અલીબાબાની જેમ હવે આવી રહી છે અંબાણીની જોરદાર યોજના, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.

ઓયલ ટુ ટેલિકોમમાં કામ પૂરું થયું, હવે રિટેલ ટુ ઈ-કોમર્સ થશે શરુ, મુકેશ અંબાણીએ આવનારો પ્લાન જિયો માર્ટ

જિઓ પ્લેટફોર્મ હવે શેર બજારોમાં લીસ્ટેડ થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે

2018 માં, રિલાયન્સ રિટેલ 189 મા ક્રમે હતી. 2020 માં 54માં ક્રમ ઉપર છે

મુંબઇ (અજિતસિંહ). રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સંપૂર્ણ દેવા મુક્ત થવું મુકેશ અંબાણીનું પહેલું ધ્યેય પૂર્ણ થઇ ગયું છે. હવે રિલાયન્સ જિઓ પ્લેટફોર્મ ઉપર વધુ વેચાણની શક્યતા ઓછી છે. તેવામાં રિલાયન્સ માટે આગામી વૃદ્ધિ ડ્રાઇવર રિલાયન્સ રિટેલ હશે. તે મુકેશ અંબાણીના ધ્યેય ઉપર છે, જેમાં તે ભારતને તેલથી માંડીને ટેલિકોમ અને રિટેલથી ઈ-કોમર્સને એક નવી પદ્ધતિથી સ્થાપિત કરવા માંગે છે. જિઓ હવે સંપૂર્ણ રીતે સેટ કંપની છે. આમ તો શેર બજારોમાં તેની લીસ્ટીંગનો એક સમયગાળો જરૂર બાકી છે.

દેશમાં રિટેલ સંગઠિત

હાલમાં ડી માર્ટ, ફ્યુચર ગ્રુપ મુખ્ય રિટેલ સંગઠિત કંપનીઓ છે. ડી માર્ટની પેરેન્ટ કંપની એવન્યુ સુપર માર્ટ લિસ્ટેડ છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 1.50 લાખ કરોડ છે. પ્રખ્યાત રોકાણકાર આર.કે. દમાનીની આ કંપનીએ લિસ્ટિંગ સમયે જોરદાર ધડાકો કર્યો હતો. 295-299 રૂપિયાના ભાવે તેનો આઈપીઓ માર્ચ 2017 માં આવ્યો હતો. કંપનીના આઈપીઓ અંગે દમાનીને એટલો વિશ્વાસ હતો કે હવે આઇપીઓનો રોડશો કરવામાં આવે તો દમાની પોતે ન આવ્યા. તેણે તેના એક અધિકારીને મોકલી દીધા.

ડીએમાર્ટના શેર માંથી ત્રણ વર્ષમાં ચાર ગણો લાભ થયો

આઈપીઓની જાહેરાત પહેલાં જ તેના શેરની માંગ ઇશ્યૂ કરવામાં આવતા શેર કરતા વધારે હતી. તેનો આઈપીઓ 104 ગણો ભર્યો હતો. લિસ્ટિંગના દિવસે તેના રોકાણકારોને બમણો ફાયદો કર્યો. તેનો શેર 604 રૂપિયામાં લિસ્ટેડ થયો હતો. આઈપીઓથી તેમણે 1870 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. હાલમાં તેના શેરનો ભાવ 2,370 રૂપિયા છે. એટલે કે, જે લોકોએ લીસ્ટીંગ થયા પછી પણ તેમાં નાણાંનું રોકાણ કર્યું હશે, તેમનો નફો 3 વર્ષમાં ચાર ગણો વધ્યો.

રિલાયન્સ રિટેલનું મૂલ્ય

જો રિલાયન્સ રિટેલની ડી-માર્ટ સાથે સરખામણી કરવામાં આવે તો ડી-માર્ટનું માર્કેટ કેપિટાઇલઝેશન 1.5 લાખ કરોડ રૂપિયા છે. વિશ્લેષકોના મતે રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન 4-5 લાખ કરોડની વચ્ચે હોઈ શકે છે. હવે આગળ રિલાયન્સ રીટેલમાં તે પ્રકારનું રોકાણ જોવા મળશે જેવું હાલમાં જીયો પ્લેટફોર્મમાં જોવા મળ્યું છે. રિલાયન્સ રિટેલનો કારોબાર ખાસ કરીને તેના કરિયાણાની સેગમેન્ટ, આરઆઈએલ માટે મોટો ડ્રાઇવર હોઈ શકે છે.

