અક્ષય કુમાર પર ભડક્યા આમિર ખાનના ફેન્સ, સોશિયલ મીડિયા પર આ રીતે લડાઈ જામી

બોલીવુડ કલાકારોના ફેંસ પોતાના પસંદગીના કલાકારો માટે કાંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. પછી ભલે પોતાના કલાકારને સોશિયલ મીડિયા ઉપર ડીફેંડ કરવાના હોય કે, પછી તેના વિષે કોઈને જડબાતોડ જવાબ આપવાનો હોય. દરેક બાબતમાં ફેંસ હંમેશા આગળ રહે છે.

એવુ જ કાંઈક આમીર ખાન અને અક્ષય કુમારના ફેંસ વચ્ચે જોવા મળ્યું. જયારે બંને ફેંસ એકબીજા સાથે અથડાઈ ગયા અને પોતાના પસંદગીના કલાકારને ડીફેંડ કરવા લાગ્યા. આમીર ખાન અને અક્ષયના ફેંસ સોશિયલ મીડિયા ઉપર એક બીજાને જોરદાર આરોપ લગાવતા જોવા મળી રહ્યા હતા.

પોતાના ફેવરીટ કલાકારો વિષે કોઈ પણ ફેંસ કાંઈ પણ સાંભળવા તૈયાર નથી હોતા. જેથી હંમેશા સોશિયલ મીડિયા ઉપર આવા પ્રકારની લડાઈ જોવા મળે છે. ખાસ કરીને આમીર ખાને પોતાની ફિલ્મ લાલ સિંહ ચડઢાનું એક પોસ્ટર સોશિયલ મીડિયા ઉપર રીલીઝ કર્યું. જેને તેના ફેંસ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે તેના ફેંસ તે બાબતને લઈને અક્ષય કુમારને ખેંચી લાવ્યા અને પછી શું સોશિયલ મીડિયા ઉપર એક વખત ફરી ખેલાઈ ગયું યુદ્ધ. ત્યાર પછી બંનેના ફેંસ અંદરોઅંદર જોરદાર જામી પડ્યા.

ખાસ કરીને આમીર ખાને પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડઢાનું એક પોસ્ટર શેયર કર્યું, જેમાં તેની દાઢી મુંછ વધેલી હતી. આ પોસ્ટર જોઇને જ તેના ફેંસ ખુશ થઈ ગયા. પરંતુ તે વખતે લોકોને અક્ષય કુમારની ફિલ્મ કેસરીની યાદ આવી. જેમાં તેમણે પણ દાઢી મૂંછ વધારી રાખી હતી. ત્યાર પછી જ આમીર ખાનના ફેંસે અક્ષય કુમારને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. આમીર ખાનના ફેંસનું માનવું છે કે, અક્ષય કુમારે ફિલ્મમાં દાઢી વધારી ન હતી, પરંતુ તેમણે નકલી દાઢી વાપરી હતી, જયારે આમીર ખાને આ ફિલ્મ માટે દાઢી વધારી છે.

અક્ષય કુમારને કર્યો ટ્રોલ :

આમીર ખાનના ફેંસે લાલ સિંહ ચડઢા સાથે કેસરીના લુકની સરખામણી કરતા અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કર્યો. ફેંસે કહ્યું કે આમીર ખાન દરેક ફિલ્મ માટે પોતાને તૈયાર કરે છે, જયારે અક્ષય કુમાર દેશભક્તિના નામ ઉપર લોકોને મુર્ખ બનાવે છે. ખાસ કરીને અક્ષય કુમાર પોતાના લુક ઉપર કામ નથી કરતા અને તે માત્ર નકલી વસ્તુનો સહારો લે છે, જયારે આમીર ખાન ફિલ્મના પાત્ર માટે પોતાને બદલી નાખે છે અને પાત્રમાં એકદમ ભળી જાય છે.

અક્ષય કુમારના ફેંસે આવો કર્યો બચાવ :

આ આખી બાબતમાં અક્ષય કુમારના ફેંસે કહ્યું કે, અક્ષય કુમાર વર્ષમાં ઢગલાબંધ ફિલ્મો કરે છે, જેને કારણે જ તેના માટે અસલી દાઢી મૂંછ ઉગાડવી ઠીક નથી. જેને કારણે જ તે આવું નથી કરી શકતા. તો તે આમીર ખાન વર્ષ કે બે વર્ષે એક ફિલ્મ કરે છે, તેવામાં તે પોતાની દરેક ફિલ્મના પાત્રમાં સરળતાથી ઢળી જાય છે, જો કે અક્ષય કુમાર માટે તે શક્ય જ નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.