ખુલાશાબંધ અને સોજો ઉતારવા માટે રામબાણ છે અજમો અને ધાણાનો આ પ્રયોગ

જો પેશાબ ન ઉતરે તો ઘણી સમસ્યાઓ થઇ શકે છે, જેમાં ખાસ છે કિડનીના રોગ, સોજો વગેરે, તેવામાં તમે રસોડામાંથી જ આ પ્રયોગ કરીને તમારો પેશાબ ખોલી શકો છો આવો જાણી લઈએ કે કેવી રીતે કરવો આ અજમો અને ધાણાનો પ્રયોગ

બહુમુત્રનો ઈલાજ અજમાથી :

જો તમને વારંવાર પેશાબ આવે છે તો 2 ગ્રામ અજમાને 2 ગ્રામ ગોળ સાથે વાટીને 4 ગોળીઓ બનાવો, અને દર ત્રણ કલાક પછી 1 ગોળી સાદા પાણી સાથે લો. તેનાથી બહુમુત્રમાં ફાયદો થશે.

પથારીમાં પેશાબ થઇ જવો :

જે બાળક રાત્રે પથારીમાં જ પેશાબ કરી દે છે તેમને અડધો ગ્રામ અજમો સાદા પાણી સાથે આપો.

કિડનીમાં દુઃખાવો હોય તો શું કરવું :

3 ગ્રામ અજમાનું ચૂર્ણને સવાર સાંજ ગરમ દૂધ સાથે લેવાથી કિડનીમાં દરેક પ્રકારના રોગોમાં લાભ મળે છે.

પેશાબમાં અટકાવ થાય તો શું કરવું :

અજમાનો પ્રયોગ.

2 થી 4 ગ્રામ અજમાને ગરમ પાણી સાથે લેવાથી દરેક પ્રકારનો અટકાવ દુર થાય છે. જો મૂત્ર ન આવવાથી સોજો થઇ જાય તો 10 ગ્રામ અજમાને વાટીને લેપ બનાવીને પેડુ ઉપર લગાવવાથી આફરા મટે છે, સોજો ઓછો થાય છે અને ખુલાશાબંધ પેશાબ આવે છે. અજમો અને ધાણાનો પ્રયોગ

ધાણાનો પ્રયોગ :

રાતે 1 ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો અને સવારે તે ધાણાને તે પાણી સાથે અડધું રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો. અડધું રહે એટલે તેને ગાળીને પી લો. તેનાથી મૂત્રનો અટકાવ ખુલે છે. અને ખુબ લાભ થાય છે. ઘ્યાન રાખશો આ પ્રયોગ તે લોકો ન કરે જેને પ્રોસ્ટેટ હોય કે જેને અંડકોષોમાં સોજો હોય, કેમ કે પેશાબ ને જો નીકળવાનો રસ્તો ન મળે તો સ્થિતિ ગંભીર થઇ શકે છે.

અજમો અને ધાણાનો પ્રયોગ

હવે તમને જણાવી દઈએ કે ધાણા અને અજમાનો પ્રયોગ જો કે અટકેલા પેશાબને ખોલવામાં ખુબ લાભદાયી છે.

રાત્રે એક ચમચી ધાણા અને અજમો બન્નેને ભેળવીને 2 ગ્લાસ પાણીમાં પલાળીને મૂકી દો. સવારે તે પાણીને ધાણા અને અજમા સાથે ધીમા તાપે ઉકાળો. જયારે તે ચોથા ભાગનો રહે એટલે તેને ગાળીને પી લો. આ પ્રયોગ પહેલા એક દિવસ કરવો. એક દિવસ કરવાથી પેશાબ ખુબ જોરથી અને ખુલાશાબંધ આવશે. જેના લીધે જો શરીરમાં ક્યાય સોજા આવી જાય તો તે પણ ઉતરી જશે. જો કોઈ કારણોસર પેશાબ ન આવે તો આ પ્રયોગનો એક દિવસથી વધુ ન કરવો પોતાના ડોક્ટર કે વૈધ નો સંપર્ક કરીને કરો.

ધાણાના પ્રયોગમાં સાવધાની :

ધાણાની પ્રકૃતિ ઠંડી હોય છે વધુ ઉપયોગ કરવાથી તેનાથી માણસની કામશક્તિ પ્રભાવિત થાય છે, માસિક ધર્મ અટકી જાય છે, અને દમ ની બીમારી હોય તો તેમાં પણ નુકશાન થઇ શકે છે, તેવા સમયે તેની ખરાબ અસરને ઓછી કરવા માટે તમે મધ અને તજનો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.