61 અબજ ડોલરનું વેલ્યુએશન

વૈશ્વિક રોકાણ બેંક ગોલ્ડમેન સૈશનું અનુમાન છે કે તેના તમામ સેગમેંટનો ગ્રોસ મર્ચેડાઈજ વેલ્યુ નાણાકીય વર્ષ 2029 માં 83 અબજ ડોલર હોઈ શકે છે. હાલમાં તે 5 અબજ ડોલર છે. તેમાં ઓન લાઇન કરિયાણાના વેચાણનું યોગદાન આશરે 45 અબજ ડોલરનું હોઈ શકે છે. તેની માર્કેટ ભાગીદારી 50 ટકાથી વધુ હોઈ શકે છે. ગોલ્ડમેન સૈશ અનુસાર, આરઆઈએલના છૂટક વ્યવસાયની વેલ્યુ 61 અબજ ડોલર છે.

ભાવિ રીટેલ ઉપર દેવું

જો ભવિષ્યના રિટેલની વાત કરીએ તો ફ્યુચર ગ્રુપની કુલ લીસ્ટેડ 6 કંપનીઓનું દેવું સપ્ટેમ્બર 2019 સુધીમાં 12,778 કરોડ રૂપિયા રહ્યું છે. તેમાં 42 ટકા ફ્યુચર કોર્પોરેટ રિસોર્સિસ અને ફ્યુચર કુપંસ દ્વારા કિશોર બિયાનીની ભાગીદારી છે. જો કે, આશરે 75 ટકા શેર તેના દેવાદારો પાસે ગીરવે મૂકવામાં આવેલા છે. બિયાની દેવું ઓછું કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

તેમણે અંબાણીની કંપનીનો પણ સંપર્ક કર્યો છે અને તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે મુકેશ અંબાણી ફ્યુચર રિટેલમાં ભાગીદારી નોંધાવી શકે છે. ફ્યુચર રિટેલ 1,500 રિટેલ સ્ટોર્સ ચલાવે છે. તેના સ્ટોર્સ 400 શહેરોમાં છે. તેમની પાસે મોટા ફોર્મેટ સ્ટોર્સ, બિગ બજાર વગેરે છે. એમેઝોનની પણ ફ્યુચર રિટેલમાં ભાગીદારી છે.

રિલાયન્સ રિટેલના 11,784 રિટેલ સ્ટોર્સ

કંપનીના રિપોર્ટ અનુસાર રિલાયન્સ રિટેલ યુનિટ પાસે 11,784 રિટેલ સ્ટોર્સ છે. તેની તેમાં રોકડ અને જથ્થાબંધ જથ્થાની સંખ્યા 6,700 થી વધુ છે. તાજેતરમાં જ તેમણે જિઓ માર્ટ લોન્ચ કર્યું છે જે ઓનલાઇન કરિયાણા સેવા છે. તેનું લક્ષ્ય એમેઝનના સ્થાનિક એકમ અને વોલમાર્ટના ફ્લિપકાર્ટથી આગળ નીકળવાનું છે. અંબાણીની મહત્વાકાંક્ષા આ વ્યવસાયને એક અલગ માર્ગ ઉપર લઇ જવાની છે. એટલે કે મોટામાં મોટી કંપની બનાવવાની છે. તેનો ઉદ્દેશ EBITDA ને બમણો કરવાનો છે.

જીઓમાર્ટથી નવી શરૂઆત

મુકેશ અંબાણીએ પણ આ અંતર્ગત આગળ વધવાની શરૂઆત પણ કરી દીધી છે. તાજેતરમાં તેમણે ઓનલાઇન કરિયાણા સાહસ જિઓમાર્ટના 200 શહેરો અને વિસ્તારો સુધી પહોચાડી દીધું છે. તે પેરેંટ કંપની રિલાયન્સ રિટેલના ખાનગી લેબલ અને સોર્સિંગ પાવર હેઠળ ડિલિવરી કરશે. તે એક રીતે પહેલાથી સ્થાપિત કંપનીઓ બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ માટે તો પડકાર છે જ, તેમજ એમેઝન અને ફ્લિપકાર્ટના કરિયાણાના વ્યવસાયને પણ તે પડકાર આપશે.

