રોટલી વગેરે પર જો તમે પણ એલ્યુંનીનીયમ ફોઈલનો ઉપયોગ કરો છો તો આ જરૂર વાચો !!

તેમના માટે ખરાબ સમાચાર છે જે નિયમિત રીતે પોતાનું ભોજનને ગરમ અને ચોખ્ખુ રાખવા માટે એલ્યુમીનીયમ ફોઈલ નો ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ કરતા પહેલા તમે સમજો વિચારો કેમ કે ફોઈલમાં મળી આવતા મેટલ તમારા ભોજનમાં ભળી જાય છે. હાલના તાજા રીપોર્ટ પ્રમાણે ટીનફોઈલમાં ભોજન ન બનાવવું જોઈએ કેમ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

એઇન શેમ્સ યુનીવર્સીટીના વડા બસ્સિયોની પાસેથી મિરરે ખુલાશો કર્યો કે એલ્યુમીનીયમ ફોઈલ કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે. તેમણે કહ્યું, અમારા સંશોધનથી ખબર પડી છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજુર એલ્યુમીનીયમ ફોઈલ જયારે ખાદ્ય પદાર્થો ઉપર લપેટીને ભોજન રાખવાની કામગીરીમાં લેવામાં આવે છે ત્યારે એલ્યુમીનીયમ ભોજનમાં ભળી જાય છે.

બસ્સિયોનીએ જણાવ્યું કે પોટસ ઓફ પૈન્સ પણ એલ્યુમીનીયમમાં બનેલું હોય છે. પણ તેનું બાષ્પીભવન થઇ જાય છે. તેમાં પડ હોય છે. જે આપણા ભોજનમાં એલ્યુમીનીયમને ભળવાથી રોકે છે. બીજા હેલ્થ અધ્યયનએ તપાસ કરી છે કે આપણા શરીરમાં વધુ પ્રમાણમાં એલ્યુમીનીયમ જવાથી બ્રેન કોશિકાની વૃદ્ધી અટકી શકે છે. તે લોકોમાં હાડકાની બીમારીઓમાં વધારો કરી શકે છે. હાલમાં વેજ્ઞાનિકોએ જણાવ્યું કે અલ્જાઈમર ના રોગીને બ્રેન ઉત્તકોમાં એલ્યુમીનીયમ વધુ પ્રમાણમાં મળી આવે છે. અધ્યયન થી જાણવા મળ્યું કે એલ્યુમીનીયમ નો ઓવર ડોઝ થી ઓસ્ટીયોપોરોસીસ અને કીડની ફેઈલ થવાની ભય વધી જાય છે.

હવે વાત રોટલીની થઈ રહી છે તો તમને જણાવીએ કે સામાન્ય રીતે લોકો ઘંઉની જ રોટલી બનાવે છે. પણ ચણાના લોટની રોટલી પણ બનાવી શકાય છે, જે તમારા એ લોકો માટે ઘણી ફાયદા કારક છે જેમને કબજીયાત, બવાસીર, શરદી, રૂસી અને પુરુષત્વની બીમારી છે. તો તમને એના વિષે પણ માહિતી આપી દઈએ.

ચણા શરીરમાં શક્તિ લાવવા વાળા અને ભોજનમાં રૂચી પેદા કરવા વાળા છે. સુકા પલાળેલા ચણા ખુબ રુક્ષ અને વાત તથા કુષ્ટ નો નાશ કરવાવાળા હોય છે. ઉકાળેલા ચણા નરમ, રુચિકારક, પિત્ત, શુક્રનાશક, ઠંડા, કશેલા, વાતકારક, ગ્રાહી, હલકા, કફ અને પિત્તનાશક હોય છે.

ચણા શરીરને એકદમ તંદુરસ્ત બનાવે છે. લોહીમાં જોશ પેદા કરે છે. યકૃત અને પ્લીહા ને માટે લાભદાયક રહે છે. તબિયત ને સારી કરે છે. લોહીને સાફ કરે છે. ધાતુને વધારે છે. આવાજ ચોખો કરે છે. લોહીને લગતી બીમારીઓ અને વાદી માં લાભદાયક થાય છે. તેના ઉપયોગથી પેશાબ ખુલાશાબંધ આવે છે. તેને પાણીમાં પલાળીને ચાવવાથી શરીરમાં શક્તિ આવે છે.

