આલિયાની બહેન શાહીનને આજે પણ અસ્થિર કરી દે છે એ ઘટના, જયારે ફોટોગ્રાફરે એને ફ્રેમમાંથી હટવાનું કહ્યું હતું

બોલીવુડમાં ભટ્ટ પરિવાર હંમેશા કોઈને કોઈ કારણે સમાચારોમાં જળવાઈ જ રહે છે. ક્યારેક કંગના રનૌત આલિયા ઉપર કોઈ નિવેદન આપે છે, તો ક્યારેક મહેશ ભટ્ટ ઉપર તો તે ક્યારેક રાજદાન પોતાની ફિલ્મોને લઈને સમાચારોમાં આવે છે. મોટાભાગના લોકોને એવું લાગતું હશે કે ભટ્ટ પરિવારમાં આ ત્રણ સિવાય માત્ર એક વ્યક્તિ છે અને તે છે પૂજા ભટ્ટ. પરંતુ તે ઉપરાંત પણ ભટ્ટ પરિવારમાં બે વ્યક્તિ એવા છે, જે લાઈમલાઈટથી દુર રહે છે. શું થયું ખબર નથી? તો આવો અમે તમને જણાવીએ કોણ છે ભટ્ટ પરિવારના તે બે વ્યક્તિ.

મહેશ ભટ્ટના દીકરા રાહુલ ભટ્ટ અને દીકરી શાહીન ભટ્ટ આ કુટુંબના તે બે વ્યક્તિ છે, જે લાઈમલાઈટથી દુર રહે છે. આ બંને વિષે ઘણા ઓછા લોકો જાણે છે. પરંતુ હાલના દિવસોમાં લાઈમલાઈટથી દુર રહેવા વાળી આલિયાની બહેન શાહીન સમાચારોમાં આવી છે અને તેનું કારણ છે તેના દ્વારા લખવામાં આવેલું પુસ્તક. શાહીને હાલમાં જ પોતાના પુસ્તક નેવર બિન (અન) હપ્પીયરમાં પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા.

શાહીને આ પુસ્તકમાં પોતાના સમય વિષે જણાવ્યું જયારે તે ડીપ્રેશન માંથી પસાર થઇ રહી હતી. તે તેના જીવનનો ઘણો કપરો સમય હતો. શાહીને આ ખુલાસા પછી તેની માં સોની રાજદાનની એ વાતનું વર્ણન આવ્યું છે. સોની કહે છે કે, હું એક માં છું. ભલે આલિયા હોય કે શાહીન, કોઈ પણ સમયે જો તેની કોઈ તકલીફ થઇ રહી હોય, તો તે હું જ છું જેની ઉપર આ બધાની ઘણી ખરાબ અસર પડે છે.

સોની રાજદાન આગળ જણાવે છે કે, માં હોવાને નાતે સ્પષ્ટ છે કે બાળકો સાથે મારો સ્નેહ ઘણો વધુ છે. ઘણી વખત એવું બને છે કે જયારે હું દુઃખી થઈને રાત આખી ઊંઘી નહોતી શકતી. ખાસ કરીને શાહીનની બાબતમાં ઘણી દુઃખી હતી કે નાની ઉંમરમાં તેની ઉપર ઘણું બધું વીતી રહ્યું હતું. આ મુશ્કેલ ઘડીમાં મેં તે કર્યું જે એક માં એ કરવું જોઈતું હતું. હું હંમેશા મજબુતી સાથે ઉભી રહી અને સાથ આપ્યો.

પહેલા પણ એક ઈન્ટરવ્યુંમાં શાહીને પોતાની સાથે બાળપણમાં થયેલો એક કિસ્સો જણાવ્યો જેણે તેને સંપૂર્ણ રીતે હચમચાવી દીધી હતી. શાહીને જણાવ્યું હતું કે, જયારે હું ૧૨ વર્ષની હતી, તો મોટી બહેન પૂજા અને નાની બહેન આલિયા સાથે એક ફોટોશૂટ માટે ગઈ હતી. ત્રણે બહેનોની ફોટોશૂટ થઇ રહ્યો હતો કે એટલામાં એક ફોટોગ્રાફરે આવીને મને કહ્યું કે ફ્રેમ માંથી દુર જાઉં કેમ કે તે માત્ર આલિયા અને પૂજાનો ફોટો ક્લિક કરવા માંગતા હતા.

આ ઘટનાએ મને હચમચાવીને મૂકી દીધી હતી. શાહીને આગળ જણાવ્યું કે, હું મારી જાતને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી કે હું કોણ છું? અને તેવા સમયમાં જયારે આવા પ્રકારની કોઈ ઘટના બને છે, તે તમારા મગજમાં ઘર કરી જાય છે. શાહીને જણાવ્યું કે ફોટોગ્રાફર દ્વારા કહેવામાં આવેલી તે વાત આજ સુધી તેને યાદ છે અને આજે પણ તે એ વાતને યાદ કરે છે તો અસ્વસ્થતા અનુભવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.