પશુ-પક્ષીઓના બચ્ચા સાથે જોડાયેલા આ 20 અમેઝિંગ ફેક્સ જાણી તમે ચકિત થઈ જશો.

વાંચો પ્રાણીઓના બચ્ચા સાથે જોડાયેલા આ રસપ્રદ અમેઝિંગ ફેક્સ.

એક રીસર્ચમાં એ સાબિત થઇ ચુક્યું છે કે, પ્રાણીઓના ફોટા જોવાથી તમારી એકાગ્રતા વધે છે, અને વાત જયારે બેબી એનીમલ્સની હોય તો શું કહેવું… આજે અમે તમને નાનકડા અને ક્યુટ પ્રાણીઓના ફોટા દેખાડીશું, અને સાથે જ જણાવીશું તેમની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્ય. તે જાણીને તમને પણ નવાઈ લાગશે.

(1) સસલા : ફક્ત બિલાડીના બચ્ચાને જ નહિ પણ સસલાના બચ્ચાને પણ Kitten કહેવામાં આવે છે. એટલે કે બિલાડીઓનો આ શબ્દ ઉપર કોઈ એકાધિકાર નથી.

(2) પોપટ : એક રીસર્ચ મુજબ પોપટ પોતાના દરેક બચ્ચાને અલગ અલગ અવાજથી બોલાવે છે. તે તેમના નામ હોઈ શકે છે જે જીવનભર તેમને કામ આવે છે.

(3) જિરાફ : જન્મ વખતે જિરાફનું બચ્ચું 6 ફૂટનું હોય છે અને ઉંચાઈ પરથી પડવાને કારણે તેની ગર્ભનાળ તૂટી જાય છે. તે જન્મ લીધાની 30 મિનીટ પછી જ પોતાના પગ ઉપર ઉભા થઇ શકે છે.

(4) હાથી : હાથીના બચ્ચા ઘણા તોફાની હોય છે. તેમને એ પણ ખબર નથી હોતી કે સુંઢ શું કામમાં આવે છે? તેમણે ચાલવાની સાથે જ તેનો ઉપયોગ કરવાનું પણ શીખવાનું હોય છે.

(5) ઓરંગુટન (Orangutan) : ઓરંગુટન (વાંદરાની એક પ્રજાતિ) માદા પોતાના બચ્ચાને 8 વર્ષ સુધી સ્તનપાન કરાવે છે. જયારે માણસના બચ્ચા 6 થી 12 મહિના સુધી સ્તનપાન કરે છે.

(6) પિગ્મી માર્મોસેટ (Pygmy Marmoset) : પિગ્મી માર્મોસેટ દુનિયાના સૌથી નાના વાંદરા હોય છે. એક યુવાન વાંદરાનું વજન 100 ગ્રામ સુધી હોય છે. તેના બચ્ચા માણસના બચ્ચા જેમ જ બડબડી શકે છે.

(7) મગર : મગરના બચ્ચા પાસે ઈંડાની અંદર એક દાંત હોય છે જેનાથી તે ઈંડાની છાલને તોડીને બહાર નીકળે છે. તે દાંત પછી દુર થઇ જાય છે.

(8) સમુદ્રી જળબિલાડી : સમુદ્રી જળબિલાડીના બચ્ચા એટલા હળવા હોય છે કે તે ડૂબી નથી શકતા. તેમના શરીર ઉપર રુંવાટીનું એક પડ જેવું આવરણ પણ હોય છે.

(9) ડોલ્ફિન : ડોલ્ફિનના બચ્ચા પાણીની અંદર પેદા થાય છે અને તે પાણીની અંદર જ આરામથી સ્તનપાન કરી શકે છે.

(10) કોઆલા (Koala) : કોઆલાના બચ્ચા જન્મના સમયે લગભગ 2 સેન્ટીમીટર અને 1 ગ્રામના હોય છે. કોઆલાના પેટમાં પણ બચ્ચાને બેસાડવા માટે કંગારુઓ જેવી થેલી હોય છે.

(11) ફ્લેમિંગો (Flamingo) : ફ્લેમિંગોના બચ્ચા જન્મ સમયે ભૂરા રંગના હોય છે અને તે બતક જેવા દેખાય છે. તેમનો ગુલાબી રંગ નિયમિત રીતે શેવાળ અને ઝીંગા ખાવાથી થાય છે.

(12) ગલુડિયા (Puppies) : કુતરાના બચ્ચા એટલે કે ગલુડિયાઓ પણ માણસના બાળકોની જેમ જોડિયા હોઈ શકે છે, તે વાત દુનિયાને સમજવામાં ઘણો સમય લાગ્યો હતો.

(13) પાંડા : પાંડાના બચ્ચા જન્મના સમયે 90-110 ગ્રામના હોય છે, જયારે મોટા થવા ઉપર તે ઘણા વજનદાર અને હેલ્દી બની જાય છે.

(14) વ્હેલ : વ્હેલ સૌથી મોટા જીવિત સ્તનધારી છે. તેના બચ્ચા દર કલાકે લગભગ 4.5 કી.ગ્રા. વજન સાથે વધે છે. તે એક દિવસમાં 50 ગેલન દૂધ પી શકે છે.

(15) હરણ : હરણના બચ્ચા સરળતાથી શિ કારીનો શિ કાર બની શકે છે. તેનાથી બચવા માટે તેમના શરીર ઉપર અમુક એવા કુદરતી ટપકા હોય છે જે તેમને કોઈ જાનવરનો શિ કાર બનવાથી બચાવે છે.

(16) મકાક (Macaque) : મકાક (વાંદરાની એક પ્રજાતિ) ના બચ્ચા કોઈ પણ વસ્તુથી રમીને તેનું મન રાજી રાખી લે છે. ખાસ કરીને જાપાનમાં મળી આવતા વાંદરા.

(17) પ્લેટિપસ (Platypus) : પ્લેટિપસ ઈંડા આપવા વાળા સ્તનધારી હોય છે. બતક જેવા દેખાતા આ જાનવરના બચ્ચાનો જન્મ ઈંડા માંથી થાય છે.

(18) કાચબા : કાચબાના બચ્ચા ઈંડાની અંદરથી પણ વાતો કરવાનું શરુ કરી દે છે. રીસર્ચમાં સાબિત થયું છે કે તે આ રીતે ઈંડા માંથી બહાર નીકળવા અને પાણીમાં પ્રવાસ કરવાની યોજના બનાવે છે.

(19) લંગુર : લંગુર (વાંદરા) ના બચ્ચાનો રંગ જન્મ વખતે ઘણો અલગ હોય છે. એવું એટલા માટે જેથી માદા લંગુર ભીડમાં પણ પોતાના બચ્ચાને ઓળખી શકે અને તેની કાળજી લઇ શકે.

(20) ગેંડા : ગેંડાના બચ્ચાને જન્મ સમયે શીંગડુ નથી હોતું. તે શીંગડુ Keratin નું બનેલુ હોય છે, જે તેના જન્મના 1-2 મહિના પછી માથા પર વિકસવાનું શરુ થાય છે.

આમાંથી કયા બેબી એનીમલ ફેક્ટ વિષે જાણીને તમે દંગ રહી ગયા તે કોમેન્ટ કરીને જણાવજો.