શોર્ટ સ્કર્ટમાં દેખાઈ અક્ષયની એક્ટ્રેસ તો લોકોએ ઉડાવી મજાક, એક એ કીધું, શ્વાસ લઇ લે બહેન

અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ માં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હાલમાં જ એક ચેટ શો પર પહોંચી. આ દરમિયાન ભૂમિએ બ્લુ કલરનું શોર્ટ સ્કર્ટ અને વ્હાઈટ ટોપ પહેર્યું હતું. ભૂમિના ડ્રેસ અને એનો લુક જોઈને સોશિયલ મીડિયા પર લોકો એનો મજાક ઉડાડવા લાગ્યા. સવેરા નામની એક યુઝરે ભૂમિ પર કમેન્ટ કરતા કહ્યું, ‘શ્વાસ લઇ લે બહેન.’ તેમજ સ્વાતિ નામની એક યુઝરે લખ્યું, ‘આ સ્લિમ દેખાવાના પ્રયત્નમાં છે.’ જણાવી દઈએ કે ભૂમિ પેડનેકર જલ્દી જ ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ માં દેખાવાની છે.

ભૂમિ પેડનેકરે 4 વર્ષ પહેલા 2015 માં ‘દમ લગા કે હઈશા’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં ભૂમિએ જાડી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. જેના માટે એમણે 20 કિલો વજન વધાર્યુ હતું અને 85 કિલોની થઈ ગઈ હતી.

એ પછી તે અક્ષય કુમાર સાથે એમની ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ માં આવી હતી. આ ફિલ્મમાં એમનો લુક પહેલી ફિલ્મથી એકદમ અલગ હતો. ‘દમ લગાકે હઈશા’ નું શૂટિંગ પૂરું થયા પછી ભૂમિએ પોતાનું વજન 27 કિલો સુધી ઓછું કર્યુ હતું.

એક ઈન્ટરવ્યુ દરમિયાન ભૂમિએ જણાવ્યું હતું કે, ‘મને 27 કિલો વજન ઘટાડવામાં 3 વર્ષ લાગ્યા. છોકરાઓ અને છોકરીઓનું બોડી મેકેનિઝ્મ અલગ હોય છે. છોકરાઓ માટે વજન વધારવું કે ઘટાડવું સરળ હોય છે, પણ મને આ ઘણું મુશ્કેલ લાગ્યું.’

ભૂમિના જણાવ્યા અનુસાર, મેં ફેટમાંથી ફિટ થવા માટે સ્ટ્રિક્ટ ડાયટ લીધો છે. એમાં રિફાઇન્ડ શુગર, સૈચ્યુરેટેડ ફેટ્સ, ઘંઉ અને ચીઝ જેવી વસ્તુઓ શામેલ ન હતી. મારા ખાવાનામાં સુકામેવા, બાજરી, બ્રાઉન રાઈસ અને પ્રોટીન શામેલ હતા.

ભૂમિ પેડનેકરે અત્યાર સુધી દમ લગાકે હઈશા, ટોયલેટ એક પ્રેમ કથા, શુભ મંગલ સાવધાન, સોન ચિરૈયા, સાંડ કી આંખ અને બાલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.