અકબર-બીરબલની વાર્તા : જો માણસ પોતાના મગજથી કામ લે તો દરેક મુશ્કેલ સમસ્યાનું નિવારણ કરી શકે છે

એક વખત એક બુદ્ધિશાળી વ્યક્તિ અકબરને મળવા માટે તેના દરબારમાં આવે છે. અકબરને મળીને તે વ્યક્તિ તેમને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમારા દરબારમાં એક ઘણો જ બુદ્ધિશાળી માણસ છે જેનું નામ બીરબલ છે અને બીરબલ પાસે દરેક પ્રશ્નના જવાબ હોય છે. અકબરે તે વ્યક્તિને કહ્યું હા તમે સાચું સાંભળ્યું છે, મારા દરબારમાં ઘણા જ બુદ્ધિશાળી વ્યક્તિ છે અને તે વ્યક્તિ પણ આ દરબારમાં હાજર છે.

આવું કહીને અકબરે બીરબલની મુલાકાત તે વ્યક્તિ સાથે કરાવી. બીરબલને જોઈ તે વ્યક્તિએ કહ્યું, તમે તો મને બુદ્ધિશાળી નથી લગતા. બીરબલ હસવા લાગ્યા અને તેણે કહ્યું હું બુદ્ધિશાળી છું કે નથી તે હું કેવી રીતે સાબિત કરી શકું છુ?

ભર્યા દરબારમાં તે વ્યક્તિએ બીરબલને કહ્યું, હું તમને ત્રણ પ્રશ્ન કરીશ જો તમે આ ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપી દો છો, તો હું એ માનું કે તમે બુદ્ધિશાળી વ્યક્તિ છો. બીરબલે એ પડકારનો સ્વીકાર કરી લીધો. ત્યાર પછી તે વ્યક્તિએ બીરબલને ત્રણ પ્રશ્ન પૂછ્યા. પહેલા પ્રશ્નમાં તે વ્યક્તિએ બીરબલને પૂછ્યું કે આકાશમાં કેટલા તારા છે?

તે પ્રશ્નના જવાબમાં બીરબલે દરબારમાં રહેલા એક વ્યક્તિને ઉભા કર્યા અને કહ્યું જેટલા વાળ આ વ્યક્તિના માથામાં છે એટલા તારા આકાશમાં છે. તમે ઈચ્છો તો આ વ્યક્તિના માથાના વાળને ગણી પણ શકો છો. બીરબલનો જવાબ સાંભળ્યા પછી વ્યક્તિએ કહ્યું ઠીક છે. હવે તમે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો, ધરતીનું કેન્દ્ર ક્યાં છે?

એ પ્રશ્ન સાંભળ્યા પછી બીરબલ દરબારના એક ખૂણામાં જઈને ઉભા રહી ગયા અને ત્યાં ઉભા રહીને કહેવા લાગ્યા કે આ છે ધરતીનું કેન્દ્ર. બીરબલનો જવાબ સાંભળ્યા પછી તે વ્યક્તિએ કહ્યું એવું કેવી રીતે થઇ શકે છે. બીરબલે કહ્યું જો તમને વિશ્વાસ નથી તો તમે ધરતીને માપી લો. બીરબલનો આ જવાબ સાંભળ્યા પછી તે વ્યક્તિને ગુસ્સો આવી ગયો.

તે વ્યક્તિએ ફરી પોતાનો ત્રીજો પ્રશ્ન બીરબલને પૂછ્યો અને કહ્યું સારું એ જણાવો કે આ દુનિયામાં કેટલી મહિલાઓ છે અને કેટલા પુરુષો છે? આ પ્રશ્નના જવાબમાં બીરબલે કહ્યું આ પ્રશ્ન થોડો અઘરો છે કેમ કે આ દરબારમાં રહેલા થોડા લોકો વિષે એ કહેવું મુશ્કેલ છે કે તે મહિલા છે કે પુરુષ. પરંતુ તમે લોકો તેને મારી નાખો તો હું આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકું છું.

બીરબલનો આ જવાબ સાંભળ્યા પછી અકબર ખુશ થઇ ગયા અને તેમણે પ્રશ્ન પૂછવાવાળા વ્યક્તિને કહ્યું હવે તમને વિશ્વાસ થયો કે નહિ કે બીરબલ બુદ્ધિશાળી છે. તે વ્યક્તિએ રાજાને કહ્યું મેં બીરબલના બુદ્ધિશાળી સાથે જોડાયેલા ઘણા કિસ્સા સાંભળ્યા છે. એટલા માટે હું તમારા દરબારમાં આવીને જોવા માગતો હતો કે બીરબલ ખરેખર બુદ્ધિશાળી છે કે નહિ. પરંતુ બીરબલના જવાબ સાંભળીને મને વિશ્વાસ થઇ ગયો છે કે જે મેં જે  બીરબલ વિષે સાંભળ્યું હતું તે બધું સાચું હતું.

આ વાર્તા માંથી મળેલો બોધ

બીરબલ સાથે જોડાયેલી આ વાર્તા માંથી આપણને બોધ મળે છે કે જો મગજથી કામ લેવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન કાઢી શકાય છે. જેવી રીતે બીરબલે મગજથી કામ લઈને અઘરા પ્રશ્નોના જવાબ આપ્યા છે. એવી રીતે જ તમે પણ તમારા મગજનો ઉપયોગ કરી કોઈપણ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.