એક જ વર્ષમાં બે લગ્ન કરવાવાળી આ એક્ટ્રેસ બની માં, સાથ નિભાના સાથિયાથી થઇ હતી રાતોરાત ફેમસ.

માં બનવાનું સુખ દુનિયામાં સૌથી અલગ હોય છે. લગ્ન પછી દરેક મહિલાનું એ સપનું હોય છે કે તેની કોખમાં પણ એક નાનું એવું બાળક રમે. એટલા માટે જયારે કોઈ મહિલા માં બને છે, તો તેના આનંદનો કોઈ પાર નથી રહેતો. હવે એવી જ કાંઈક સ્થિતિ હાલમાં પોપુલર ટીવી શો ‘સાથ નિભાના સાથીયા’ માં પરિધિ મોદીનું પાત્ર કરનારી લવી સાસનનું છે.

ખાસ કરીને હાલમાં જ લવીના ઘરે એક સુંદર દીકરાનો જન્મ થયો છે. એવી રીતે ટીવી અભિનેત્રી લવી સાસણ પહેલી વખત માં બની ગઈ છે. લવીએ એ વાતની જાણ તેણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કરી દીધી છે.

લવીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ કૌશિક કૃષ્ણમૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન શીખ રીત રીવાજો સાથે થયા હતા જે એક ઘણી પ્રાઈવેટ ઈવેંટ હતી. આ લગ્નમાં રસપ્રદ વાત એ હતી કે તેના બરોબર ત્રણ મહિના પછી બંનેએ ફરી વખત આ સાઉથ ઈંડિયન રીત રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. તે દરમિયાન આ લગ્નની તસ્વીરો ઘણી વાયરલ થઇ હતી.

માં બનતા પહેલા જ લવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને એ જાણ કરી દીધી હતી કે તે ગર્ભવતી છે. વાસ્તવમાં થોડા સમય પહેલા જ લવીએ પોતાના સત્તાવાર ઈંસ્ટા ગ્રામ એકાઉન્ટ ઉપરથી પોતાના ખોળા ભરવાની તસ્વીરો શેર કરી હતી. તે દરમિયાન લવીએ દરેક લીલા રંગની સાડી પહેરી હતી અને પતિ કૌશિકને કિસ પણ કરી રહી હતી.

લવીએ ફેબ્રુઆરીમાં શીખ રીત રીવાજો સાથે પ્રાઈવેટ લગ્ન કર્યા પછી ગયા જુનમાં જ સાઉથ રીત રીવાજ સાથે પણ ફરી લગ્ન કર્યા હતા. તે દરમિયાન લવી કાનજીવરમ સાડી પહેરી રાજકુમારી લાગી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા ઉપર પીઠી, મહેંદી અને સંગીતના ફોટા પણ ઘણા વાયરલ થયા હતા.

પોતાના કામ વિષે એક વખત લવીએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ‘સાથ નિભાના સાથીયા’ પછી કોઈ સારો રોલ મળે તો હું કામ કરીશ. લવી આમ તો બેંગલુરુમાં સેટલ છે પરંતુ કામની બાબતમાં મુંબઈ આવતી જતી રહેતી હતી.

લવીએ ટીવી જગતમાં ડેબ્યુ ૨૦૧૧માં સોની ટીવીના ‘બડે અચ્છે લગતે હે’ સીરીયલથી કરી હતી, ત્યાર પછી તે ‘કિતની મોહબ્બત હે ૨’, ‘સાવધાન ઈંડીયા’, ‘અનામિકા’ અને ‘કૈસા ઈશ્ક હે અજબ સા રિસ્ક હૈ’ જેવી સીરીયલોમાં પણ પણ જોવા મળી છે. આમ તો તેને સાચી લોકપ્રિયતા ‘સાથ નિભાના સાથીયા’ માં કામ કર્યા પછી જ મળી હતી.

સોશિયલ મીડિયા ઉપર લવીના ફેંસ તેના માં બનવાના સમાચાર સાંભળીને ઘણા ખુશ છે. દરેક તેને ઢગલાબંધ અભીનંદન આપી રહ્યા છે. લવી અને તેના પતિ કૌશિક માટે આ ખુબ જ વિશેષ દિવસ છે. તેવામાં તે લોકો પણ તેને ખુબ એન્જોય કરી રહ્યા છે. અમે લવી અને તેના પતિને પેરેન્ટ્સ બનવાની ઢગલાબંધ શુભેચ્છા આપીએ છીએ. ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ છીએ કે તેનો દીકરો આગળ જતા જીવનમાં ઘણી પ્રગતી કરે. આમ તો જો તમે પણ લવીને કોઈ શુભેચ્છા આપવા માગો છો, તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.