ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

આ રેસિપી એવી કે ભલભલાના મોમાં પાણી લાવી દે, સ્વાદિષ્ટ આલુ મટર કોરમા બનાવો એકદમ સરળ રીતે.

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ સ્પેશિયલ લેખમાં ફરી એકવાર સ્વાગત છે. એ વાત તો જગ જાહેર છે કે, ભારતીય લોકો મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાના શોખીન છે. જો વિદેશના લોકોને ભારત વિષે પૂછવામાં આવે, તો મોટાભાગના લોકો આપણા મસાલેદાર ખોરાકની જ વાત કરે છે.

અને એટલા માટે અમે થોડા થોડા સમયે તમારા માટે ભારતના અલગ અલગ સ્થળો પર બનતી સ્વાદિષ્ટ વાનગીઓની રેસિપી લઈને આવતા રહીએ છીએ, જેથી તમે આખા દેશમાં બનતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પોતાના ઘરે જ બનાવીને તેના સ્વાદનો આનંદ લઇ શકો.

aloo matar korma
aloo matar korma Recipe

અને આજે આ કડીમાં અમે તમારા માટે આલુ મટર કોરમાની રેસિપી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, આલુ મટર કોરમાનો સ્વાદ દરેકને ગમે છે. તેને બનાવવું પણ ઘણું સરળ છે અને તે સ્વાદમાં પણ લાજવાબ હોય છે. તો આવો જાણીએ તેની રેસિપી.

જરૂરી સામગ્રી :

નાના બટાકા – 1-1/4 કપ,

બાફેલા વટાણા – 1 કપ,

ઘી – 1 ચમચી,

એલચી – 2 નંગ,

લવિંગ – 2 નંગ,

તમાલપત્ર – 1 નંગ,

તાજી ક્રીમ – 1/4 કપ,

વલોવેલું દહીં – 2 ચમચી,

ગરમ મસાલા પાવડર – 1 ચમચી,

મીઠું – સ્વાદ અનુસાર,

સમારેલી ડુંગળી -1 કપ,

કાજુ – 8 નંગ,

સમારેલો આદુ – 1 ચમચી,

સમારેલા મરચા – 2 ચમચી.

આલુ મટર કોરમા બનાવવાની રીત :

સૌથી પહેલા પેસ્ટ બનાવવાની બધી સામગ્રીને પાણી નાખ્યા વગર ઝીણું પીસી લો, અને તેની પેસ્ટ બનાવી દો.

પછી બટાકાને બાફીને તેની છાલ ઉતારી દો.

એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં એલચી, લવિંગ અને તમાલપત્ર નાખીને 30 સેકન્ડ સુધી શેકો. પછી તૈયાર કરેલી પેસ્ટને કડાઈમાં નાખો અને મધ્યમ આંચ પર 3 મિનિટ માટે શેકો.

પછી તેમાં ક્રીમ, દહીં, ગરમ મસાલો, મીઠું અને એક કપ પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. તેને 2 થી 3 મિનિટ મધ્યમ આંચ પર રાખીને પકવો.

aloo matar korma
aloo matar korma Recipe

હવે બટાકા અને વટાણાને પણ કડાઈમાં નાખો. તેને મધ્યમ આંચ પર 4 થી 5 મિનિટ સુધી પકવો.

તો તૈયાર છે તમારું સ્વાદિષ્ટ આલુ મટર કોરમા. તેને ગરમા ગરમ સર્વ કરો.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમે લાઈક અને શેયર કરશો તો જ ફેસબુક અમારા નવા નવા આર્ટિકલ તમારા સુધી પહોંચાડશે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.