માટી વિના કોઈ પણ વૃક્ષ પર થતી આ વેલ તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે જાણો તેના ફાયદા.

અમરવેલ ગંજાપણું, ગઠીયા, સાંધાનો દુખાવો, બવાસીર, વાગ્યું ત્યારે, બાળકોની લંબાઈ વધારવા, નજર નબળી થાય ત્યારે વગેરે રોગોમાં ઉપયોગી છે. આવો જાણીએ આના વિભિન્ન રોગોમાં પ્રયોગ.

અમરવેલ સમાન્ય રીતે વ્રુક્ષની ડાળીઓ પર ફેલાયેલી મળે છે. અમરવેલ ખુબ જ કોમળ રસીલી લીલી હોય છે. અમરવેલ લગભગ આખા ભારત વર્ષમાં મળે છે.

અલગ અલગ રાજ્યોમાં અમરવેલને આકાશબલ્લી, ક્સુસેહિન્દ, સ્વર્ણલત્તા, નીર્મુલી, આલોકલત્તા, અમરવેલ, રસબેલ, આકસબેલ, ડોડર, નુલુતેગા, અંધાબેલ વગેરે નામોથી ઓળખાય છે.

અમરવેલ વ્રુક્ષના મૂળ વ્રુક્ષની ડાળીઓની અંદરથી નીકળે છે. આનું માટીથી કોઈ લેણ-દેણ નથી. આની ડાળીને કોઈ વ્રુક્ષ પર ફેકી દો તો તે ત્યા જ વધવા લાગે છે.

અને વ્રુક્ષની ડાળીઓનો રસ ચૂસીને જીવિત રહે છે. અમરવેલ માટીમાં થતી નથી તેથી તેને આકાશબેલ પણ કહે છે. અમરવેલ ઘાટા પીળા લીલા રંગમાં જોવા મળે છે. અમરવેલનું આયુર્વેદ જગતમાં વિશેષ કામ છે. આવો જાણીએ આના ફાયદા.

ટાલિયા પણું થાય ત્યારે અથવા વાળ ખરે ત્યારે ૩૦ ગ્રામ અમરવેલને વાટીને તેમાં ૨ ચમચી તલનું તેલ ભેળવીને માથા પર મસાજ કરવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ખરી ગયેલા વાળ ફરીથી આવવા લાગે છે.

અમરવેલ વાળ માટે રામબાણ દવા મનાય છે. દરરોજ અમરવેલને વાળમાં લગાવીને ધોવાથી જલ્દી ફાયદો થાય છે. અમરવેલ વાળની ફોતરીઓને જાદુની જેમ ગાયબ કરી દે છે. અમરવેલ જુ ને જલ્દી નષ્ટ કરવામાં સક્ષમ છે.

અમરવેલને ઘસીને પેસ્ટ બનાવી લો. ગઠીયા, સાંધા ના દુખાવાવાળા અંગોના સ્થાને લેપ લગાવીને પાટો બાંધી દો. અમરવેલની પેસ્ટ તરત ગઠીયા, સાંધા ના દુખાવાનો સોજો સરખો કરવામાં સક્ષમ છે.

બવાસીર થાય ત્યારે ૨૦ ગ્રામ અમરવેલનો રસ લઈને તેને ૫ ગ્રામ જીરાનો પાઉડર અને ૪ ગ્રામ તજના પાઉડરમાં સારી રીતે ભેળવીને ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને સતત સવાર સાંજ ત્રણ દિવસ પીવાથી ખૂની અને સાદી બવાસીર બંનેમાં ખુબ આરામ મળે છે.

હરસ રોગ વિષે એમાં કહેવાય છે કે હરસના દર્દીઓને ન દિવસે ચેન પડે છે ન રાત્રે આરામ.

હરસ વધુ જુનો થાય એટલે ભગંદર થઇ જાય છે. જેને અંગ્રેજીમાં ફીસ્ટુલા કહે છે. તેથી હરસને ધ્યાન બહાર ન કરશો. ભગંદરનો ઈલાજ જો વધુ સમય સુધી ન કરાવવામાં આવે તો કેન્સરનું સ્વરૂપ પણ લઇ શકે છે. જેને રીક્ટમ કેન્સર કહે છે. જે જીવલેણ સાબિત થાય છે. આવું થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

આ એક પ્રકારનો નાડીમાં થતો રોગ છે, જે ગુદા અને મળાશયની પાસેના ભાગમાં થાય છે. આ રોગ આપણા આજકાલના ખરાબ જીવનધોરણની ભેટ છે, જે આપણે બદલવા નથી માંગતા. આપણા ખાવા પીવા ઉપર પુરતું ધ્યાન આપો. બહારનું ભોજન ન ખાવું, કોલ્ડ ડ્રીંક તો ક્યારે પણ ન પીવું.

હરસ, કબજિયાત વિષે બીજી માહિતી મેળવવા માટે ક્લિક કરો >>>> કબજિયાત, મસ્સા, ભગંદર, નાસૂર અને હરસને મૂળથી મટાડવાનો ઘરેલુ ઉપાય, આ ઉપાયથી જીવનમાં ક્યારેય ઝૂઝવું નહિ પડે આવી બીમારીથી

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.