પહેલા આવા દેખાતા હતા અલ્લુ અર્જુન, વાયરલ થયા મામા ચિરંજીવી સાથે યુવાનીના આ ફોટા

આજકાલ સોશિયલ મીડિયા ઉપર સાઉથના સુપરસ્ટારનું એક પિક્ચર ઘણું વાયરલ થઇ રહ્યું છે. આ ફોટામાં તે સુપરસ્ટાર ચિરંજીવી સાથે પોજ આપી રહ્યો છે. તે સુપરસ્ટાર બીજો કોઈ નહિ પરંતુ સૌનો લાડકો અલ્લુ અર્જુન છે. અલ્લુ અર્જુનની આ તસ્વીર તેની ટીનએજનો છે. આ તસ્વીરમાં અલ્લુને ઓળખવો ઘણો મુશ્કેલ છે.

આ તસ્વીરમાં અલ્લુએ ગોગલ્સ પહેરેલા છે. અલ્લુ અર્જુન કલાકાર હોવા સાથે સાથે નિર્માતા, ડાંસર અને એક ઘણા સારા ગાયક પણ છે. આજકાલ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં અલ્લુ અર્જુનની ઘણી ખ્યાતી છે. તેમણે એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મો આપી છે. તેની ફિલ્મો એક્શન અને રોમાંસથી ભરપુર રહે છે.

અલ્લુ અર્જુનની ઉંમર ૩૬ વર્ષ છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર અલ્લુ અર્જુનની ટીનએજની ફિલ્મ ઘણી વાયરલ થઇ રહી છે. સૌથી વિશેષ વાત એ છે કે જો તમે અલ્લુ અર્જુનની ટીનએજ ફિલ્મ જોશો તો કદાચ તમે  તેમને ઓળખી પણ ન શકો. ટીનએજ અલ્લુ અર્જુન અને અત્યારના અલ્લુ અર્જુનના લુકમાં ઘણો ફેરફાર આવી ગયો છે. અલ્લુ અર્જુનનો જન્મ ૮ એપ્રિલ ૧૯૮3 ના રોજ ચેન્નઈમાં થયો હતો. વર્ષ ૨૦૦૩માં અલ્લુએ પોતાની  ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી.

સાઉથ ઇન્ડસ્ટ્રીના આ સુપરસ્ટાર ઉત્તર ભારતના દર્શકોના પણ પસંદગી પ્રાપ્ત બની ગયા છે. અલ્લુની સાઉથ ફિલ્મોની ઘણી હિન્દી વર્જન ફિલ્મો પણ સુપર હીટ રહી છે. જેમાં ‘મેરી ઈજ્જત’, ‘ગંગોત્રી’, ‘દમ’, ‘જ્વાલામુખી: વીરતા દ પાવર’, ‘આર્ય: એક દીવાના’, ‘એક ઓર રક્ષક’, ‘ડેંજરસ ખિલાડી ૨’ સૌથી મુખ્ય છે. તેલુગુ ફિલ્મોમાં રોમાન્ટિક ઈમેજ ધરાવતા અર્જુને વર્ષ ૨૦૧૧માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા.

તેના લગ્ન હૈદરાબાદમાં ૬ એપ્રિલના રોજ થયા હતા. જયારે અલ્લુએ પહેલી વખત સ્નેહાને જોઈ તો તેને તેની સાથે પ્રેમ થઇ ગયો. બંનેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. અલ્લુ સ્નેહાને પહેલી વખત કોઈના લગ્નમાં મળ્યા હતા. સ્નેહાને મળ્યા પછી તેમની વચ્ચે દોસ્તી થઇ અને પછી તે દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. પાછળથી અલ્લુએ સ્નેહા સાથે લગ્ન કરી લીધા. અલ્લુ અને સ્નેહાને બે બાળકો પણ છે.

અલ્લુ અર્જુનનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેના પિતા અલ્લુ અરવિંદ તેલુગુ ફિલ્મોમાં જાણીતા ડાયરેક્ટર છે, તે ઉપરાંત અલ્લુ તેલુગુના જાણીતા સુપરસ્ટાર ચિરંજીવીના ભત્રીજા છે. વર્ષ ૨૦૦૩માં અલ્લુએ લાલકૃષ્ણ રાઘવેન્દ્ર રાવની ફિલ્મ ગંગોત્રીથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. સમાચારો મુજબ અલ્લુ અર્જુન એક ફિલ્મ માટે ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે ઉપરાંત હૈદરાબાદમાં રહેલા અલ્લુ અર્જુનના બંગલાની કિંમત ૧૦૦ કરોડથી પણ વધુ છે.

તેમણે પોતાના જુબલી હિલ્સ આવેલા બંગલાને ફેમસ ઈંટીરીયર ડિઝાઈનર આમીર સાથે ડેકોરેટ કરાવ્યું છે. અલ્લુ અર્જુનની રીયલ લાઈફ ઘણી લકઝરી છે. અલ્લુ પાસે ઘણી સારી લકઝરી ગાડીઓનું કલેક્શન છે. જેમાં રેંજ રોવર, બીએમડબ્લ્યુ, જગુઆર જેવી ગાડીઓ સામેલ છે. ૨૦૧૬માં અલ્લુ અર્જુન ગુગલ ઉપર સૌથી વધુ સર્ચ કરનારા સાઉથ ઇન્ડીયન કલાકાર હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.