ખીલ, કરચલી, કાળા ડાઘ જેવી સમસ્યા ની છુટકારો આપશે અખરોટ તમારી ત્વચાને ગજબનો નિખાર

અખરોટમાં ઓમેગા ૩ ફેટી એસીડસ હોય છે જે ત્વચાને લગતા રોગોને દુર કરીને ત્વચાને આકર્ષક બનાવવામાં ઘણી ઉપયોગી છે. અખરોટના સ્ક્રબ અને અખરોટની પેસ્ટથી તમે તમારી ત્વચાની કરચલી કે ખીલ કે ડાઘ ધબ્બા થી મુક્ત આકર્ષક અને યુવાન અને ચાંદ જેવી ચમકદાર બનાવી શકો છો, આવો જાણીએ અખરોટ કેવી રીતે આપણા ચહેરાને સુંદર બનાવી શકે છે.

કરચલી થી છુટકારો અપાવે અખરોટ

ચહેરા ઉપર પડેલ કરચલી ને મટાડવા માટે તમે અખરોટ વાટીને તેનો સ્ક્રબ બનાવીને અઠવાડિયામાં બે વખત મધ કે દૂધ સાથે લગાવો. થોડા દિવસમાં જ તમારો ચહેરો એકદમ નિખરી જશે.

ખીલ માટે અખરોટ :

અખરોટનો પાવડરને થોડા દૂધ સાથે ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ખીલ ઉપર લગાવો. આવું અઠવાડિયામાં બે વખત કરો. તેનાથી તમને ખીલ થી છુટકારો મળી જશે.

ચહેરાના વધારાના વાળ માટે અખરોટ :

જો તમારા ચહેરા ઉપર ઘણા બધા વધારાના વાળ છે તો અખરોટ નો સ્ક્રબ ચહેરા ઉપર લગાવો. જ્યારે સ્ક્રબ સુકાઈ જાય ત્યારે તેને હાથની ઉપર ની તરફ ફેરવીને છોડાવો. તેનાથી ધીમે ધીમે વાળ ઉગવાના ઓછા થઇ જશે.

કાળા કુંડાળા માટે અખરોટ

આંખોની નીચે અખરોટની પેસ્ટ લગાવો. તેનાથી આંખોની આજુ બાજુની ત્વચા માં લોહીનું સર્ક્યુલેશન વધે છે અને આંખોની નીચે કાળા કુંડાળા સારા થઇ જાય છે.

ઘાટા ડાઘ – ધબ્બા માટે અખરોટ

અઠવાડિયામાં બે વખત અખરોટની પેસ્ટ લગાવવાથી ત્વચા એકદમ ચોખ્ખી જોવા મળશે અને તમારા ચહેરાનો રંગ પણ ચોખ્ખો થઇ જશે.

અખરોટ પર બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> અખરોટ ખાવાના આ ફાયદા જાણીને તમે પણ રોજ ખાશો અખરોટ. ખાવાની રીત અને ફાયદા જાણો