રવિવારના રોજ આવતી અમાસ હોય છે અશુભ, આ તિથી ઉપર પૂજા-પાઠ અને આ કામનું છે ખાસ મહત્વ.

11 એપ્રિલે છે ફાગણ અમાસ, આ દિવસે આ કામ કરવાથી ઓછી થાય છે પિતૃ દોષની અશુભ અસર.

રવિવાર, 11 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથો મુજબ રવિવારે અમાસ હોવી અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર અશુભ અસર પડે છે. આ તિથી ઉપર તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે.

પૂરીના જ્યોતીષાચાર્ય ડો. ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ વર્તમાન સ્થિતિને જોતા ઘરે જ પાણીમાં ગંગાજળ નાખીને તેનાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. ફાગણ અમાસ ઉપર ગ્રહોની વિશેષ સ્થિતિ ઉભી થવાથી આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફો દુર થાય છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવેલી પૂજાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી ઉભા થતા પિતૃ દોષની અશુભ અસર ઓછી થઇ જાય છે.

સોમવારે સ્નાન દાનનું મહત્વ : રવિવારના રોજ અમાસની તિથી આખો દિવસ રહેશે. અને બીજા દિવસે સોમવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યા સુધી આ તિથી રહેશે. સૂર્યોદય વ્યાપીની અમાસ સાથે સોમવતી અમાસનો સંયોગ હોવાથી આ દિવસે સવારે તીર્થના જળથી સ્નાન કરો. ત્યાર પછી પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રદ્ધા મુજબ જરૂરિયાત મંદ લોકોને અન્ન-જળ, કપડા કે અન્ય જરૂરી વસ્તુનું દાન કરી શકો છો. આ દિવસે ગાયને ઘાસ પણ ખવરાવવું જોઈએ.

આવો જાણીએ કે, પંડિત મિશ્રાના ફાગણ અમાસ ઉપર શું કરવાનું કહે છે. તેમના જણાવ્યા અનુસાર રવિવારના રોજ સુરજ ઉગતા પહેલા સ્નાન કરી લો. ત્યાર પછી પિતૃ માટે શ્રાદ્ધ, તર્પણ અને પૂજા-પાઠ કરો. ગાયના ઘી ના દીવા પ્રગટાવો, કુતરા અને કાગડાને રોટલી ખવરાવો. અમાસ ઉપર મહામૃત્યુંજય મંત્ર કે ભગવાન શીવના નામના જાપ કરો. અમાસની તિથી દરમિયાન બ્રાહ્મણ ભોજન કરાવી શકો છો. તે શક્ય ન હોય તો કોઈ મંદિરમાં લોટ, ઘી, દક્ષિણા, કપડા કે અન્ય જરૂરી વસ્તુ દાન કરી શકો છો.

સોમવતી અમાસમાં દાન-પુણ્યનું છે મહત્વ : સોમવતી અમાસ ઉપર ઘરમાં પૂજા કર્યા પછી જરૂરિયાત મંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ ગૌશાળામાં ઘાસ કે ધનનું દાન કરો. માન્યતા છે કે, આ દિવસે આપવામાં આવેલા દાનનું કેટલાય ગણું વધારે પુણ્ય ફળ મળે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.