તીર્થક્ષેત્ર પ્રયાગરાજ સંગમમાં આવેલા અક્ષયવડની આ અદભુત વાતો રૂવાંડા ઉભા કરી દેશે

આ ખાસિયતને કારણે આ વડને કહેવામાં આવે છે અક્ષયવડ, વાંચો તેની સાથે જોડાયેલી રુવાડાં ઉભા કરી દે એવી વાતો. મત્સ્ય પુરાણમાં વર્ણન છે કે જ્યારે પ્રલય આવે છે, ત્યારે યુગનો અંત થાય છે. પૃથ્વી જળમગ્ન થઈ જાય છે અને બધું ડૂબી જાય છે. તે સમયે પણ ચાર વટવૃક્ષ નથી ડૂબતા. તેમાં સૌથી મહત્વપૂર્ણ છે તે વટવૃક્ષ જે પ્રયાગરાજ નગરીમાં યમુનાના કિનારે આવેલું છે. માન્યતા છે કે, ઈશ્વર આ વૃક્ષ પર બાળરૂપમાં રહે છે અને પ્રલય પછી નવી સૃષ્ટિની રચના કરે છે. પોતાની આ વિશેષતાને કારણે આ વટવૃક્ષને અક્ષયવડના નામથી ઓળખવામાં આવે છે. એવો વડ જેનો ક્ષય એટલે કે નાશ નથી થઈ શકતો.

10 જાન્યુઆરી 2019 ના રોજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ વડને હિંદુ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો કરાયો હતો. તેની સાથે જ સરસ્વતી કૂપમાં દેવી સરસ્વતીની મૂર્તિની પ્રાણ પ્રતિસ્થા કરવામાં આવી હતી. જૈન મતમાં એવી માન્યતા છે કે, પહેલા તીર્થંકર ઋષભદેવજીએ આ વડની નીચે તપસ્યા કરી હતી. બૌદ્ધ મતમાં પણ આ વૃક્ષને પવિત્ર માનવામાં આવ્યું છે. વાલ્મિકી રામાયણ અને કાલિદાસ રચિત રઘુવંશમાં પણ આ વૃક્ષની ચર્ચા થઈ છે. આશા અને જીવનનો સંદેશ આપતો આ વડ ભારતીય સંસ્કૃતિનું એક પ્રતીક છે. પરંતુ પ્રશ્ન છે કે આ મહત્વપૂર્ણ વડ 425 વર્ષો સુધી દૂર કેમ રાખવામાં આવ્યો હતો?

અકબર જે કથિત ગંગા યમુનાની સભ્યતા પર શાસન કરવા માંગતા હતા, તેના માટે પ્રયાગરાજ જેવી નગરીમાં તેની સત્તાની ધાક હોવી જરૂરી હતી. એવામાં અકબરે ત્યાં એક કિલ્લો બનાવવાનો નિર્ણય લીધો. કિલ્લા માટે તેણે તે જગ્યા પસંદ કરી, જે હિંદુઓ માટે સૌથી વધારે પવિત્ર હતી. અક્ષયવડ અને અન્ય ડર્ઝનો મંદિર આ કિલ્લાની અંદર આવી ગયા. પણ પોતાના જીવનના ઉત્તરકાળમાં અકબર પોતાના પૂર્વવર્તી શાસકો અને આવનારા ઉત્તરાધિકારીઓ જેવો ક્રૂર ન હતો.

એટલા માટે તેણે કિલ્લાના ક્ષેત્રમાં આવનારા મંદિરો તો નષ્ટ કર્યા પણ મૂર્તિઓ રહેવા દીધી. તે મૂર્તિઓ અને અક્ષયવડની શાખા સ્થાનિક પુજારીઓને સોંપી દેવામાં આવ્યા, જેથી અન્ય જગ્યાએ તેઓ તેની પૂજા કરી શકે. આ મૂર્તિઓ અને શાખાથી પાતાલપુરી મંદિર બનાવવામાં આવ્યું, જ્યાં છેલ્લા 425 વર્ષોથી હિંદુ શ્રદ્ધાળુ દર્શન કરતા આવી રહ્યા હતા. પણ અસલી અક્ષયવડ કિલ્લાની અંદર હતું જેને હિંદુઓની પહોંચથી દૂર કરી દેવામાં આવ્યું.

હકીકતમાં આ વૃક્ષ જે રીતે સનાતનતાનો વિચાર રજુ કરે છે, તે અત્યંત વિપરીત સમયકાળમાં પણ હિંદુઓના ભવિષ્ય માટે આશાનું પ્રતીક હતું. અકબર આને એક પડકાર માનતા હતા. એટલા માટે તેના આદેશ પર વર્ષો સુધી ગરમ તેલ આ ઝાડના મૂળમાં નાખવામાં આવ્યું, છતાં પણ આ ઝાડ નષ્ટ થયું નહિ. અકબરના દીકરા જહાંગીરના શાસનકાળ દરમિયાન પહેલા અક્ષયવડને સળગાવવામાં આવ્યું, છતાં પણ તે નષ્ટ થયું નહિ. ત્યારબાદ જહાંગીરના આદેશ પર આ ઝાડને કાપી નાખવામાં આવ્યું.

પણ તેના મૂળને કારણે ફરીથી તેની શાખાઓ ઉગી ગઈ. જહાંગીર પછી પણ મુગલ શાસનમાં અનેક વાર આ ઝાડને નષ્ટ કરવાનો પ્રયત્ન થયો, પણ આ આ ઝાડ દરવખતે પુનર્જીવિત થતું રહ્યું. તેના પરથી એવું જણાય છે કે, જાણે આ પવિત્ર ઝાડ વારંવાર પુનર્જીવિત થઈને ઇસ્લામિક આક્રમણકારીઓને એ કઠોર સંદેશ આપતું રહ્યું કે, તમે બધા ગમે તેટલા પ્રયત્ન કરી લો પણ સનાતન ધર્મને સમાપ્ત નહિ કરી શકો. સાથે જ પોતાના અસ્તિત્વને મળેલા દરેક પડકારને સફળતાપૂર્વક પાર પાડીને તે સનાતનધર્મીઓમાં નવી આશાનો સંચાર કરતુ રહ્યું.

મુગલો પછી આ કિલ્લો અંગ્રેજો પાસે રહ્યો અને તેમણે પણ મુગલો દ્વારા લગાવેલા પ્રતિબંધને કાયમ રાખ્યો. સ્વતંત્રતા પછી આ કિલ્લો ભારતીય સેનાના નિયંત્રણમાં છે. અહીં સામાન્ય શ્રદ્ધાળુઓનું આવવું શક્ય ન હતું. શ્રદ્ધાળુઓ અને સંતોની સતત માંગ પછી પણ કોઈ સરકારે આ અક્ષયવડને દર્શન માટે ખુલ્લું મુકવામાં રુચિ દેખાડી નહિ. પરંતુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયત્નોથી તે શક્ય થઈ શક્યું, જેના લીધે તે આભારને પાત્ર છે. આ સત્ય સત્ય/તથ્ય/ઇતિહાસ બધાને ખબર હોવી જોઈએ. એટલે વાંચકોને આગ્રહ છે કે આને શેયર જરૂર કરે.