અમાસના દિવસે વિષ્ણુ મંદિરમાં જઈને કરી લો આ ઉપાય, ઝડપથી ચમકશે ભાગ્ય, ધનમાં થશે વૃદ્ધિ

જેમ કે બધા લોકો એ વાતતો જાણતા હશે કે દર મહીનામાં એક વખત અમાસ આવે છે. અમાસના દિવસે પિતૃને યાદ કરવામાં આવે છે. તે ઉપરાંત ગંગા સ્નાન કરવાની પરંપરા પણ બતાવવામાં આવી છે. માગશર માસની અમાસ આ વખતે ૨૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ આવી રહી છે, આ દિવસે પૂજા પાઠ, ધાર્મિક કાર્ય કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો અમાસના દિવસે સ્નાન, દાન, પિતૃ તર્પણ કરવામાં આવે તો તેનાથી પિતૃ દોષમાંથી છુટકારો મળે છે, અને વ્યક્તિને શુભ ફળ મળે છે.

આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી અમાસના દિવસે થોડા ઉપાય જણાવવાના છીએ, જો તમે થોડા સરળ ઉપાય કરો છો તો તેનાથી તમારું ભાગ્ય ઘણું જલ્દી ચમકી શકે છે, અને તમારા જીવનમાં ધનની અછત નહિ રહે.

આવો જાણીએ અમાસના દિવસે ક્યા ઉપાય કરવા :

ધન સંબંધી તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે તમે અમાસના દિવસે પોતાના ઘર પાસે કોઈ તળાવ કે નદીમાં માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવરાવો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ પરંતુ આ ઉપાય અપનાવાથી દેવી દેવતાઓની પણ કૃપા વરસે છે અને ધનની અછત દુર થાય છે.

જો વ્યક્તિના જીવમાં ધન સાથે જોડાયેલી તકલીફો ઉત્પન થઈ રહી છે, અને તમે ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે અમાસના દિવસે પીળા રંગની ત્રિકોણ આકૃતિના પતાકા વિષ્ણુ મંદિરમાં ઊંચાઈ વાળા સ્થાન ઉપર એવી રીતે લગાવી દો જેથી તે હવામાં લહેરાતો રહે. માન્યતા મુજબ આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ઘણું જલ્દી ચમકવા લાગે છે. પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જો તમે કાયમી લાભ પ્રાપ્ત કરવા માગો છો, તો આ પતાકા ત્યાં લાગેલા રહેવા દો, અને સમયે સમયે તમે તેને બદલતા રહો.

ઘણી વખત જોવામાં આવે છે કે વ્યક્તિ કોઈને કોઈ કારણથી દેવું કરી દે છે. પરંતુ પોતાનું દેવું ચૂકવવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે તમારા દેવામાંથી મુક્તિ મેળવવા માગો છો, તો અમાસની રાત્રે આઠ બદામ અને આઠ કાજલની ડબ્બી કાળા કપડામાં બાંધીને સિંદુરમાં મૂકી દો. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી છુટકારો મળશે, અને તમારું દેવું પણ જલ્દી દુર થઈ જશે.

માન્યતા મુજબ કારતક માસની અમાસ તિથીને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી, તેમના માટે આ સમય સંતાન પ્રાપ્તિ માટે વિશેષ માનવામાં આવે છે. ઉપરોક્ત થોડા ઉપાય બતાવવામાં આવ્યા છે, જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનમાં સારા પરિણામ જોવા મળશે.

આ ઉપાય કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને દેવામાંથી મુક્તિ મળશે. આ જ્યોતિશિક ઉપાય ઘણા પ્રભાવશાળી માનવામાં આવે છે. એટલા માટે તમે એક વખત તેને અજમાવીને જરૂર જુવો, તેના તમને સારા પરિણામ જોવા મળશે અને તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.