અખાત્રીજના(અક્ષય તૃતીયા) દિવસે સોનું ખરીદવાથી ઘરમાં થાય છે લક્ષ્મીનો પ્રવેશ, જાણો આ દિવસનું મહત્વ.

૭ મી મેં ના દિવસે છે અખાત્રીજ, આ શુભ મુહુર્ત દરમિયાન જ ખરીદો સોનુ, થઈ જશે ધનમાં વધારો.

અખાત્રીજને હિન્દૂ ધર્મમાં ઘણો શુભ દિવસ માનવામાં આવે છે અને આ દિવસને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. અખાત્રીજના દિવસે લોકો દ્વારા સોનુ જરૂર ખરીદવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજનો અવસર ૭ મી મેના રોજ આવી રહ્યો છે અને આ દિવસે તમે સોનાની ખરીદી જરૂરથી કરી શકો છો, આ સિવાય અખાત્રીજના દિવસને કોઈ પણ શુભ કાર્ય કરવામાં માટે ઉત્તમ માનવામાં આવે છે.

અખાત્રીજને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષય તૃતીયા શબ્દમાં અક્ષયનો અર્થ થાય છે કે “જે ક્યારેય પૂરું થાય નહીં” એટલે આ દિવસે તમે ઘરમાં કોઈ પણ નવી વસ્તુ લાવો, તો તેમાં હંમેશા વધારો થાય છે. અખાત્રીજના દિવસે માત્ર હિંદુઓ નહીં પરંતુ જૈન ધર્મના લોકો પણ સોનુ જરૂરથી ખરીદે છે. ૭ મી મેંના દિવસે સોનુ ખરીદવાનો શુભ મુહુર્તનો સમય છે. સવારે ૬:૨૬ થી લઈ ને રાતે ૧૧ વાગ્યા સુધી અને તમે આ સમય દરમિયાન જ સોનાની ખરીદી કરજો

અખાત્રીજના દિવસે કેમ ખરીદવામાં આવે સોનુ :-

મળે છે જીવનભરનો લાભ

અખાત્રીજના દિવસે તમે જે પણ કાર્ય કરો છો, એ કામમાં સફળતા મળે છે અને વધારો થાય છે. આથી આ દિવસે લોકો સોનું ખરીદે છે. જેથી તેમના ઘરમાં ક્યારેય પૈસાની ઓછપ ના થાય અને ધનમાં વધારો થાય.

જીવનમાં આવે છે સમૃદ્ધિ

બધી જ પ્રાકૃતિક ધાતુઓમાં સોનાને ઉત્તમ ધાતુ માનવામાં આવે છે. સોનાને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. ઘરમાં સોનુ લાવવાથી ઘરમાં સમૃદ્ધિ બની રહે છે. આથી અખાત્રીજના દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે. આ સિવાય સોના માંથી નીકળતા ચમકતા પ્રકાશની સરખામણી સૂરજના કિરણો સાથે કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે સોના માંથી નીકળતી ચમક શક્તિનું પ્રતીક હોય છે, જેનાંથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે.

થાય છે માતા લક્ષ્મીનો પ્રવેશ

આ દિવસે સોનુ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો પ્રવેશ પણ ઘરમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે સોનાના રૂપમાં માતા લક્ષ્મી આ દિવસે તમારા ઘરમાં આવે છે અને તમારા ઘરના પૈસામાં બરકત કરે છે.

અખાત્રીજ સાથે જોડાયેલ વાર્તા :-

એક પૌરાણિક વાત અનુસાર ભગવાન કુબેર જેને ધનના દેવતા માનવામાં આવે છે, એમણે ભગવાન શિવ પાસે પ્રાર્થના કરી અને એમની પાસે બહુ વધારે પ્રમાણમાં સોનુ માગ્યું અને ભગવાન શિવે કુબેરની પ્રાર્થના સ્વીકારી અને એમને સોનું આપી દીધું. જે દિવસે ભગવાન શિવે કુબેરને સોનુ આપ્યું એ દિવસ અખાત્રીજનો દિવસ હતો. આથી અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનો શુભ દિવસ માનવામાં આવે છે અને દર વર્ષે લોકો આ દિવસે જરૂર સોનુ ખરીદે છે.

દાન કરવાથી થાય છે લાભ :-

સોનું ખરીદવા સિવાય આ દિવસે દાન કરવાથી જીવનમાં ઘણો લાભ થાય છે. અખાત્રીજના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગરીબ લોકોને કપડાં, ભોજન અથવા પૈસા દાન કરવાથી માણસના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે, આથી આ દિવસે તમે સોનાની ખરીદી સાથે સાથે આ વસ્તુનું દાન પણ જરૂરથી કરજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.