દિલ્લીનું અક્ષરધામ મંદિર દેશની બીજી ઈમારતોની જેમ પ્રાચીન નથી પણ તે ૧૦,૦૦૦ વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના પ્રતીકને ખુબ જ વિશ્મયકારી, સુંદર, બુદ્ધીમત્તાપૂર્ણ અને સુખદ રીતે પ્રસ્તુત કરે છે. આ ભારતીય શિલ્પકળા, પરંપરાઓ અને પ્રાચીન આધ્યાત્મિક સંદેશોના તત્વોને શાનદાર રીતે દેખાડે છે.
અક્ષરધામ એક જ્ઞાનવર્ધક યાત્રાનો એવો અનુભવ છે જે માનવતાની પ્રગતિ, ખુશીયો અને મિત્રતા માટે ભારતની ભવ્ય કળા, મુલ્યો અને યોગદાનનું વર્ણન કરે છે.
ઈમારતમાં ક્યાય પણ સિમેન્ટ અથવા સ્ટીલનો ઉપયોગ થયો નથી. તે હજારો વર્ષ જૂની વાસ્તુ કાલથી બનાવાયું છે.
દિલ્લીનું અક્ષરધામ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર પરિષર હોવા માટે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ છે અને ૨૧ સદીની વિશ્વની સાત અજાયબીમાં પણ સ્થાન મેળવી ચુક્યું છે.

અમેરિકાની એક રીસર્ચમાં મરતા પહેલા અવશ્ય જુઓ(SeeBeforeYouDia.net) એ દુનિયાના ટોપ ૨૫ સ્થાનોમાં અક્ષરધામને રાખ્યું છે.
દિલ્લી દર્શન માટે આવનારા પ્રવાશીઓમાંથી ૭૦ ટકા આ મંદિરની વાસ્તુ કળા અને ભવ્યતા જોવા અવશ્ય પહોચે છે. કલામ સાહેબ રાષ્ટ્રપતિ તરીકે દિલ્લીમાં હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવનના મહેમાનને અક્ષરધામ જોવાનો ખાસ આગ્રહ કરતા. આપણે પણ દિલ્લી જઈએ ત્યારે તેમનો આગ્રહ સમજીને પણ અક્ષરધામ દર્શન કરવા જવું જોઈએ.
સ્વામીનારાયણ અક્ષરધામ પરિસરનું નિર્માણ કાર્ય વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)એ કર્યું છે. ૧૧૦૦૦ કારીગરો અને હજારો બીએપીએસ સ્વયંસેવકોના વિરાટ ધાર્મિક પ્રયાસોથી માત્ર પાંચ વર્ષમાં આનું નિર્માણ થયું છે.
પ્રમુખ સ્વામી મહારાજે ૨૦૦૫ માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ, પ્રધાન મંત્રી મનમોહન સિહજીની હાજરીમાં આનું લોકાર્પણ કર્યું. યમુના નદીના કિનારે આવેલા આ મંદિર ના નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી રેતીલા પત્થર અને ઇટાલીના સંગેમરમરનો ઉપયોગ કરાયો છે. આ મંદિરમાં નવ ગુંબજ, ૨૩૪ થાંભલા અને 20 હજારથી વધુ મૂર્તિઓ છે.
દિલ્લી સ્થિત અક્ષરધામ મંદિર ૮૬૩૪૨ વર્ગફૂટ જગ્યામાં ફેલાયેલું છે. આ ૩૫૬ ફૂટ લાંબુ ૩૧૬ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું છે. ગીનીસ બુકની તરફથી માઈકલ વીટીએ કહ્યું હતું કે અમને અક્ષરધામની વ્યાપક વાસ્તુ શિલ્પ યોજના નો અભ્યાસ અને બીજા મંદિરની સાથે તેની સરખામણી અને નિરીક્ષણ કરવામાં ત્રણ મહિનાનો સમય થયો અને તેના પછી અમે એ ચુકાદા પર આવ્યા કે મંદિર ગીનીસ બુકમાં સ્થાન મેળવવાનું હકદાર છે. આ પહેલો અવસર છે જ્યારે ગીનીસ બુકે પોતાની વિશાળ ધાર્મિક સ્થળોની યાદીમાં કોઈ હિંદુ મંદિરને માન્યતા આપી છે.
ભારતમાં આ સમયમાં પ્રાચીન અને અવનવી આવી કેટલીય ઈમારતો અને વાસ્તુકલાના અનોખી અજાયબીઓ છે જેણે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, કેરળનું મંદિર, સૂર્ય મંદિર, તાજ મહેલ, અક્ષરધામ મંદિર વગેરેએ ભારતની સંસ્કૃતિક વિરાસતને હર્યું ભર્યું કર્યું અને સાથે સાથે તેનાથી દેશમાં વાસ્તુકલા અને ભવન નિર્માણ કલાને પણ નવી ઉંચાઈ સુધી પહોચાડી છે.
આ ઈમારત દુનિયાની સૌથી અજીબ ઇમારતોમાં ગણાય છે કારણ કે આખી ઈમારતમાં ક્યાય પણ સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ થયો નથી. તેમાં માત્ર ગુલાબી બલુઆ પથ્થર. આ ત્રણ હજાર ટન પથ્થરોથી બનેલું છે. આ આપણી હજારો વર્ષ જૂની વાસ્તુ કળાથી બનેલું છે.
મોટે ભાગે અક્ષરધામ જવાવાળા સામાન્ય દર્શક મંદિર દર્શન કરીને બહારથી જ ફરીને આવી જાય છે. તે મંદિરની અંદર નૌકા યાત્રા અને આઈમેક્સ ફિલ્મ નો આનંદ લેવા માંગતા નથી કેમ કે ટીકીટ નું મૂલ્ય તેમને ખોટો ખર્ચ લાગે છે.
પરંતુ બધાએ સમજવું જોઈએ કે આટલી મોટી ઈમારતની રખરખાવટ માટે જો તમારે થોડા રૂપિયા ચુકવવા પડે તો કોઈ મોટી વાત પણ નથી. આ બાબતમાં દિલ્લી સરકારનો સ્કુલના બાળકોને અક્ષરધામની યાત્રા કરાવવાનો નિર્ણય ખુબ જ સારો છે જેનાથી બાળકો પોતાની સંસ્કૃતિથી અવગત થઇ શકે.
અક્ષરધામ મંદિર (akshardhaam mandir)માત્ર મંદિર જ નથી પરંતુ દેશની વિભિન્ન સંસ્કૃતિઓનો એવો સંગમ છે જ્યાં ભારતની ૧૦ હાજર વર્ષ જૂની રહસ્યમય સંસ્કૃતિક મૂડી રહેલી છે. આ વિશ્વનું પહેલું એવું હિંદુ મંદિર છે જેનો પ્રતાપ આટલા ઓછા સમયમાં વિશ્વમાં ફેલાયો છે.
પરિસરમાં પ્રવેશ: મફત(કોઈ ટીકીટ નથી)
મંદિર તથા બગીચો: મફત(કોઈ ટીકીટ નથી)
પ્રદશન જોવા માટે ફી છે.
અક્ષરધામ મંદિર:
ભગવાન સ્વામીનારાયણને સમર્પિત એક પારંપરિક મંદિર ભારતની પ્રાચીન કળા, સંસ્કૃતિ અને શિલ્પકળાની સુંદરતા અને અધ્યાત્મીક્તાની ઝલક બતાવે છે.

