અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો… – ગઝલ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના પૂર્વ ગુરુહરિ શ્રી પ્રમુખસ્વામી વિષે તમે ઘણું બધું વાંચ્યું અને સાંભળ્યું હશે. એમનું આખું જીવન લોકોને ભક્તિ રસ પાવામાં અને એમના જીવનો ઉદ્ધાર કરવામાં પસાર થયું છે. એમણે નિઃસ્વાર્થ ભાવે પ્રભુની સેવા કરી છે. પોતાના ગુરુના પગલે ચાલવા વાળા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઘણા લોકોના જીવનને સુધાર્યું છે.

જયારે તે બીએપીએસ સંસ્થાના પ્રમુખ બનયા હતા ત્યારે વટ વૃક્ષની માફ્ક ફેલાય રહેલી સંસ્થાના વહિવટની જવાબદારી તેમના શિરે આવી. ‘નદી વહેતી ભલી અને સંત ફરતા ભલા’ એ લોક કહેવત અનુસાર તેઓ સત્સંગ વિચરણમાં લાગી ગયા. તેમણે ૧૮,૦૦૦ થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો છે. તેમજ તેમણે ૨,૫૦,૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા પણ આપી હતી.

તેમણે ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા, અને ૫૫૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી. એટલું જ નહિ તેમણે હોસ્પીટલો – શાળાઓ બનાવીને નિરામય – શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર હતું. અને સતત વિચરણ કરવું એ એમની આગવી વિશેષતા હતી.

પ્રમુખસ્વામીનું સરનામું કયું? આ સવાલનો કોઈ કાયમી જવાબ ન હતો. તેઓ અલગ અલગ જગ્યાએ વિચરણ કરીને લોકોને ભગવાન અને ભક્તિનું મહત્વ સમજતા હતા. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દોને ગણકાર્યા વગર પ્રમુખ સ્વામી અનેક ગામડાંઓમાં ઘૂમી વળ્યા છે. અને લોકોના હૃદયમાં સત્સંગના બીજ રોપ્યા. આ મહાન સંત ઉપર પુરુશોતમ ઉપાધ્યાય દ્વારા એક ગઝલ રજુ કરવામાં આવી હતી જે અમે તમારી સમક્ષ રજુ કરવાં જઈ રહ્યા છીએ.

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો…

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

૩૩ કોટી દેવ હવે તો ઘૂમે અમારી ગલીએ

ઓમ કાર નું અમૃત પિતા અંજલિએ અંજલિએ

છંદ છંદ ગંગા લહરી કઈ શબ્દ સુરે આ કાશી હો

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી

ભજન ભીના ઘટના ઘાટો ને દીપ તરે દર્શન નાં

ભીતર ઝાંજ પખાવજ બાજે નાદ બ્રમ્હ

ઝરમર હરિરસ કવિતા ઝીલે ચાતક મીન પિયાસી હો

અક્ષર પગલે આવ્યા રે પ્રમુખ સ્વામી કોરા કાગળ સા જીવતર ને કરી ગયા રે કાશી હો

– ગાયક, પુરુશોતમ ઉપાધ્યાય

આ ગઝલ પ્રમુખ સ્વામી મહારાજ ની સવાર ની પૂજા માં લાઈવ પુરુશોતમ ઉપાધ્યાય દ્વારા રજુ થયેલી હતી. થોડું રેકોર્ડીંગ ખરાબ છે. ભવિષ્ય માં કોઈ સારી રીતે સ્ટુડિયો માં રેકોર્ડીંગ કરે તો વધુ સારું સાંભળવા મળી શકે છે.

વિડીયો 

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.