સિંગર અલકા યાગ્નિકની એકમાત્ર દીકરીના લગ્ન, 26 વર્ષથી અલગ રહેતા પતિ આવ્યા ફક્ત કન્યાદાન કરવા

બોલીવુડમાં સામાન્ય રીતે ઘણા કલાકારોના લગ્ન થતા રહે છે અને છુટાછેડા પણ થતા રહે છે, જે વાત એકદમ સામાન્ય બની ગઈ છે. ઘણા કલાકારો લગ્ન જીવન સારી રીતે પસાર કરી રહ્યા છે, અને ઘણા કલાકારો છુટાછેડા લઈને બીજા લગ્ન કરીને જીવન પસાર કરી રહ્યા છે, અને ઘણા છુટાછેડા લઈને બન્ને અલગ રહીને જીવન પસાર કરી રહ્યા છે. આવા જ કલાકારોમાં એક અલગ રહીને જીવન પસાર કરી રહેલા ફેમીલી વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ વિસ્તૃતમાં.

બોલીવુડમાં લગ્નની યાદીમાં આ સમયમાં એક બીજું નામ આવી રહ્યું છે. બોલીવુડની પ્રસિદ્ધ ગાયિકા અલકા યાગ્નિકની દીકરી સાયશાના લગ્ન ગયા બુધવારે (૧૨ ડીસેમ્બર) ના રોજ થયા. સાયશાએ પોતાના બોયફ્રેન્ડ અમિત દેસાઈ સાથે સાત ફેર લીધા છે. લગ્નમાં સાયશા લાલ રંગના લેંઘામાં તો અમિત આઈવરી શેરવાનીમાં દેખાયા. સુપરહિટ ગાયિકા અલકાએ પોતાની દીકરીના લગ્નમાં એક ઈમોશનલ સિંગિંગ પરફોર્મસ પણ આપ્યું.

બોલીવુડ સાથે આ લગ્નમાં હિરોઈન પુનમ ઢીલ્લોન જોવા મળી હતી. સાયશાનો પ્રી-વિડીંગ કાર્યક્રમ ૧૦ અને ૧૧ ડીસેમ્બરના રોજ આયોજિત થયો હતો. તે દરમિયાન સાયશાએ હળદર અને મહેંદી સેરેમની પણ થઇ. જણાવી આપીએ કે ગયા વર્ષે ક્રીસમસ (૨૫ ડીસેમ્બર) ના દિવસે સાયશા અને અમિતની રીંગ સેરેમની થઇ હતી.

માં અલકાએ બોલીવુડમાં લાંબા સમય સુધી હીટ રહ્યા પછી પણ સાયશાને ફિલ્મ જગતથી દુર જ રાખી. એક વખત તો સિંગિંગ ટ્રેનીંગ પણ લીધી પરંતુ મન ન માન્યું. સાયશા ૨૮ વર્ષની છે અને મુંબઈની અંધેરીમાં Boveda Bristro રેસ્ટોરન્ટની કો–ઓર્નર છે. વાત કરીએ તેના શિક્ષણની તો તે લંડન સ્કુલ ઓફ માર્કેટિંગ માંથી એમબીએ કરીને આવી છે.

ગાયિકા અલકાએ શિલાંગ બેસ્ડ બિઝનેસમેન નીરજ કપૂર સાથે વર્ષ ૧૯૮૯ માં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ૨૬ વર્ષ થયા પછી પણ બન્ને અલગ રહે છે. તેના અલગ રહેવાનું કારણ કોઈ ઝગડો કે છુટાછેડા નહિ પરંતુ બન્નેના કામને લઈને આમ કર્યુ છે એવી જણાવવામાં આવે છે. તેનાથી બન્નેએ પોતાના કામ ઉપર સારી રીતે ફોકસ જાળવી રાખ્યું છે. અને એક માત્ર સંતાન સાયશા જે માં અલકા સાથે જ રહે છે.

અલકાએ બોલીવુડમાં એક થી એક હીટ સોંગ ગાયા છે, જેની કોઈ ગણતરી જ ન હતી. અલકાએ ૮૦ ના દશકથી બોલીવુડમાં ગાવાનું શરુ કર્યુ હતું. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર શાનું સાથે સૌથી વધુ રોમાંટિક ગીતો ગાયા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.