દીકરી સાથે ગરીબની ઝૂંપડીમાં પહોંચ્યા અક્ષય કુમાર, ગોળ-રોટલી ખાધી અને કહ્યું, મને…

બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ હાઉસફુલ 4 ને લઈને ખુબ ચર્ચામાં છવાયેલા છે. એમની ફિલ્મ પડદા પર ધમાલ મચાવી રહી છે, પણ તે અસલ જીવનમાં પણ કાંઈકને કાંઈક કરતા જ રહે છે. આ કડીમાં તે આ વખતે તે પોતાની દીકરી નિતારા સાથે એક ગરીબ વૃદ્ધની ઝૂંપડીમાં પહોંચી ગયા. અને એમના એ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાને પોતે અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ઈમોશનલ મેસેજ સાથે પોસ્ટ કર્યા છે.

સોશિયલ મીડિયા પર અક્ષય કુમારના આ ફોટાની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે. એમના ફેન્સ એમના આ પગલાંથી ઘણા ખુશ છે. અને કેમ ન હોય? અરે ભાઈ, જયારે પોતાના મનપસંદ અભિનેતા તમારા લોકોની વચ્ચે આવે છે, તો પોતાના જ કોઈ ઓળખીતા વ્યક્તિ હોય એવો અનુભવ થાય છે. એવામાં અક્ષય કુમાર એક ગરીબ વૃદ્ધની ઝૂંપડીમાં જઈ પહોંચ્યા, અને એમની સાથે એમની દીકરી નિતારા પણ હતી. આ દરમ્યાન તે બંને જણા ન ફક્ત વૃદ્ધની ઝૂંપડીમાં ગયા, પણ ત્યાંથી એમણે ઘણો પ્રેમ પણ મેળવ્યો અને એમની સાથે ફોટા પણ પડાવ્યા.

ગરીબની ઝૂંપડીમાં પહોંચ્યા અક્ષય કુમાર :

કોઈ પણ ફિલ્મી અભિનેતાનું કોઈ ગરીબની ઝૂંપડીમાં પહોંચવું પોતાનામાં જ એક મોટી વાત છે. એવામાં જયારે અક્ષય કુમાર ગરીબની ઝૂંપડીમાં પહોંચ્યા તો એમની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. હકીકતમાં, અક્ષય કુમાર પોતાની દીકરી સાથે વૉક પર નીકળ્યા હતા. પણ ત્યારે એમને તરસ લાગી અને પછી બંને એ ઝૂંપડીમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એમની પાસે એક ગ્લાસ પાણી માંગ્યું. એ પછી વૃદ્ધ દંપતી તો ખુશીથી ઝૂમી ઉઠ્યા. વૃદ્ધ દંપતીના ચહેરા પર એક અલગ જ સ્માઈલ જોવા મળી.

અક્ષય કુમારે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, અમે લોકોએ ફક્ત પાણીનો એક ગ્લાસ માંગ્યો હતો, પણ એમણે અમને બંનેને ગોળ અને રોટલી આપી, જેને ખાઈને મજા આવી ગઈ. અક્ષય કુમારે કહ્યું કે આ અનુભવને જાહેર કરવા માટે મારી પાસે શબ્દ નથી. અમુક લોકો આને દયાળુની નજરથી જોશે, પણ મારા માટે આ ક્ષણ અનમોલ છે. જણાવી દઈએ કે, એ વૃદ્ધ દંપતી સાથે અક્ષય કુમારે પોતાનો ફોટો પણ પડાવ્યો અને આ વખતે એમની દીકરીનો ચહેરો પણ બધાની સામે આવી ગયો.

આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે :

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ શૂર્યવંશીના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં એમની સાથે કટરીના કૈફ હશે. એવામાં આ જોડી લાંબા સમય પછી પર્દા પર કમબેક કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ જોડીને સ્ક્રીન પર ઘણો બધો પ્રેમ મળ્યો છે. આ સિવાય અત્યારે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 ધમાલ મચાવી રહી છે. તે હવે 100 કરોડની ફિલ્મમાં શામેલ થઈ ચુકી છે. જણાવી દઈએ કે, સૂર્યવંશી માટે અક્ષય અને કટરીનાના ફેન્સ ઘણા ઉત્સાહિત છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.