ચણા ખાસ કરીને કિશોરો, યુવાનો તથા શારીરિક મહેનત કરવા વાળાઓ માટે પોષ્ટિક નાસ્તો હોય છે. તે માટે ૨૫ ગ્રામ દેશી કાળા ચણા લઈને સારી રીતે સાફ કરીલો. મોટા જાડા ચણા ને લઈને સાફ સફાઈ, જીવડા કે ડંખ વાળા કે તૂટેલા ચણા કાઢીને ફેકી દેવા જોઈએ.

ચણાની રોટલી બનાવવાની રીત :

ચણાની રોટલી ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. ફોતરા સહિત ચણાને વાટીને લોટ બાંધીને રોટલી તૈયાર કરી શકાય છે. જો તે લોટમાં થોડો ઘઉં નો લોટ ભેળવીએ તો આ મિસ્સી રોટલી કહેવાય છે. તેને પાણીની મદદથી ગૂંદીને ૩ કલાક પછી ફરી વખત ગૂંદીને રોટલી બનાવો.

આ રોટલી ચામડીને લગતી બીમારીઓ જેવા કે ખંજવાળ, ધાધર, ખરજવું, એક્જીમાં માં ખુબ જ ફાયદાકારક છે, તેમાં શકભાજી નો રસ ભેળવી દેવાથી તે આનાથી વધુ ગુણકારી થઇ જાય છે.

બાળકોને મોંઘી બદામ ને બદલે કાળા ચણા ખવરાવવા જોઈએ તેનાથી તે વધુ સ્વસ્થ રહેશે. જ્યાં એક ઈંડામાં ૧ ગ્રામ પ્રોટીન અને ૩૦ ગ્રામ કેલેરી ઉષ્મા ની પ્રાપ્તિ થાય છે, ત્યાં આ ભાવના કાળા ચણા માં ૪૧ ગ્રામ પ્રોટીન અને ૮૬૪ કેલેરી ઉષ્મા પ્રાપ્ત થાય છે.

ચણા ની રોટલીના પાંચ લાભ :

૧. શરદી :

૫૦ ગ્રામ વાટેલા ચણાને એક કપડામાં બાંધીને પોટલી બનાવી લો. આ પોટલી ને હળવી ગરમ કરીને નાકમાં લગાવીને સુંધવાથી બંધ નાક ખુલી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી.

ગરમ ગરમ ચણાને કોઈ રૂમાલમાં બાંધીને સુંધવાથી શરદી માં સારું થઇ જાય છે. ચણાને પાણીમાં ઉકાળીને તેના પાણીને પી જાઓ અને ચણાને ખાઈ લો. ચણામાં સ્વાદ માટે કાળામરી અને થોડું મીઠું નાખી દો.ચણાનું સેવન કરવું શરદી માં ખુબ જ લાભ કરે છે.

૨. ખૂની બવાસીર :

શેકેલા ગરમ ચણા ખાવાથી ખૂની બવાસીર માં લાભ મળે છે.

૩. પોરુષત્વ :
એક મુઠી શેકેલા ચણા કે પલાળેલા ચણા પાંચ બદામ ખાઈ ને દૂધ પીવાથી પોરુષોત્વ વધે છે, જેનાથી લગ્ન જીવન આનંદદાયક બને છે.

૪. કબજિયાત :

એક કે બે મુઠ્ઠી ચણાને ધોઈને રાત્રે પલાળી દો. સવારે જીરું અને સુંઠ ને વાટીને ચણા ઉપર નાખીને ખાવ. કલાકો સુધી ચણા પલાળેલા પાણીને પણ પી લેવાથી કબજિયાત દુર થાય છે.

અંકુરિત ચણા, અંજીર અને મધ ભેળવીને કે ધઉં ના લોટમાં ચણાને ભેળવીને તેનો રોટલી ખાવાથી કબજિયાત માટી જાય છે.

રાત્રે લગભગ ૫૦ ગ્રામ ચણા પલાળી દો. સવારે આ ચણાને જીરું તથા મીઠા સાથે ખાવાથી કબજિયાત દુર થઇ જાય છે.

૫. રૂસી :

ચાર મોટી ચમચી ચણાનો લોટ એક મોટો ગ્લાસ પાણીમાં ભેળવીને વાળમાં લગાવો. ત્યાર પછી માથું ધોઈ લો. તેનાથી માથાની ફરસ કે રૂસી દુર થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.