મોદીજી અને રજનીકાંત પછી અક્ષય કુમાર ‘મેન વર્સેસ વાઈલ્ડ’ માં દેખાડશે પોતાની બહાદુરી, જુઓ ફોટોઝ

હોલીવુડ ટીવી શો ‘મેન વર્સીસ વાઈલ્ડ’ (Man vs Wild) આખી દુનિયામાં ઘણો પ્રખ્યાત છે. આ શો ના હોસ્ટ બેયર ગ્રિલ્સ (Bear Grylls) પ્રાકૃતિક જગ્યાઓ જેવી કે જંગલ, રણપ્રદેશ વગેરે જગ્યાએ લોકોને બચવાની ટેક્નિક જણાવે છે. તેમાં ઘણી વાર તેમની સાથે સ્પેશિયલ ગેસ્ટ પણ શામેલ થઈ જાય છે. જેમકે થોડા સમય પહેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ શો નો ભાગ બન્યા હતા.

પીએમ મોદીનો એપિસોડ ડિસ્કવરી ચેનલે 180 દેશોમાં દેખાડ્યો હતો. મોદીજીને કારણે ભારતમાં આ શો નું રેટિંગ ઘણું વધી ગયું હતું. એ જ કારણ છે કે, શો ના મેકર્સ હવે ભારતની બીજી પ્રખ્યાત હસ્તીઓને તેમાં શામેલ કરી રહ્યા છે.

થોડા દિવસો પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર રજનીકાંતે આ શો નું શૂટિંગ પૂરું કર્યું હતું. હવે હાલમાં જ આ શો માં બોલીવુડના એક્શન ખેલાડી અક્ષય કુમાર પણ આવી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર આ દિવસોમાં અક્ષય અને બેયર ગ્રિલ્સના અમુક ફોટા ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં અક્ષય કુમાર બેયર ગ્રિલ્સ સાથે કારમાં બેસેલા જોવા મળી રહ્યા છે. અક્ષય આ ફોટામાં ઘણા ખુશ લાગી રહ્યા છે. આ ફોટામાં ખાખી વર્દી પહેરેલા અમુક લોકો પણ દેખાઈ રહ્યા છે.

જાણકારી અનુસાર ફિલ્મ ‘રોબોટ 2.0’ ના પોતાના સહ કલાકાર રજનીકાંતની જેમ જ અક્ષય કુમારે પણ મેન વર્સીસ વાઈલ્ડનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વ એંડ નેશનલ પાર્કમાં કર્યું છે. અક્ષયના આ ફોટા સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યા છે. લોકોએ આ શો જોવાની ઘણી ઉત્સુકતા છે. તેનું કારણ એ છે કે, અક્ષય કુમાર આ શો માટે પરફેક્ટ કેન્ડિડેટ છે. તે ઘણા ફિટ છે અને તેમણે માર્શલ આર્ટનું સારું એવું જ્ઞાન છે. ઉછળ-કૂદ અને સ્ટંટ વગેરે કરવામાં પણ અક્ષયનો જવાબ નથી. એવામાં એ જોવું રસપ્રદ હશે કે શો માં અક્ષય શું શું કમાલ કરે છે.

સાંભળવામાં એ પણ આવ્યું હતું કે, રજનીકાંત આ શો નું શૂટિંગ કરતા સમયે ઘાયલ થઈ ગયા હતા. એક વન અધિકારીનું માનીએ તો રજનીકાંતે પોતાનું સંતુલન ખોઈ દીધું હતું, જેના કારણે તેમના પગની ઘૂંટી વળી ગઈ અને તેમના હાથ પગમાં ઇજા થઈ હતી. તેમજ શો માં જોવા મળેલા પીએમ મોદીએ પોતાનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કોર્બેટના જંગલોમાં કર્યું હતું. આ દરમિયાન મોદીજી પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન સાથે સંબંધિત વાતો કરતા જોવા મળ્યા હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો અક્ષય કુમાર છેલ્લે કરીના કપૂર સાથે ‘ગુડ ન્યુઝ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અક્ષય કુમાર આવનારા સમયમાં ઘણી બધી ફિલ્મો કરવાના છે. તેમાં લક્ષ્મી બોંબ, બચ્ચન પાંડે અને સૂર્યવંશી જેવી ફિલ્મો શામેલ છે. અક્ષય કુમાર ફિલ્મોમાં બીજા કલાકારોની સરખામણીમાં વધારે એક્ટિવ રહે છે. તે એક જ વર્ષમાં ઘણી બધી ફિલ્મો કરે છે. એજ કારણ છે કે, તેમની કમાણી પણ બીજા કલાકારોની સરખામણીમાં ઘણી વધારે છે.

મિત્રો, તમને અક્ષય કુમારની મેન વર્સીસ વાઈલ્ડના એપિસોડની માહિતી અને ફોટા કેવા લાગ્યા તે કમેન્ટમાં જરૂર જાણવશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.