મોટામાં મોટી બીમારીનો ઈલાજ એલ્કલાઈન ડાયટ – જાણો તેના મુખ્ય સ્ત્રોત અને ફાયદા !!

શરીરનો કુદરતી સ્વભાવ છે એલ્કલાઈન. આપણે આપણા જીવન ધોરણથી તેના સ્વભાવને બદલી નાખ્યો જેના લીધે જ આપણા શરીરના દરેક અંગ આપણી ત્વચા સહિત શરીરના દરેક ભાગ સમય પહેલા જ ખલાશ થઇ રહ્યા છે. જેનું પ્રત્યક્ષ પ્રમાણ આજે નાની નાની ઉંમરમાં હાર્ટએટક, બ્લડપ્રેશર, ડાયાબીટીસ, વધુ પડતું વજન, કીડની ફેઇલર, સ્ટ્રોક, કેન્સર વગેરે ગંભીર રોગોથી ઘેરાયેલ આપણા યુવાનો અને ૪૦ વર્ષની ઉંમરના આઘેડ જે પહેલા ૬૦ વર્ષ પહેલા પોતાને ઘરડા અનુભવતા ન હતા તેઓ આજે ૬૦ વર્ષ પહેલા જ તે દુનિયાને રામ રામ કહીને જતા રહે છે. તેનું મૂળ કારણ છે જો આપણે યોગ્ય કરી દઈએ તો ઘણી બીમારીઓ થી બચી શકીને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. તો આવો આજ અમે તમને જણાવીએ એલ્કલાઈન ડાયટ ચાર્ટ શું છે અને શું છે તેના ફાયદા. તો આવો જાણીએ

એલ્કલાઈન ડાયટ ચાર્ટ :

શરીર માટે ફાયદાકારક અને નુકશાનકારક ખાદ્ય પદાર્થો દ્વારા વિભાજન રેખા બનાવવા માટે તેનું ક્ષારીય (એલ્કલાઈન) અથવા અમ્લીય (એસીડીક) હોવું આધાર બની શકે છે. માનવ લોહી થોડું ક્ષારીય (એલ્કલાઈન) હોવાને લીધે સ્વાસ્થ્ય માટે ક્ષારીય (એલ્કલાઈન) વાતાવરણ વધુ અનુકુળ માનવામાં આવે છે. એલ્કલાઈન ડાયટ ચાર્ટ

શું છે PH લેવલ :

શરીરમાં ક્ષારીય અને અમ્લીય તત્વોની કેમેસ્ટ્રીનું સંતુલન જાળવી રાખવા માટે PH ની મહત્વની ભૂમિકા રહે છે. ૭ થી ઓછું PH અમ્લીય અને ૭ થી વધુ PH ક્ષારીય છે. સામાન્ય રીતે માનવ લોહીનું PH ૭.૩૫ થી ૭.૪૫ ની વચ્ચે હોય છે. અસમાન PH શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઉપર ખરાબ અસર કરે છે. જે ઘણા રોગોને જન્મ આપે છે. એવું માનવામાં આવે છે કે ક્ષારીય ભોજન લોહીના PH ને અસર કરીને કેન્સર સહિત બધા રોગોથી બચવા અને ઇલાજમાં ઉપયોગી થાય છે.

છેવટે શુ છે એલ્કલાઈન ડાયટ :

૧૯૩૧ માં નોબલ એવોર્ડ વિજેતા ડૉ. ઓટ્ટો વાર્બર્ગ એ જણાવ્યું હતું કે કોઈ પણ બીમારી ત્યાં સુધી કે કેન્સર પણ એલ્કલાઈન વાતાવરણ માં જીવિત નથી રહી શકતા આવી રીતે એલ્કલાઈન ડાયટ થી ઘણી બીમારીઓ ત્યાં સુધી કે કેન્સર થી પણ બચી જઈ શકાય છે. એલ્કલાઈન ડાયટ ચાર્ટ

ક્ષારીય ભોજન – એલ્કલાઈન ડાયટ ચાર્ટ :

લીલા પાંદડાવાળા શાકભાજી – પલક, અજમો, કેળા, સલાડ પત્તા, મૂળ વાળા શાકભાજી જેવા કે ગાજર, બીટ, શક્કરીયા અને બીજી શાકભાજી જેવી કે કોબી, બ્રોકોલી, કોળું, શિમલા મરચું, બીન્સ, કાકડી, ડુંગળી, લસણ, આડું, મશરૂમ.

