અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો આવ્યો સામે, ગલૂડિયા સાથે રમી રહેલ અરહા

અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ગલૂડિયા સાથે રમતી દેખાઈ અરહા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ ફેમસ અભિનેતાઓથી ઘણી વધુ છે. તેના પ્રસંશકો ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં છે. જેમાં ફેસબુક ઉપર અલ્લુના ફોલોઅર્સની સંખ્યા એક કરોડની વધારે છે. અને ઈંસ્ટાગ્રામ ઉપર લગભગ 90 લાખ લોકો તેને ફોલો કરે છે. તેની ફેમીલી સાથે જોડાયેલા કોઈ પણ ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવતા જ વાયરલ થઇ જાય છે.

હાલમાં જ એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, જે ક્ષણભરમાં વાયરલ થઇ ગયો. અલ્લુ અર્જુન પહેલી વખત પોતાની પહેલી ફિલ્મ ‘ગંગોત્રી’ (2003) માં મોટા પડદા ઉપર દેખાયા હતા. પોતાની પહેલી ફિલ્મથી જ અલ્લુએ લોકોના દિલોમાં સ્થાન બનાવી લીધું હતું. અલ્લુ અર્જુને માર્ચ, 2011 ના રોજ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કરી લીધા હતા. આ દંપત્તિને 3 એપ્રિલ 2014 ના રોજ એક દીકરો થયો જેનું નામ ‘અલ્લુ અયાન’ છે.

allu arjun with family
allu arjun with family

તેના બે વર્ષ પછી 21 નવેમ્બર 2016 ના રોજ દંપત્તિ બીજી વખત માતા-પિતા બન્યા. આ વખતે અલ્લુના ઘરે એક દીકરીનું આગમન થયું, જેનું નામ અલ્લુ અરહા’ છે. હાલના દિવસોમાં અલ્લુ અર્જુન અને સ્નેહાના આ બે બાળકોના ફોટા અને વિડીયો સામે આવતા રહે છે, જેને પ્રશંસકોનો ઘણો પ્રેમ મળે છે.

આવો જ એક સુંદર વિડીયો સ્નેહાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે. આ વિડીયોમાં ‘નાની રાજકુમારી’ અરહા પોતાની ક્યુટનેસથી પ્રશંસકોના દિલ જીતી રહી છે. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, અરહા પોતાના ડોગી ‘કજોકુ’ સાથે રમી રહી છે. વિડીયો શેયર કરતા સ્નેહા રેડ્ડીએ કેપ્શનમાં લખ્યું, ‘કજોકુ અને અરહા, મારા કયુટીઝ.’ આ વિડીયો ઉપર પ્રશંસકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ આર્ટિકલ લખાય ત્યાં સુધી તેને એક લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

આ પહેલી વખત નથી જયારે અરહાની ક્યુટનેસના વખાણ માટે અમારી પાસે શબ્દ ઓછા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે 2 માર્ચ, 2020 ના રોજ અલ્લુ અર્જુને પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોતાની દીકરી અલ્લુ અરહા સાથે એક ક્યુટ એવો વિડીયો શેયર કર્યો હતો. તે વિડીયોમાં અભિનેતાને પોતાની દીકરી સાથે પ્રેમાળ વાતો કરતા જોઈ શકાય છે, જેમાં અર્જુને દીકરીને ‘bae’ કહ્યું હતું. આ વિડીયોમાં પિતા અને દીકરીનો પ્રેમ જોઈ શકાય છે. વિડીયો સાથે, તેમણે લખ્યું હતું, ‘તે મારી બા (Bey) #fatherdaughterlove #justforfunn #alluarha”

alu arjun with wife
alu arjun and his wife

અલ્લુ અર્જુને બીજી વખત પિતા બનવાની જાહેરાત રસપ્રદ અને પ્રેમ પૂર્વક કરી હતી. તેની માહિતી આપતા તેમણે પોતાના ટ્વીટર ઉપર લખ્યું હતું, ‘ધન્ય છે એક બાળકી સાથે! એટલા માટે હાલમાં ખુશ છીએ. એક છોકરો અને એક છોકરી. વધુ નહિ માંગી શકીએ. તમારી તમામ ઇચ્છાઓ માટે આભાર. હું ભાગ્યશાળી છું.’

અભિનેતાએ દીકરીના નામનો અર્થ જણાવતા પોતાની દીકરીનો પહેલો ફોટો શેયર કર્યો હતો. તેમણે લખ્યું હતું, અમારા નવા આગમનના દૂત અલ્લુ અરહા. હિંદુ અર્થ : ભગવાન શિવ. ઇસ્લામિક અર્થ : શાંત અને નિર્મળ. ‘અર’ જુન અને સને ‘હા’ અરહા, #AlluArha”

22 સપ્ટેમ્બર, 2020 ના રોજ ‘દીકરી દિવસ’ ના પ્રસંગ ઉપર, અલ્લુએ પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોતાની દીકરી સાથે એક સુંદર વિડીયો શેયર કર્યો હતો, જેમાં બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો. વિડીયો સાથે, તેમણે એક ઈમોશનલ કેપ્શન લખ્યું હતું. તેમણે લખ્યું હતું, ‘દીકરી દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. દુનિયાની તમામ દીકરીઓને ડોટર્સ ડે ની શુભકામનાઓ. વિચાર્યું કે એક સુંદર વિડીયો શેયર કરુ જે મેં મારી દીકરી સાથે શૂટ કર્યો હતો. #happydaughtersday”

વિડીયો :

તો શું તમને અરહા અને કજોકુનો મનમોહક વિડીયો પસંદ આવ્યો? અમને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરુર જણાવો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.