અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને ગિફ્ટ કરી ડુંગરીની બુટ્ટી, ચર્ચામાં છે ફોટો

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર હાલમાં પોતાની ફિલ્મ ગુડન્યૂઝના પ્રમોશનમાં લાગેલા છે. પોતાની ફિલ્મના પ્રમોશન માટે તે ધ કપિલ શર્મા શો માં પણ એન્ટ્રી લેશે. શો માટે અક્ષયે શૂટિંગ કરી લીધું છે. કપિલ શર્માના શો ના સેટ પરથી જયારે અક્ષય કુમાર ઘરે ગયા તો તે પોતાની પત્ની માટે એક સ્પેશિયલ ગિફ્ટ લઈને ગયા, અને ટ્વિંકલ ખન્નાને તે ખુબ પસંદ આવ્યું. આ ગિફ્ટમાં બીજું કાંઈ નહિ પણ ડુંગરીની બુટ્ટી હતી.

અક્ષયે ટ્વિંકલને ગિફ્ટ આપી ડુંગરીની બુટ્ટી :

ટ્વિંકલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પ્રેમથી તે બુટ્ટીનો ફોટો શેયર કર્યો. ફોટો શેયર કરીને એમણે લખ્યું, મારા પાર્ટનર ધ કપિલ શર્મા શો માં પરફોર્મ કરીને પાછા આવ્યા અને કહ્યું, ‘તે લોકો કરીનાને આ બુટ્ટી દેખાડી રહ્યા હતા. તો મને લાગ્યું નહિ કે તે એનાથી વધારે ઈમ્પ્રેસ થઈ, પણ મને લાગે છે કે તું આને જોઈને ઘણું એન્જોય કરશે. એટલા માટે આ તારા માટે લઈ આવ્યો.’ ઘણી વાર નાની નાની વસ્તુઓ પણ તમારું દિલ સ્પર્શી લે છે. # onionearrings # bestpresentaward

સોશિયલ મીડિયા પર ડુંગરીની બુટ્ટીનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ડુંગરીના વધતા ભાવ આ દિવસોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ આની જ ચર્ચા છે.

તેમજ ફિલ્મ ગુડ ન્યુઝની વાત કરીએ તો, આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, કિયારા આડવાણી અને દિલજીત દોસાંઝ મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ગુડ ન્યુઝ સરોગેસીના વિષય પર આધારિત છે. ફિલ્મના ટ્રેલરને ઘણું પસંદ કરવામાં આવ્યું છે.

અક્ષય કુમાર અસલ જીવનમાં બની ચુકેલી અને વર્તમાનમાં ચાલી રહેલા વિષયો પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે, જેને દર્શક ખુબ પસંદ પણ કરી રહ્યાં છે. એમની છેલ્લી ઘણી બધી ફિલ્મો સુપરહિટ રહી છે. એવામાં ગુડન્યુઝ ફિલ્મ પણ એમને કમાણીના ગુડન્યુઝ આપે એવી આશા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.