લોકડાઉન અને જિઓમાર્ટનું લોકાર્પણ

જિઓમાર્ટની ઓનલાઇન કરિયાણાનું લોકાર્પણ ત્યારે થયું છે, જ્યારે દેશમાં લોકડાઉન છે. કંપનીએ તેના માટે વોટ્સએપ સાથે લોકાર્પણ કર્યું છે. વ્હોટ્સએપ ફેસબુકની કંપની છે અને ફેસબુકે જિયો પ્લેટફોર્મમા સૌથી પહેલા 9.99 ટકા હિસ્સો ખરીદ્યો છે. Jio Mart. com રિલાયન્સ માર્ટ ડોટઇનને રીપ્લેન્સ કરશે. જિયોમાર્ટ સાથે રિલાયન્સ રિટેલે મળીને કરિયાણાની બ્રાન્ડને વિસ્તૃત કરવાની યોજના શરૂ કરી દીધી છે.

કંપની આગામી સમયમાં કેટલોગમાં બીજા વધારે ઉત્પાદન ઉમેરવાની યોજના બનાવી રહી છે. સાથે જ અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસ કરશે. તેમાં ફેશન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ કરશે.

પોતાની બ્રાન્ડનો પ્રચાર

રિલાયન્સ રિટેલ ખાદ્યથી માંડીને ઘરની, વ્યક્તિગત સંભાળ, સામાન્ય વેપારી સુધીની બધી વસ્તુ વેચે છે. આ બ્રાન્ડ્સમાં બેસ્ટ ફોર્મ્સ, ગુડ લાઇફ, મસ્તી ઓયે, એંજો, હોમ વન વગેરે સામેલ છે. મોટાભાગની કરિયાણાની કંપનીઓ જેવું કામ કરી રહી છે, જે ઘર વપરાશની વસ્તુ વેચીને વધુ નફો મેળવી રહ્યા છે.

અલીબાબાની વિચારસરણી ઉપર જિઓમાર્ટનું લોકાર્પણ

જિઓમાર્ટનું લોકાર્પણ જો કોરોના સમયમાં થયું છે, તો તે કોઈ આશ્ચર્યજનક વાત નથી. અલીબાબાએ પોતાની શરુઆત સાર્સ જેવા રોગચાળા દરમિયાન કરી હતી. એટલે કે સમસ્યાઓને એક ઉત્સવના રૂપમાં શોધવાની હિંમત અને યોજના ઉપર મોટી મોટી કંપનીઓ કામ કરે છે.

રિલાયન્સ રિટેલ ચોથા સ્તરના શહેરોમાં સુધી જિઓમાર્ટની જરૂરિયાત ઉભી કરી રહ્યું છે. તેની પાસે ત્રણ મુખ્ય વિભાગો છે. તેમાં 18 ટકા વેચાણ કરિયાણાનું છે. 30 ટકા વેચાણ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનું છે અને 8 ટકા ફેશન અને જીવનશૈલી માટે છે. તેનો ખાનગી લેબલ વ્યવસાય તેની ફેશન અને જીવનશૈલીની આવકમાં 75 ટકા ફાળો આપે છે.

ત્રણ ભૌતિક બંધારણો

કરીયાણા હેઠળ રિલાયન્સ રીટેલ ત્રણ ભૌતિક બધારણોને ચલાવે છે. તેમાં રિલાયન્સ ફ્રેશ, સુપર માર્કેટ અને હોલસેલ એટલે કે રિલાયન્સ માર્કેટનો સમાવેશ થાય છે. રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટ તેના આધુનિક વેપારમાં ફળો અને શાકભાજીમાં 50 ટકા ભાગીદારી ધરાવે છે.

વોટ્સએપ દ્વારા 400 કરોડ ગ્રાહકો સુધી પહોચ્યા

વોટ્સએપ સાથેની ભાગીદારી ખૂબ સમજી વિચારીને કરવામાં આવી છે. ભારતમાં વોટ્સએપના 40 કરોડ વપરાશકર્તા છે. જિઓ માર્ટને એક ખુબ જ મોટો કંજ્યુમર વર્ગ તેમાંથી મળશે. એવુ એટલા માટે કેમ કે જિઓમાર્ટ વોટ્સએપ દ્વારા ડીલીવરી કરશે. પ્રારંભિક તબક્કામાં જો 750 રૂપિયાથી ઓછાનો ઓર્ડર છે, તો તેના માટે 25 રૂપિયા ડિલિવરી ચાર્જ લેવામાં આવશે.

