અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

હવે અલાદીન સિરિયલમાં જોવા મળશે નવી જૈસ્મિન, અવનીત કૌરના સ્થાને દેખાશે આશી સિંહ, એક્ટ્રેસે કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

ટેલિવિઝન અભિનેત્રી અવનીત કૌરે સીરીયલ ‘અલ્લાદિન-નામ તો સુના હોગા’ માંથી વિદાય લઇ લીધી છે. અભિનેત્રીનું માનીએ તો તે કોવિડ -19 ના આ વાતાવરણમાં શૂટિંગ કરવામાં અનુકુળ નથી, જેના કારણે તેણે આ શો છોડી દેવાનું નક્કી કર્યું છે. અગાઉ ‘યે ઉન દિનો કી બાત હૈ’માં દેખાઈ ચૂકેલી અભિનેત્રી આશિ સિંહ હવે આ શોમાં તેની જગ્યા લેશે.

તાજેતરમાં જ દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આશીએ કહ્યું હતું કે રાજકુમારી જૈસ્મિનની ભૂમિકા ભજવવી એ પોતાનામાં જ એક પડકાર છે. જો કે, આ પાત્ર માટે તે દરેક પ્રકારનો પડકાર લેવા માટે તૈયાર છે, કારણ કે આ તેમનો ડ્રીમ રોલ છે. વાતો વાતોમાં આશિએ અવનીત સાથે તુલના થવા ઉપર પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.

ખુશી પણ હતી પણ સાથે-સાથે ડર પણ :

આશીએ કહ્યું, “જ્યારે મને આ શો માટે નિર્માતાઓએ સંપર્ક કર્યો ત્યારે શરૂઆતમાં મને સમજાયું જ નહીં કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી? ખુશી પણ હતી પણ સાથે-સાથે ડર પણ. એક મિક્સ પ્રતિક્રિયા હતી. કારણ કે મને ખબર છે કે આ શો ખૂબ જ લોકપ્રિય છે અને અવનીતે પોતાની એક ઓળખ બનાવી છે. કેટલીક વાર લોકો કોઈની રિપ્લેસમેંટ ઝડપથી સ્વીકારતા નથી અને આ વાતનો ડર તો છે.

હવે હું ઉત્સાહિત પણ છું કે મને રાજકુમારીનું પાત્ર ભજવવા મળી રહ્યું છું. આ પાત્ર મારા જૂના પાત્રોથી ખૂબ જ અલગ છે. રાજકુમારીની ભૂમિકા નિભાવવાનું મારું સ્વપ્ન હતું, જે પૂરું થતું દેખાઈ રહ્યું છે. જે પહેલા કરવા ન મળ્યું તે હવે કરીશ.”

‘લોકો તો તુલના કરશે જ પણ હું તેની માનસિક અસર નહીં થવા દઉં :

અવનીત સાથેની તુલના અંગે આશી કહે છે, “મેં આ તુલના માટે પોતાને તૈયાર કરી લીધી છે. હું વિચારું છું કે મારા જૂના શોમાં મારી જગ્યાએ કોઈને રિપ્લેસ કરવામાં આવી હોત, તો તેના માટે પણ સરળ ન હોત. લોકો સરળતાથી તેનો સ્વીકાર ન કર્યો હોત. તે મારી સાથે થશે પરંતુ તેની મારા ઉપર ખોટી અસર થવા દઈશ નહી. હું પોતાને સાબિત કરવામાં કોઈ કસર નહીં છોડું. “લોકો તો તુલના કરશે જ પણ હું તેની માનસિક અસર નહીં થવા દઉં. હું તેની અવગણના કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.”

મારો ‘યે ઉન દિનો કી બાત હૈ ‘ સીઝન 2 માટે સંપર્ક કરવામાં આવ્યો નથી :

આશી સિંહનો પહેલો શો ‘યે ઉન દિનો કી બાત હૈ’ પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિય હતો. 2017માં પ્રીમિયર થયેલો આ શો લગભગ 2 વર્ષ સુધી ટેલિકાસ્ટ થયા પછી બંધ થયો. થોડા દિવસો પછી ચાહકોની માંગ ઉપર નિર્માતાઓએ શોની સીઝન 2ની જાહેરાત કરી, જોકે સ્ટારકાસ્ટની જાહેરાત હજુ બાકી છે. તો શું આશી તેના જૂના હિટ શોની બીજી સિઝનમાં જોવા મળશે? આ અંગે તે કહે છે, “હા, મેં પણ સાંભળ્યું છે કે ‘યે ઉન દિનો કી બાત હૈ’ની સીઝન 2ની તૈયારીઓ ચાલી રહી છે. જો કે તેના માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. મને તે પ્રોજેક્ટ વિશે કોઈ જાણકારી નથી.”

અવનીત કૌર આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી :

અવનીત કૌર વિશે વાત કરીએ તો તે ‘અલ્લાદિન-નામ તો સુના હોગા’ ના પહેલા દિવસથી સંકળાયેલી હતી. જોકે ગયા વર્ષે ડેન્ગ્યુના કારણે તેણે બ્રેક લીધો હતો. તે થોડા મહિના આરામ કર્યા પછી ફરીથી શોમાં પરત આવી હતી. આ વખતે કોરોના વાયરસને કારણે તે સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નહોતી અને તેથી જ તેણે આ શોને અલવિદા કહ્યું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.