અમરનાથ યાત્રા 2019, 22 ફૂટના બનેલા બાબા બર્ફાની, સામે આવ્યો પહેલો ફોટો સાથે કેટલીક મહત્વની વાતો પણ છે.

અમરનાથ યાત્રાની શરુઆત ૧ જુલાઈથી થઇ રહી છે, જે ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે.

બાબા અમરનાથની યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. બાબા અમરનાથની યાત્રા દર વખતે નથી કરવામાં આવતી, પરંતુ ચોક્કસ સમયે જ કરવામાં આવે છે. આ વખતે અમરનાથની યાત્રાની શરૂઆત ૧ જુલાઈથી થઇ રહી છે, જો કે ૧૫ ઓગસ્ટ સુધી ચાલશે. તે દરમિયાન ભક્ત બાબા અમરનાથના દર્શન કરી શકે છે, જેના માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

બાબા અમરનાથ યાત્રા કરવા માટે ભક્ત દર વર્ષે રાહ જુવે છે, પરંતુ આ વખતે યાત્રા શરુ થતા પહેલા જ થોડા ફોટા સામે આવી ગયા છે, જો કે દર વખતથી એકદમ અલગ લાગી રહી છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

અમરનાથ ગુફામાં બનેલા હિમલિંગનો પહેલો ફોટો સામે આવી ગયો છે, જો કે દર વર્ષે કરતા મોટો લાગે છે. ફોટો જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ભોલે બાબા પોતાના મોટા સ્વરૂપમાં બિરાજમાન છે. મળેલી જાણકારી મુજબ આ વખતે બાબા બર્ફાનીની ઊંચાઈ ૨૨ ફૂટ છે, જો કે પોતાની રીતે જ ઘણું મોટું સ્વરૂપ છે. આમ તો સમય સાથે સાથે આ આકાર ઘણો વધુ મોટો થઇ શકે છે, જેથી ભક્તોની ઉત્સુકતા વધી જશે.

સામે આવી બાબા બર્ફાનીનો પહેલો ફોટો :-

બાબા બર્ફાનીનો પહેલા ફોટામાં સ્પષ્ટ રીતે ભોલેનાથ જોઈ શકાય છે. એટલું જ નહિ બાબા અમરનાથની યાત્રા પહેલા જ આ વખતે હિમલિંગ બનીને તૈયાર થઇ ગયું છે. તેને કારણે દ્રશ્ય ઘણું વધુ સરસ થઇ ગયું છે. અમરનાથની યાત્રાને લઇને કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે અને સરકાર તરફથી દરેક પ્રવાસીઓની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી કોઈપણ યાત્રીને કોઈ પ્રકારની અસુવિધા ન થાય.

અમરનાથ યાત્રા માટે થોડી મહત્વની વાતો :-

૧. અમરનાથ યાત્રા પહલગામ માર્ગ અને ગંદેબલ જીલ્લાના નાના બાલટાલ માર્ગથી શરુ કરવામાં આવશે અને આ યાત્રા 46 દિવસ સુધી ચાલશે.

૨. 1 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્ર્રા માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

૩. અમરનાથ યાત્રા શરુ થતા પહેલા પાકિસ્તાન સરહદ અને યાત્રા માર્ગ ઉપર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ પણ યાત્રીને કોઈ પ્રકારની કોઈ તકલીફ ન થાય.

૪. અમરનાથની યાત્રામાં કોઈ પ્રકારની અડચણ ન આવે, એટલા માટે આ વખતે યાત્રાનું રજીસ્ટ્રેશન કાર્ડ બારકોડ સાથે પૂરું પાડવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની કોઈ ચૂંક ન થાય.

૫. કોઈ સક્રિય છે કે નહિ, તેના વિષે બારકોડ ઉપર વોટર માર્ક અને અમરનાથનું શ્રાઈન બોર્ડનો લોગો પણ લગાવવામાં આવ્યો છે, જેથી કોઈ અસુવિધા ન થાય.

૬. મળેલી જાણકારી મુજબ, બાર કોડમાં આપવામાં આવેલી શ્રાઈન બોર્ડથી જ લોકોની મુખ્ય જાણકારીને મેગ્નીફાયર ગ્લાસ દ્વારા જ જોઈ શકાય છે, જેની જાણકારી લીંક થવાનો પણ ખતરો નથી.

૭. અમરનાથ યાત્રા ઉપર જવા વાળા યાત્રીઓને સરકાર તરફથી પાયાની જરૂરિયાતોનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવશે, જેથી યાત્રીને કોઈ તકલીફ ન થાય.

૮. અકસ્માતમાં ફસાવા ઉપર યાત્રીઓના કુટુંબીજનો તેની જાણકારી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.