એલોવેરા ને ચમત્કારી ઔષધી પણ કહેવામાં આવે છે, કેમ કે તેમાં જ્ડ્ડીબુટ્ટી જેવા ઘણા ગુણો હોય છે

ગુજરાતી માં કુવારપાઠું(એલોવેરા) ઘણા ઔષધીય ગુણોનો ખજાનો છે. તેનાથી ઘણા રોગોનો ઈલાજ કરી શકાય છે. તેનું જ્યુસ પણ ખુબ જ લાભદાયક છે, તેના સેવનથી આપણે એક એવા રોગો ને દુર કરી શકીએ છીએ જે ખુબ જ ઘાતક હોય છે. ઔષધિની દુનિયામાં કુવારપાઠું એટલા માટે સંજીવની પણ કહેવામાં આવે છે. તેને સાયલેન્ટ હિલર તથા ચમત્કારી ઔષધી પણ કહેવામાં આવે છે. એલોવેરા ના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં થતી પોષક તત્વોની ઉણપને પૂરી પાડી શકાય છે. કુવારપાઠુંમાં એક જ્ડ્ડી બુટ્ટી જેવા ઘણા ગુણ હોય છે. ચહેરા માટે અમૃત અને ઔષધીય ગુણોનો ભંડાર છે કુવારપાઠું.

તેની ૨૦૦ થી વધુ જાતો છે પણ તેમાંથી પાંચ જાતી જ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રામાયણ, બાઈબલ અને વેદોમાં પણ આ છોડ વિષે જણાવવામાં આવેલ છે. એલોવેરા નું જ્યુસ પીવાથી ઘણી બીમારીઓનું નિદાન થઇ જાય છે. આયુર્વેદિક પદ્ધતિ મુજબ તેના સેવનથી વાયુજનક રોગો, પેટના રોગો, સાંધાના દુઃખાવા, અલ્સર, અલ્પપીત્ત વગેરે બીમારીઓ દુર થાય છે. તે સિવાય કુવારપાઠું(એલોવેરા)માં લોહી શોધક, પાચનક્રિયા માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે.

શક્તિ વધારે : નિયમિત રીતે કુવારપાઠુંનું જ્યુસ પીવાથી શક્તિ વધારે છે. એલોવેરા ના જ્યુસમાં ઘણી જાતના પોષક તત્વો, વિટામીન અને મિનરલ હોય છે જેનાથી શરીરની કાર્ય પદ્ધતિમાં સુધારો થાય છે અને શક્તિ આપે છે. તે પીવાથી શરીરની પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે. કુવારપાઠુંના કાંટાવાળા પાંદડાને છોલીને રસ કાઢી શકાય છે. ત્રણ થી ચાર ચમચી રોજ સવારે ખાલી પેટ લેવાથી દિવસ દરમિયાન શરીરમાં સુસ્તી અને સ્ફૂર્તિ જળવાય રહે છે.

વાળ અને ત્વચા ની સુંદરતા વધારો : કુવારપાઠા ના જ્યુસના સેવનથી ત્વચામાં નીખાર આવવા લાગે છે. તેના નિયમિત સેવનથી લાંબા સમય સુધી યુવા અને ચમકદાર લાગે છે. કુવારપાઠુંનું જ્યુસ પીવાથી ત્વચાનો બગાડ, ફોડકા, સુકી ત્વચા, તાપથી ઝાંખી પડેલ ત્વચા, ઝુરીયા, ચહેરાના ડાઘ ધબ્બા, આંખોના કાળા ઘેરાઓને દુર કરી શકાય છે, કુવારપાઠુંનું જ્યુસ વાળ માટે પણ ફાયદાકારક છે. તે પીવાથી વાળમાં પણ ચમક આવે છે અને ટેક્સચર પણ સારું થાય છે. કુવારપાઠું જ્યુસ મહેંદીમાં ભેળવીને વાળમાં લગાવવાથી વાળ ચમકદાર આવે સ્વસ્થ બને છે.

સારું પાચન : કુવારપાઠું જ્યુસમાં અપાર માત્રામાં પાચક તત્વ રહેલા હોય છે. તેમાં રહેલા એન્ટી-ઇફ્લેમેટરી ગુણોને લીધે તે પેટના રોગોમાં ખુબ ફાયદો કરે છે. કુવારપાઠુંના જ્યુસનો નિયમિત સેવન કરવાથી કબજિયાતની તકલીફ દુર થઇ જાય છે.

ડીટોક્સ જ્યુસ : આપણા શરીરમાં જે ઘણી જાતના ઝેરીલા તત્વો ત્વચાને ખરાબ અને શરીરની કાર્ય પ્રણાલી ઉપર ખરાબ અસર કરે છે. એટલે શરીરને ડીટોક્સ કરવાની જરૂર રહે છે. કુવારપાઠુંના જ્યુસ એક સારું ડીટોકસીફીકેશન કરનારું પીણું છે.