સિટ્ર્સ ફળ – લીંબુ, સંતરા, મોસંબી અને મોસંબી ફળ જેવા સફરજન, નાશપાતી, તરબૂચ, અનાનસ, કીવી, ખુબાની.

નટ્સ – બદામ, ખજુર, કીશમીસ, અંજીર.

રીવર્સ ઓસમોસીસ ફિલ્ટર સીસ્ટમ માંથી મળેલ પાણી અમ્લીય હોય છે, અને બોટલબંધ પાણી થી પણ દુર રહેવું જોઈએ, નળના પાણીને ઉકાળીને ઠંડુ કરી લો તેને ઘડામાં ભરીને પીવું જોઈએ. ઘડાનું પાણી એલ્કલાઈન નો ઉત્તમ સ્ત્રોત છે.

પાણીમાં લીંબુ અથવા બેકિંગ સોડા ભેળવવાથી પણ ક્ષારીય અસર વધે છે.

હર્બલ ચા, ગ્રીન ટી, દરિયાઈ મીઠું.

આ વાતોનું ધ્યાન રાખો – એલ્કલાઈન ડાયટ ચાર્ટ :

આહારમાં ક્ષારીય ભોજન (ફળ અને શાકભાજી) ૮૦% બીજા અમ્લીય ભોજન (અનાજ અને પ્રોટીન) ૨૦% હોવું આદર્શ માનવામાં આવે છે.

ભોજન સારી રીતે ચાવીને ખાવ.

પકાવવાથી ક્ષારીય ખનીજ તત્વો નષ્ટ થઇ જાય છે તેથી વગર પકાવેલ જ અથવા વરાળ દ્વારા ઓછું પકવેલ શાક જ ઉપયોગમાં લો.

પાણી ખુબ પીવો.

આ એસીડીક ભોજનથી દુર રહો :

બંધ ડબ્બા માં મળતા, કોન્ફ્લોર્કેસ. ઓટ્સ, અનાજ સહિતના ઉત્પાદન, રીફાઇન્ડ સુગર, ચોકલેટ, કોફી, ચા, આલ્કોહોલ, પાસ્તા, બ્રેડ, ચોખા, કોક

માંસ, ઈંડા, દૂધ અને ડેરીની બનાવટો

દાળો, મગફળી, પીસ્તા, કાજુ

સેંથેટીક મીઠાશવાળા ઉત્પાદન

દવાઓ ની વધુ ઉપયોગ જેવી કે એસ્પ્રિન અને એન્ટીબાયોટીક

એલ્કલાઈન ડાયટના ફાયદા.

એલ્કલાઈન હાડકાના વિકાસ માટે જરૂરી છે.

Muscular body બનાવવા માટે એલ્કલાઈન ડાયટની ખુબ જરૂર રહે છે.

એલ્કલાઈન ડાયટ એન્ટી એજિંગમાં ખુબ ફાયદાકારક છે.

આર્થરાઇટિસ અને સાંધા સબંધી તમામ તકલીફોમાં એલ્કલાઈન ડાયટ ખુબ જરૂરી છે.

હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોક થી બચાવે છે એલ્કલાઈન ડાયટ.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એલ્કલાઈન ડાયટ.

કેન્સર સામે લડવામાં ખુબ ઉપયોગી છે.

કિડનીના રોગો સામે લડવામાં એલ્કલાઈન ડાયટ ચાર્ટ ખુબ જ લાભદાયક છે.

કોઈપણ પ્રકારના ઇન્ફેકશનને ફેલાતા અટકાવે છે.

શરીરના વજનને કન્ટ્રોલ કરવામાં ખુબ ઉપયોગી છે એલ્કલાઈન ડાયટ.

વિટામીનના અવશોષણ સરળતાથી થાય છે અને પોટેશિયમની ખામીને દુર કરે છે એલ્કલાઈન ડાયટ.

આખા પાચનતંત્રને સારું કરવામાં તે ખુબ જ ઉપયોગી છે.