રિલાયન્સ રિટેલ તેની સાથે જ નવા રસ્તેથી ગ્રાહકો સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યું છે. તેની હેઠળ પોપ અપ સ્ટોર્સ, મોબાઈલ વાન જેવી સુવિધાઓ હશે.

ઓનલાઇન વ્યવસાયમાં 4 ગણો વધારો

વૈશ્વિક બ્રોકરેજ હાઉસ સીએલએસએ અનુસાર, ટૂંક સમયમાં જ સંપૂર્ણ રિટેલ પોર્ટફોલિયો જીવંત થશે અને તેને ફેશન, જીવનશૈલી અને કંજ્યુમર ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને એકીકૃત કરવામાં આવશે. જિઓના 40 કરોડથી વધુ ગ્રાહકોને તેનો લાભ મેળશે. ઓનલાઇન વ્યવસાયમાં તાજેતરમાં જિઓના ઓર્ડરમાં હાલમાં 4 ગણો વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ રિટેલે એક વર્ષમાં 1,500 સ્ટોર્સ ખોલ્યા છે. કુલ 64 કરોડ ફુટફોલ્સ એટલે કે ગ્રાહકોની અવર જવર રહી છે. 1.25 કરોડ તેના નોંધાયેલા ગ્રાહકો છે.

કુલ આવક 1.63 લાખ કરોડ રૂપિયા

રિલાયન્સ રિટેલનું ધ્યાન હોમ ડિલિવરીમાં 10 ગણી ક્ષમતામાં વધારો કરવાનો છે. નાણાકીય વર્ષમાં તેની કુલ આવક 1.63 લાખ કરોડ રૂપિયા કરતા વધારે રહી છે. તેમાં મુખ્યત્વે કંજ્યુમર ઇલેક્ટ્રોનિકના 44,625 કરોડ રૂપિયા, ફેશન અને જીવનશૈલીના 13,552 કરોડ, ગ્રોસરીના 34,601 કરોડ, પેટ્રો રિટેલની આવક 14,125 કરોડ રૂપિયા રહી છે.

ત્રણ વર્ષમાં રેન્કિંગમાં ઘણો સુધારો

ડલોયના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની ઝડપથી વિકસતી રિટેલ કંપનીઓમાં રિલાયન્સ રિટેલનો વિકાસ વધ્યો છે. 2018 માં રિલાયન્સ રિટેલ 189 ક્રમાંક ઉપર હતો, જે 2019 માં વધીને 94 ક્રમ ઉપર પહોંચી ગયો છે. 2020 માં તે 54 મા ક્રમ ઉપર આવી ગયો છે. ભારતની આ એકમાત્ર રિટેલ કંપની છે, જે વૈશ્વિક સ્તરે ટોપ 100 માં આવે છે. કંપનીની આગામી યોજનામાં તેના પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોનો વિકાસ કરવાની છે. હોમ ડિલિવરીને મજબૂત કરવાનું છે. ડિજિટલ વાણિજ્ય અને ઓમનીચેનલની ક્ષમતાને વધારવાની છે.

કંપનીના ચોથા ત્રિમાસિકની રજૂઆત અનુસાર, તે ડિજિટલ સેવાઓ અને સંગઠિત રિટેલ પ્લેટફોર્મના આગળના તબક્કાના વિકાસ માટે વ્યૂહાત્મક રોકાણો કરશે. તેમાં ગુણવત્તાનું નિર્માણ હશે.

સપ્લાય ચેઇન કરતા સારું હશે માર્જિન

કે.આર. ચોકસીના એમડી દેવેન ચોકસી કહે છે કે રિલાયન્સ રિટેલે સ્ટોર્સનું એક સંપૂર્ણ માળખું વિકસાવ્યું છે. કંપનીએ જે સપ્લાય ચેઇન વિકસિત કરી છે તેનાથી માર્જિનમાં સુધારો થશે. કંપની ઓફલાઇનથી ઓનલાઇન મોડેલ ઉપર કામ કરી રહી છે. આ વ્યવસાયને શ્રેષ્ઠ રીતે ચલાવવામાં મદદ મળશે. કારણ કે ઓનલાઇન ગ્રાહક આજકાલ આધુનિક વેપાર અપનાવી રહ્યા છે. જિઓ બ્રાન્ડ હેઠળ એક ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ થઈ ચૂક્યું છે. આ સમયમાં જોવામાં આવે તો છૂટક વ્યવસાય એક સારી વેલ્યુએશન ઉપર પહોંચી ચુક્યો છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.