વજન ઓછું કરે : કુવારપાઠુંના જ્યુસનો નિયમિત સેવન કરવાથી વધેલું વજન ઓછું થવા લાગે છે. અને તે પીવાથી વારંવાર ખાવાની ટેવ પણ દુર થઇ જાય છે અને તમારી પાચન ક્રિયા પણ સારી રહે છે. કુવારપાઠુંના જ્યુસમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને નબળું પડવા નહી દે.

દાંતો માટે લાભદાયી : કુવારપાઠુંના જ્યુસ દાંતો ના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક હોય છે. તેમાં રહેલા એન્ટી-માઈક્રોવાઇલ ગુણ દાંતોને ચોખ્ખા અને જીવાણું મુક્ત રાખવામાં મદદ કરે છે. કુવારપાઠુંના જ્યુસ માઉથ ફ્રેશનર તરેકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કુવારપાઠુંના જ્યુસને મોઢામાં ભરવાથી મોં ના ચાંદા અને નીકળતા લોહીને પણ રોકી શકાય છે.

એલોવેરા ના ગુણ :

ખાંસીમાં કુવારપાઠું નો રસ દવાનું કામ કરે છે. તેના પાંદડાને પણ વાટીને રસ કાઢી લો અને અડધી ચમચી જ્યુસ એક કપ ગરમ પાણી સાથે લેવાથી ખાંસીમાં ફાયદો થાય છે, દાઝી જવું કે કોઈ વાગવાના ઘા ઉપર કુવારપાઠા ના જેલ કે કુવારપાઠુંને છોલીને લગાવવાથી આરામ મળે છે, દાઝેલી જગ્યા ઉપર એલોવેરા નું જેલ લગાવવાથી છાલા પણ નીકળતા નથી અને ત્રણ ચાર વાર લગાવવાથી બળતરા પણ દુર થઇ જાય છે. કુવારપાઠુંનો રસ વાળમાં લગાવવાથી વાળ કાળા, ઘાંટા અને મુલાયમ રહે છે. કુવારપાઠુંનો રસ બબાસીર, ડાયાબીટીસ અને પેટની તકલીફમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે, કુવારપાઠુંથી ફોડકા, સુકી ત્વચા, ઝુરીયા, ચહેરાના ડાઘ અને ધબ્બા અને આંખોના કાળા ઘેરાઓ ને દુર કરી શકાય છે.

કુવારપાઠું ટાલીયાપણા માં પણ ફાયદો કરવાની ક્ષમતા ધરાવે છે. કુવારપાઠુંનું જ્યુસ પીવાથી કબજીયાતની એસીડીટી ની બીમારી દુર થાય છે. કુવારપાઠુંનું જ્યુસથી શરીરમાં લોહીની ઉણપ દુર કરી શકાય છે. ફાટેલી એડી ઉપર કુવારપાઠું લગાવવાથી ખુબ જલ્દી ઠીક થઇ જાય છે. કુવારપાઠુંનું જ્યુસ લોહીમાં હોમોગ્લોબીન ની ઉણપને પૂરી પડે છે. કુવારપાઠુંનો રસ મહેંદીમાં ભેળવીને માથામાં ધોતા પહેલા લગાવવાથી વાળમાં ચમક આવે છે, કુવારપાઠુંનું જ્યુસ ત્વચાની નમી ને જાળવી રાખે છે જેથી ત્વચા સ્વસ્થ દેખાય છે.

કુવારપાઠુંને સરસિયાના તેલમાં ગરમ કરીને લગાવવાથી સાંધાના દુઃખાવો ઓછો કરી શકાય છે. વધુ તડકામાં નીકળતા પહેલા કુવારપાઠુંનો રસ ચહેરા ઉપર સારી રીતે લગાવવાથી ચહેરા ઉપર સૂર્યના તાપની અસર ઓછી પડે છે, કુવારપાઠુંને સોંદર્ય નિખાર માટે હર્બલ કોસ્મેટીક બનાવટ જેવી કુવારપાઠું જેલ, બોડી લોશન, હેયર તેલ, સ્ક્રીન જેલ, શેમ્પુ, સાબુ માં પણ ઉપયોગ કરવામાં આવે છે.

કુવારપાઠુંનું જ્યુસ રોજ પીવાથી શરીરના સાંધાના દુઃખાવાને ઓછો કરી શકાય છે. કુવારપાઠુંને સોંદર્ય નિખાર માટે હર્બલ કોસ્મેટીક બનાવટ જેવી કુવારપાઠું જેલ, બોડી લોશન, હેયર તેલ, સ્ક્રીન જેલ, શેમ્પુ, સાબુ, ફેશિયલ ફોમ વગેરેમાં ઉપયોગ કરી શકાય છે.