નીલકંઠ વર્ણી અભિષેક:
એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પરંપરા, જેમાં વૈશ્વિક શાંતિ અને વ્યક્તિ, પરિવાર અને મિત્રો માટે પ્રાથનાઓ કરાય છે તેના માટે ભારતની ૧૫૧ પવિત્ર નદીઓ, જળાશયો અને તળાવોના પાણીનો ઉપયોગ કરાય છે.

પ્રદર્શન
હોલ ૧- હોલ ઓફ વેલ્યુસ(૫૦ મિનીટ)
અહિંસા, ઈમાનદારી અને આધ્યાત્મિકતાનો ઉલ્લેખ કરનારી ફિલ્મો તથા રોબોટિક શો ના માધ્યમથી ચિરસ્થાયી માનવ મુલ્યોનો અનુભવ.

હોલ ૨- મોટા પડદા પર ફિલ્મ(૪૦ મિનીટ)
નીલકંઠ નામના એક અગ્યાર વર્ષનાં યોગીનાં અવિશ્વસનીય યાત્રા નાં માધ્યમ થી ભારતની જાણકારી લો , જેમાં ભારતીય રીતી રીવાજોને સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના માધ્યમથી જીવન-દર્શનમાં ઉતારયુ છે, કલા અને શિલ્પ કલાનું સોંદર્ય તથા અવિસ્મરણીય દ્રશ્યો, અવાજો તથા તેના પ્રેરક પર્વોની શક્તિનો અનુભવ કરો.

હોલ ૩- કલ્ચરલ બોટ રાઈડ(૧૫ મિનીટ)
ભારતની ભવ્ય વિરાસતના ૧૦,૦૦૦ વર્ષોની મુસાફરી કરાવે છે. ભારતના ઋષિયો-વૈજ્ઞાનિકોની શોધો અને આવીસ્કારોની જાણકારી લો, વિશ્વનું પ્રથમ વિશ્વ વિદ્યાલય તક્ષશિલા જુઓ, અજંતા-ઈલોરાની ગુફાઓમાંથી થઈને જાઓ અને પ્રાચીન કાળથી જ માનવતા તરફ ભારતના યોગદાનની જાણકારી લો.

