આવતા વર્ષે અક્ષય કુમાર આ ફિલ્મોમાં મચાવશે બોક્સ ઓફિસ પર ધમાલ, છઠ્ઠા નંબર વાળીના તો તમે પણ હશો ફેન

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર હાલના દિવસોમાં એક પછી એક હીટ ફિલ્મો આપી રહ્યા છે. તેઓ એક પછી એક એવી ફિલ્મો બનાવી રહ્યા છે જે સમાજને એક સારો સંદેશ આપી રહી છે. જો એમ કહીએ કે અક્કી જે ફિલ્મમાં હાથ લગાવે છે તે ફિલ્મ બોલીવુડમાં હીટ બની જાય છે, તો યોગ્ય જ કહેવાય. હાલમાં અક્ષયની ફિલ્મ 2.૦ ની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી રહી છે. એક પછી એક આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર નવા રેકોર્ડ બનાવી રહી છે. એટલે કે આ વર્ષના અંતમાં પણ અક્ષયે પોતાની ફિલ્મોથી લોકોને ફરી એક વખત પોતાના દીવાના બનાવી દીધા.

આ વર્ષ પૂરુ થઇ રહ્યું છે અને થોડા જ દિવસોમાં નવું વર્ષ શરુ થઇ જશે. અક્ષયે આ વર્ષ (૨૦૧૮) ની જેમ આવનારા વર્ષમાં પણ જોરદાર હીટ ફિલ્મો આપવાની વ્યવસ્થા કરી લીધી છે. તો આવો જાણીએ આવનારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં અક્ષયની ફિલ્મોની યાદી.

કેસરી :

વર્ષ ૨૦૧૯ માં અક્ષયની ફિલ્મ ‘કેસરી’ આવવાની છે. જેમાં અક્ષય સાથે પરણિતી ચોપડા પણ જોવા મળશે. અક્ષયની આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન અંતર્ગત બની રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સારાગઢીમાં લડવામાં આવેલી લડાઈની વાર્તાને ફિલ્મ દ્વારા લોકો સમક્ષ દર્શાવશે.

હાઉસફૂલ ૪ :

સાજીદ નડીયાદવાલાની ફિલ્મ હાઉસફૂલ ૪ માં અક્ષય કુમાર જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય સાથે બોબી દેઓલ, રીતેશ દેશમુખ, કૃતિ સેનાન અને કૃતિ ખરબંદા દર્શકોને હસાવતા જોવા મળશે. આ ફિલ્મ હાઉસફૂલ મુવી સીરીઝની છે જેને છેલ્લી ત્રણ સીઝનોએ દર્શકોને ઘણા એંટરટેન કર્યા હતા.

પૃથ્વીરાજ ચોહાણ બાયોપિક :

જેમ કે ફિલ્મના નામથી જ સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ફિલ્મ પૃથ્વીરાજ ચોહાણની બાયોપિક છે, અને તેમાં અક્ષય પૃથ્વીરાજનું પાત્ર નિભાવશે. યશ રાજના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અક્ષય સાથે બોલીવુડના બીજા એક ધુરંધર જોવા મળી શકે છે. આમ તો સમાચારોના જણાવ્યા મુજબ અક્ષયની ઓપોઝીટ આ ફિલ્મમાં કોઈ નવા પાત્રને પણ લેવામાં આવી શકે છે.

ગુડ ન્યુઝ :

અક્ષયની આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું શુટિંગ હાલમાં જ શરુ થયું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીલજીત દોસાંઝ અને કીઆરા આડવાણી જેવા કલાકારો જોવા મળશે.

મંગલયાન :

આ ફિલ્મ વિષે હજુ વધુ જાણકારી નથી મળી, પરંતુ જેટલી જાણકારી છે તે મુજબ આ ફિલ્મને આર. બાલ્કી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નું કામ કરી રહી છે.

હેરાફેરી ૩ :

હેરાફેરીની પહેલી ફિલ્મ એ જ લોકોને ઘણા એંટરટેન કર્યા હતા. ત્યાર પછી આ ફિલ્મનો બીજો પાર્ટ પણ આવ્યો જે બોક્સ ઓફીસ ઉપર ઘણી ધૂમ મચાવી શકી. અને હવે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ દર્શકો માટે આવવાનો છે. આ ફિલ્મમાં અક્ષય, સુનીલ અને પરેશ રાવલની ટુકડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ ત્રીજા પાર્ટમાં પણ ફિલ્મ લોકોને એટલી જ પસંદ આવે છે કે નહિ.