એલર્ટ : આવી રહ્યો છે ખતરનાક વાયરસ, 36 કલાકમાં આખી દુનિયામાં થઈ શકે છે આટલા કરોડ મૃત્ય

દુનિયા સામે એક ઘણો મોટો પડકાર(કે કહીએ તો સમસ્યા) આવવાનો છે. આ પડકાર હવામાં ફેલાવા વાળો એક ખતરનાક વાયરસ હશે, જે ફેલાવાનું શરુ થયાના 36 કલાકની અંદર આખી દુનિયામાં ફેલાઈ જશે. એના કારણે આખી દુનિયામાં આઠ કરોડ લોકોના મૃત્યુ થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પૂર્વ પ્રમુખે આ એલર્ટ જાહેર કર્યું છે. એમણે આને અત્યાર સુધીનો સૌથી ખતરનાક ફલૂ (વાયરસ) જણાવ્યો છે. WHO એ પણ આના માટે તૈયાર રહેવા કહ્યું છે.

વિશેષજ્ઞો અનુસાર, લગભગ એક સદી પહેલા 1918 માં સ્પેનિશ ફલૂ મહામારીએ દુનિયાની વસ્તીના એક તૃતીયાંશ ભાગને સંક્રમિત કરી દીધો હતો. આ ફલૂને કારણે પાંચ કરોડ લોકોના મૃત્યુ થયા હતા. હવે જે ફલૂ પ્રવેશ કરવાનો છે, તે સ્પેનિસ ફલૂ કરતા પણ વધારે ખતરનાક છે.

વિશેષજ્ઞો અનુસાર, આ ફલૂ એટલા માટે ખતરનાક હશે કારણ કે, સ્પેનિસ ફલૂ વખતના સમયની સરખામણીમાં હાલના સમયમાં આખી દુનિયામાં ઘણા વધારે લોકો અને ઘણી ઝડપથી એક દેશમાંથી બીજા દેશમાં યાત્રાઓ કરી રહ્યા છે. આ કારણે આવનાર ફલૂ પહેલા કરતા વધારે ખતરનાક સાબિત થશે અને માત્ર 36 કલાકમાં આખી દુનિયામાં ફેલાઈ જશે.

બધા દેશોને એલર્ટ જાહેર કરવામાં આવી :

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પૂર્વ ચીફના નેતૃત્વ વાળી ‘ધ ગ્લોબલ પ્રીપેયર્ડનેસ મોનિટરિંગ બોર્ડ’ ના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની ટીમે પોતાનો આ રિપોર્ટ બધા દેશોના નેતાઓને બચાવ માટે જરૂરી પગલાં લેવા માટે મોકલ્યો છે. બોર્ડ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહ્યું છે કે, આખી દુનિયામાં ફેલાવાવાળી આ મહામારીની ચેતવણી વાસ્તવિક છે.

અપર્યાપ્ત છે રક્ષણ માટેના હાલના પ્રયત્નો :

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ઘણી ઝડપતી ફેલાવાવાળો આ ફલૂ ઘણો ખતરનાક છે. આમાં 10 કરોડ લોકોનો જીવ લેવાની ક્ષમતા છે. સાથે જ, એનાથી ઘણા દેશોની અર્થવ્યવસ્થા બગડવાની અને રાષ્ટ્રીય સુરક્ષાના અસ્થિર થવાનો પણ મોટો ભય છે. વિશેષજ્ઞોએ પોતાના આ રિપોર્ટને નામ આપ્યું છે, ‘અ વર્લ્ડ એટ રિસ્ક.’ એમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાયરસ ઈબોલાની જેમ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઈબોલા જેવા ઘાતક વાયરસના ભયને જોતા હાલના સમયમાં કરવામાં આવેલા પ્રયત્નો અપર્યાપ્ત છે.

GPMB એ જાહેર કરી એલર્ટ :

જણાવી દઈએ કે, આ ખતરનાક વાયરસની એલર્ટ જાહેર કરવાવાળી સંસ્થા ધ ગ્લોબલ પ્રીપેયર્ડનેસ મોનીટરીંગ બોર્ડનું નેતૃત્વ નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી અને WHO ના મહાનિદેશક ડો. ગ્રો હાર્લેમ બ્રુન્ડલેંડ અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ અને રેડ ક્રીસેંટ સોસાયટીસના મહાસચિવ અલ્હદજ અસ સય કરી રહ્યા છે.

સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એમના દ્વારા અગાઉથી આપી દેવામાં આવેલ આ ખતરનાક ફ્લુના રિપોર્ટને વૈશ્વિક નેતાઓએ સંપૂર્ણ રીતે ધ્યાન બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે WHO એ આ રિપોર્ટ પર મહોર લગાવી દીધી છે.

મેપ દ્વારા જણાવ્યું કયા દેશોને છે ખતરો :

સંસ્થાએ ખતરનાક ફલૂના રિપોર્ટ સાથે એનો શિકાર થવાવાળા સંભવિત દેશો વિષે પણ એક મેપ(નકશા) દ્વારા જણાવ્યું છે. આ મેપને નવા વિકસતા અને ફરીથી વિકસતા વાયરસના ભયના વર્ગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, દુનિયામાં આ પહેલા પણ પાંચ ખતરનાક ફલૂ ઇબોલા, જીકા અને નીપા જેવા ખતરનાક વાયરસ હુમલો કરી ચુક્યા છે. એના સિવાય વેસ્ટ નીલ વાયરસ, એન્ટિબાયોટિક પ્રતિરોધ, ખસરા, તીવ્ર ફલેસિડ માયલાઈટિસ, પીળો તાવ, ડેન્ગ્યુ, પ્લેગ અને હ્યુમન મંકીપોક્સ પણ દુનિયાના અમુક સૌથી ખતરનાક વાયરસમાં શામેલ છે.

GPMB નો રિપોર્ટ :

જીપીએમબી રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, અત્યાર સુધીનો સૌથી ખતરનાક વાયરસ આખી દુનિયામાં પાંચથી આઠ કરોડ લોકોનો જીવ લઈ શકે છે. આ વાયરસ શ્વાસ દ્વારા હવામાં ઝડપથી ફેલાશે અને મહામારીનું રૂપ લેશે. એના કારણે દુનિયાની 5% અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે. દુનિયા આ ભય માટે જરા પણ તૈયાર નથી. એના કારણે ઘણા બધા ગરીબ દેશોમાં સ્વસ્થ્ય સેવાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

WHO એ જાહેર કરી હતી એલર્ટ :

આ રિપોર્ટ પર મોહર લગાવતા WHO ના મહાનિદેશક ટેડ્રોસ એડનોમ ઘિબેયિયસે બધા દેશોની સરકારોને જણાવ્યું છે કે, આ મુશ્કેલી સામે લડવા માટે જરૂરી તૈયારી કરી રાખે. એમણે કહ્યું છે કે, તક છે કે જી 7, જી 20 અને જી 77 માં શામેલ દેશ બાકી દુનિયા માટે એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકે છે. હવામાં ફેલાવાવાળા આ ફલૂની એલર્ટ WHO દ્વારા પહેલા પણ જાહેર કરવામાં આવી ચુકી છે.

સૌથી ઘાતક રહ્યો છે 1918 નો ફલૂ :

લગભગ એક સદી પહેલા 1918 માં ફેલાયેલા એક જીવલેણ વાયરસે દુનિયાનો એક તૃતીયાંશ કરતા વધારે વસ્તી પર હુમલો કર્યો હતો. એના કારણે એક મહિનાની અંદર આખી દુનિયામાંથી 5 કરોડ લોકોનું મૃત્યુ થઇ ગયું હતું. આ આંકડા પહેલા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ કરતા ત્રણ ગણા વધારે હતા. તે ઈતિહાસમાં સૌથી ઝડપથી ફેલાવા વાળો અને સૌથી ઝડપી મોતને ઘાટ ઉતારવા વાળો વાયરસ હતો.

મોટાભાગના વાયરસની અસર બાળકો, વૃદ્ધો અથવા શારીરિક રૂપથી નબળા લોકો પર થાય છે. પણ એનાથી વિપરીત 1918 ના ફ્લુનો શિકાર સૌથી વધારે સ્વસ્થ યુવા થયા હતા. આ ફલૂની સૌથી વધારે અસર જર્મની, બ્રિટન, ફ્રાંસ, સ્પેન અને યુનાઈટેડ સ્ટેટ્સ પર થઇ હતી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.