ગાર્ડન ઓફ ઇન્ડિયા
સાઈઠ એકરના હર્યા ભર્યા લોન , બાગ અને કાસ્ય ની શ્રેષ્ઠ પ્રતિમા, ભારતના તે બાલવીરો, વીર યોદ્ધાઓ, રાષ્ટ્રીય દેશ ભક્તો અને મહાન મહિલા વિભૂતિઓનું સન્માન કરાયું છે, જે મુલ્યો અને ચરિત્રના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.
લોટસ ગાર્ડન
કમળના આકારનો એક બગીચો તે આધ્યાત્મિકતાનો આભાસ કરાવે છે, જે દર્શન શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને લીડરો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.
સંગીતના ફુવારા- સહજ આનંદ વોટર શો(સૂર્યોદય પછી સાયંકાળમાં ૩૦ મિનીટ)
દુનિયાના શ્રેષ્ઠ વોટર શોમાંથી એક છે આ અદ્ભુત વોટર શો જે તમને એક નવી અનુભૂતિ કરાવશે તેની થોડી ઝલક જુઓ આ વિડીઓના માધ્યમથી.
ક્યાં આવેલું છે:
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 24, અક્ષરધામ સેતુ ફોન: 22016688, 22026688
નજીકનું મેટ્રો સ્ટેશન: અક્ષરધામ
સમય:
પ્રથમ પ્રવેશ: 9:30 am
છેલ્લું લૉગિન: 6:30 pm
રજા: દર સોમવાર સમગ્ર જગ્યા જાળવણી માટે બંધ છે
પ્રવેશ: મફત | કોઈ ટિકિટ નથી
પ્રદર્શન ટિકિટ્સ: 10 થી સાંજે 5 વાગ્યા સુધી
પ્રવેશ: મફત | કોઈ ટિકિટ નથી
પ્રદર્શનની ફી |
ટિકિટ પુખ્ત: 170
વરિષ્ઠ નાગરિક: 125
બાળ (4-11 વર્ષ): 100
બાળક (4 વર્ષ કરતાં ઓછી): ફ્રી
મ્યુઝિકલ ફાઉન્ટેન: ચાર્જ્સ | ટિકિટ
પુખ્ત: 80
વરિષ્ઠ નાગરિક: 80
બાળ (4-11 વર્ષ): 50
બાળક (4 વર્ષ કરતાં ઓછી): ફ્રી
રજાઓ: સોમવાર
ફોટોગ્રાફી: મંજૂરી નથી
મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ: મંજૂરી નથી (સામાનઘર ઉપલબ્ધ છે)
રજાઓ: સોમવાર
જગ્યામાં પ્રવેશ – નિઃશુલ્ક કોઈ ટિકિટ નથી
પાર્કિંગ: વાહનોના પ્રકાર મુજબ દરો
ઇક્વિટીબલ હાઉસની રકમ: માલિકના જોખમ પર ડિપોઝિટ (ફ્રી)
ફોટો મથક: ફોટોગ્રાફ સ્મૃતિચિહ્ન (ફી માટે)
વ્હીલચેર્સ: રિફંડપાત્ર ડિપોઝિટ – રૂ. 100
ફૂડ કોર્ટ: ફૂડ, નાસ્તો અને પીણાં (માત્ર 100% વેજ)
બુક એન્ડ ગિફ્ટ સેંટર: પબ્લિશિંગ, મિમેન્ટમ અને ભેટ વસ્તુઓ
ડ્રેસ કોડ:
ઇચ્છનીય – ખભા અને ઘૂંટણ કવર
રૂ. 100% ની ચૂકવણી – કપડાં આવરી લેવા માટેની જોગવાઇ છે
સલામતી અને સલામતી: * સસ્તું ઇક્વિટીબલ હોમ્સ ઉપલબ્ધ છે (પાર્કિંગની જગ્યામાં)
નીચે ની વસ્તુયો લઇ જવાની મંજુરી નથી :
બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ (મોબાઇલ, કેમેરા, પૅન ડ્રાઇવ, હેન્ડ-ફ્રી, વગેરે.)
તમામ પ્રકારની બેગ
પર્સ (ખભા / અટકી)
ખોરાક અને પીણાના પદાર્થ
રમકડાં
તમાકુ અને નાર્કોટિક્સ
બધી વ્યક્તિગત આઇટમ્સ
નીચે ની વસ્તુયો લઇ જવાની છૂટ છે:
શૂઝ
બેલ્ટ
Wallet
લેડીના બટવો
જ્વેલરી
પાસપોર્ટ
નાના બાળકો માટે ફુડ્સ
આના પર કડક પ્રતિબંધ છે:
ધુમ્રપાન, પીવાનું અને ડ્રગનો દુરુપયોગ
તમાકુ પ્રોડક્ટ્સ
અપમાન વર્તન અને ભાષા
પાળતુ પ્રાણી
ડિસક્લેમર:
દાખલ કરવાના અધિકાર અને પૂર્વ નોટિસ વિના કાર્યક્રમમાં કોઈપણ ફેરફારને બદલવાનો અધિકાર. કૃપા કરીને સુરક્ષા સ્ટાફ સાથે સહકાર આપો.
વધુ માહિતી માટે, akshardham.com પર જુઓ